કમળો અને લોહીની ઉણપથી છુટકારો મેળવવા માટે આપે સેવન કરવી જોઈએ આ ૧૫ વસ્તુઓ.

ડાયટમાં ફેરફાર કરીને જલ્દી સ્વસ્થ થવા મળી શકે છે મદદ અનહેલ્ધી વસ્તુઓના સેવનથી બીમારી થઈ શકે છે. વધારે ગંભીર સારવારની સાથે આ ઘરેલું ઉપાયોને અપનાવવાથી મળશે મદદ.

અયોગ્ય ખાનપાન અને જીવનશૈલીના કારણે કેટલીક બીમારીઓનો ખતરો હોય છે. આવી જ બે બીમારીઓ છે લોહીની ઉણપ એટલે કે, એનિમિયા અને કમળો પણ છે. ખરાબ જીવનશૈલીના કારણે આજકાલ મોટાભાગના લોકો આ બંને બીમારીઓથી પીડાઈ રહ્યા હોય છે. એનાથી રાહત મેળવવા માટે ડાયટનું ધ્યાન રાખવું જરૂરી છે. કમળો એક પ્રકારની સામાન્ય બીમારી છે પરંતુ એની સારવાર સમયસર ના થવાના કારણે તે ગંભીર રૂપ લઈ લેતી હોય છે. કમળો થાય ત્યારે ત્વચા અને આંખોનો રંગ પીળો પડવા લાગે છે.

લોહીમાં પિત્ત રસનું પ્રમાણ વધવા લાગે છે અને કમળાની બીમારી શરીરમાં જન્મ લે છે.

આ રોગ લિવર સંબંધિત છે. એનાથી પચવામાં મુશ્કેલી થઈ જાય છે અને શરીરમાં ઝેરીલા પદાર્થ ઉત્પન્ન થવા લાગે છે. એનાથી શરીરના લોહીનો રંગ પીળો થવા લાગે છે. અમે આપને કમળાથી રાહત મેળવવા માટે કેટલાક ઘરેલું ઉપાયો વિષે જણાવી રહ્યા છીએ, જે આપને રાહત આપી શકે છે.

કમળા માટે ઘરેલું ઉપાયો અને ખાદ્ય પદાર્થ.

  • -એક ગ્લાસ પાણીમાં થોડાક આખા ધાણાના બીજને આખી રાત પલાળીને રાખી દો. સવારના સમયે આ પાણીને પી લેવું. રોજીંદા નિયમિતપણે આમ કરવાથી કમળામાં સ્વસ્થ થવામાં ઘણી મદદ મળી શકે છે.
  • -ગાજર અને કોબીજનો રસ કાઢીને બંનેને એકસરખા પ્રમાણમાં ભેળવીને રોજ પીવાથી કમળાને સ્વસ્થ કરી શકાય છે.
  • -લીમડાના પાંદડાને સારી રીતે ધોઈને રસ કાઢીને કમળાના દર્દીને રોજ એક ચમચી રસ પીવડાવવાથી કમળાની બીમારીથી સ્વસ્થ થઈ શકાય છે.
  • -શેરડી કે પછી શેરડીના રસનું સેવન રોજ સવારના સમયે ખાલી પેટે કરવાથી કમળાની બીમારી માંથી છુટકારો મેળવી શકાય છે.
  • -એક કપ પાણીમાં એક ચમચી ત્રિફળા પલાળીને રાખી દેવા. આખી રાત પલાળી રાખ્યા બાદ સવારના સમયે આ પાણીને ગાળી લઈને ખાલી પેટે સેવન કરવાથી ઘણા લાભ મળે છે. એનું સેવન આપે અંદાજીત બે અઠવાડિયા સુધી કરવું જોઈએ.
  • -લોહીની ખામી કે પછી એનિમિયા માટે કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ?
  • -પાલક:૧૦૦ ગ્રામ કાચી પાલકમાં અંદાજીત ૨.૭ મીલીગ્રામ આયર્ન હોય છે જે રોજીદી જરૂરિયાતના ૧૫% હોય છે. જો કે, આ નોન- હીમ આયર્ન છે, જે ખુબ જ સારી રીતે અવશોષિત થતા હોતા નથી, પાલક વિટામિન સીથી પણ સમૃદ્ધ હોય છે કેમ કે, વિટામિન સી મહત્વપૂર્ણ આયર્નને અવશોષણને વધારે છે.

    -કલેજી:લિવરને સામાન્ય ભાષામાં કલેજી કહેવામાં આવે છે. ૧૦૦ ગ્રામ ક્લેજીમાં ૬.૫ મીલીગ્રામ આયર્ન હોય છે જે રોજીદી જરૂરિયાતના ૩૬% હોય છે.

    -કઠોળ: કઠોળ, દાળ, વટાણા અને સોયાબીનના કેટલાક સૌથી સામાન્ય પ્રકાર છે. આ શાકાહારી વસ્તુઓનું સેવન કરનાર વ્યક્તિઓ માટે આયર્નનો મોટો સ્ત્રોત છે. એક કપ રાંધેલી દાળ (૧૯૮ ગ્રામ) ૬.૬ મીલીગ્રામ આયર્ન હોય છે જે રોજીદી જરૂરિયાતના ૩૭% હોય છે.

    -લાલ માંસ:લાલ માંસમાં ખુબ જ આયર્ન મળી આવે છે. ૧૦૦ ગ્રામ માંસમાં ૨.૭ મીલીગ્રામ આયર્ન હોય છે જે રોજની જરૂરિયાતના ૧૫% હોય છે. માંસ પ્રોટીન, ઝિંક, સેલેનિયમ અને કેટલાક વિટામિનનો પણ સારો સ્ત્રોત છે.

    -કોળાના બીજ: કોળાના બીજ આયર્નનો ઘણો સારો સ્ત્રોત છે. ૨૮ ગ્રામ કોળાના બીજમાં ૨.૫ મીલીગ્રામ આયર્ન હોય છે, જે રોજીદી જરૂરિયાતના ૧૪% હોય છે. એના સિવાય કોળાના બીજમાં વિટામિન કે, ઝિંક અને મેંગેનીઝનો એક સારો સ્ત્રોત હોય છે.

    ક્વિનોઆ: ક્વિનોઆ એક લોકપ્રિય અનાજ છે જેને નાસ્તામાં સેવન કરવામાં આવે છે. રાંધવામાં આવેલ ક્વિનોઆના એક કપ (૧૮૫ ગ્રામ) માં ૨.૮ મીલીગ્રામ આયર્ન હોય છે. જે રોજીંદી જરૂરિયાતના ૧૬% હોય છે.

    બ્રોકોલી: બ્રોકોલી એક પૌષ્ટિક શાક છે. રાંધવામાં આવેલ એક કપ બ્રોકોલી (૧૫૬ ગ્રામ) માં ૧ મીલીગ્રામ આયર્ન હોય છે જે રોજીંદી જરૂરિયાતના ૬% હોય છે. બ્રોકોલીના આટલા જ પ્રમાણમાં વિટામિન સી પણ મળી આવે છે.

    ટોફુ: ટોફુ એક સોયા આધારિત ભોજન છે જે શાકાહારીઓ અને કેટલાક એશીયાઇ દેશોમાં લોકપ્રિય છે. અડધો કપ (૧૨૬ ગ્રામ) ટોફુમાં 3.૪ મીલીગ્રામ આયર્ન હોય છે. જે રોજીંદી જરૂરિયાતના ૧૯% હોય છે.

    ડાર્ક ચોકલેટ: ડાર્ક ચોકલેટ પણ આયર્નનો સારો સ્ત્રોત હોય છે. ૨૮ ગ્રામ ડાર્ક ચોકલેટમાં 3.૪ મીલીગ્રામ આયર્ન હોય છે. જે રોજીંદી જરૂરિયાતના ૧૯% હોય છે.

    માછલી: માછલીના લાલ માંસને અન્ય માંસની તુલનામાં વધારે પૌષ્ટિક માનવામાં આવે છે. ટ્યુના જેવા કેટલાક પ્રકારના ખાસ કરીને આયર્નનો ઘણો વધારે સ્ત્રોત છે. ૮૫ ગ્રામ ડબ્બાબંધ ટ્યુનામાં અંદાજીત ૧.૪ મીલીગ્રામ આયર્ન હોય છે. જે રોજીંદી જરૂરિયાતના ૮% હોય છે.

    error: Content is protected !!
    Exit mobile version