કેવા ગ્લાસમાં પાણી પીવાથી થશે કેવી અસર? સ્વાસ્થ્ય જ નહી સંપત્તિ પર પણ પડે છે પ્રભાવ.
સ્વચ્છ પાણી (Clean Water) પીવાની સાથે સાથે પાણી રાખવાની અને પીવાના વાસણ પણ યોગ્ય હોવા જરૂરી છે. જો પાણી ચાંદી (Silver). તાંબા, પિત્તળના ગ્લાસમાં પાણી પીવામાં આવે છે તો એનાથી ખુબ જ લાભ થાય છે.
દરેક વ્યક્તિ દિવસમાં ઘણીવાર પાણી (Water) પીવે છે અને શરીરમાં સૌથી મોટો ભાગ પણ પાણીનો જ હોય છે. પરિણામે સારા સ્વાસ્થ્ય માટે પાણી અને પાણી પીવાની પદ્ધતિ ખુબ જ મહત્વ ધરાવે છે. એટલું જ નહી એનો સંબંધ જ્યોતિષ શાસ્ત્ર સાથે પણ છે. વ્યક્તિ કઈ ધાતુ કે પછી સામગ્રીથી બનેલ ગ્લાસમાં પાણી પીવે છે, એની અસર એમના જીવન, સ્વાસ્થ્ય (Health) અને આર્થિક સ્થિતિ પર પણ પડે છે. આજે અમે આપને જણાવીશું કે, કેવા પ્રકારના ગ્લાસ (Glass)માં પાણી પીવાથી શું અસર થાય છે.
પાણીના ગ્લાસ અને એનાથી થનાર અસર:
ચાંદીને સૌથી શુદ્ધ ધાતુ માંથી એક માનવામાં આવે છે. ઘરમાં ચાંદીના વાસણ હોવા અને એમાં ભોજન કરવાથી ઘરમાં સુખ- સમૃદ્ધિ વધે છે. એનાથી ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે. ચાંદીના ગ્લાસમાં પાણી પીવાથી વારંવાર થતી શરદી- ખાંસી થતા નથી. જો ચાંદીનો ગ્લાસ ના હોય તો ગ્લાસમાં પાણી લઈને એમાં ચાંદીની વીટી નાખીને પાણી પીવાથી આર્થિક તંગીથી રાહત મળે છે. આપે યાદ રાખવું કે, વીટીને પહેલા સારી રીતે સાફ કરી લેવી.
તાંબાના ગ્લાસમાં પાણી પીવાથી સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું હોય છે. એનાથી શરીરને દુષિત પદાર્થ સરળતાથી બહાર નીકળી જાય છે, બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. પેટ સંબંધિત સમસ્યાઓ થતી હોતી નથી. તાંબાના વાસણમાં રાખવામાં આવેલ પાણી ઠંડુ રહે છે, જે ગરમીમાં ખુબ જ રાહત આપે છે.
પિત્તળને પણ સારી ધાતુ માનવામાં આવે છે. ભોજન કરવા અને પાણી પીવાથી પિત્તળના વાસણોનો ઉપયોગ કરવાથી ઈમ્યુનીટી મજબુત થાય છે. ગુરુત્વ બળ વધે છે. જે વ્યક્તિઓની જન્મ કુંડળીમાં રહેલ ગુરુ ગ્રહ નબળો હોય છે, તેમણે ભોજન કરવા માટે, પાણી પીવા માટે પિત્તળના વાસણનો ઉપયોગ કરવો જોઈએ.
સ્ટીલને લોખંડ માનવામાં આવે છે જે શનિ ગ્રહ સાથે સંબંધિત છે. સ્ટીલના ગ્લાસમાં પાણી પીવાથી ફાયદા તો નથી થતા ઉપરાંત ગરમ પાણી પીવાથી નુકસાન જરૂરથી થાય છે.
પ્લાસ્ટિકના ગ્લાસમાં પાણી પીવું જોઈએ નહી. કેમ કે, આ ગ્લાસમાં ગરમ પાણી પીવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. કાચના ગ્લાસમાં પાણી પી શકાય છે પરંતુ એનાથી કોઈ લાભ થતા નથી.