પાણીપુરીની પુરીથી લઈને ઉપર છાંટવાનો મસાલો હવે આ રીતે બનશે ઘરે.

આજે આપણે પકોડી કે પાણીપુરી થી લઇ ને ઉપર છાંટવા નો મસાલો પણ હવે આપણે ઘરે એકદમ સરળ રીત થી જોઈ લઈશું.આ બધા ની ફેવરીટ હોય છે તો ચાલો આજે આપણે જોઈ લઈએ કઈ રીતે બને છે. મિત્રો 4 કલાકની બહુ બધી મહેનત પછી અમે આ પાણીપુરીની પુરી બનાવવા માટેની પરફેક્ટ અને સરળ રેસિપી તમારા માટે લઈને આવ્યા છીએ, આ રેસિપીના અંતમાં આપેલ વિડિઓ જરૂર ચેક કરજો અને અમારી યુટ્યુબ ચેનલ જરૂર સબ્સ્ક્રાઇબ કરજો.

સામગ્રી

  • સોજી
  • મીઠું
  • ચણા
  • ફુદીનો
  • લીલા ધાણા
  • લીલા મરચા
  • સંચળ પાવડર
  • મરી પાવડર
  • લીંબુ નો રસ
  • તેલ
  • ખજૂર આંબલી ની ચટણી
  • જીરું

રીત

1- સૌથી પહેલા આપણે એક કપ સોજી નો લોટ લઈશું,હવે ચાર ટેબલ સ્પૂન તેલ લઈશું,આપણે તેલ ને ગરમ કરી લીધું છે તે એડ કરી લઈશું હવે તેને હાથ થી મિક્સ કરી લઈશું અને સોજી ના દરેક કણ માં તેલ લાગી જાય એ રીતે આપણે મિક્સ કરી લઈશું.

2- આપણા હાથ તેલ વાળા થઈ જાય તે રીતે આપણે મોવાણ નાખવાનું છે હવે આપણે હુંફાળું પાણી ગરમ કરી લીધું છે હવે આ ઉમેરતા ઉમેરતા આપણે લોટ બાંધી લઈશું,લોટ આપણે એકદમ સોફ્ટ બાંધવાનો છે હવે તેને મસળી મસળી ને સોફ્ટ કરી લઈશું.

3- હવે તેને પંદર થી સત્તર વાર પછાડી અને તેને કેળવી લેવાનો છે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આ રીત નો આપણો લોટ થવો જોઈએ.બહુ કઠણ પણ નઈ અને બહુ ઢીલો પણ નહિ તેવો લોટ બાંધી લેવાનો છે,હવે નાના પકોડી ના લૂઆ કરી લઈશું,આ ગોળ નથી કરવાના.

4- હવે આપણે વણી લઈશું, અને એક એક વણી ને તળી લઈશું,પૂરી એક બાજુ લાલ થવા દેવાની અને બીજી બાજુ થોડી લાઇટ થવા દઈશું,તમારું તેલ ગરમ હશે તો પૂરી એકદમ સરસ ફૂલી જશે,પૂરી લાલ થાય એટલે સમજી જવાનું કે પૂરી આપણી કડક થઈ ગઈ છે.તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી પૂરી એકદમ સરસ ફૂલી ગઈ છે તો તેને કાઢી લઈશું અને બીજી પૂરી એડ કરતા રહીશું.

5- હવે આ રીતે બધી પૂરી રેડી કરી લઈશું,હવે આપણે પકોડી નું એકદમ ટેસ્ટી પાણી બનાવી લઈશું.હવે એક બાઉલ કોથમીર લઈશું,આપણે કોથમીર થી અડધો ફુદીનો ધોઈ ને સાફ કરી લીધો છે હવે તે એડ કરીશું,હવે આપણી તીખાશ પ્રમાણે પાંચ લીલા મરચા લીધા છે તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો.

6- હવે આમાં એક ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કરીશું, ત્યારબાદ અડધી ચમચી સંચળ પાવડર નાખીશું, ત્યારબાદ એક ચમચી મરી પાવડર નાખીશું, જો પાવડર ના હોય તો તમે મરી પણ નાખી શકો છો.હવે તેમાં અડધી ચમચી મીઠું નાખીશું.હવે આમાં ત્રણ કે ચાર બરફ ના ટુકડા નાખી બધું ક્રશ કરી લઈશું.જેથી આપણી ચટણી નો કલર ગ્રીન રહેશે.

7- હવે તેમાં લીંબુ નો રસ એડ કરીશું, હવે તેમાં પાણી એડ કરીશું,હવે આ બધું એક રસ પીસી લઈશું,તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણી ચટણી એકદમ સરસ ગ્રીન થઈ ગઈ છે હવે આને એક બાઉલ માં કાઢી લઈશું હવે તેનું પાણી બનાવી લઈશું.હવે તેમાં એક લીટર જેવું તેમાં પાણી એડ કરીશું.

8- હવે આને એક તપેલી માં કાઢી લઈશું,હવે તેમાં અડધી ચમચી મીઠું એડ કરીશું, ત્યારબાદ અડધી ચમચી સંચળ પાવડર એડ કરીશું, ત્યારબાદ અડધા લીંબુ નો રસ એડ કરીશું,હવે બીજી તપેલી માં એક લીટર પાણી લઈશું, તેમાં અડધી ચમચી મીઠું નાખીશું, ત્યારબાદ અડધી ચમચી સંચળ પાવડર એડ કરીશું, ત્યારબાદ એક નાનો ચમચો ચટણી એડ કરીશું.

9- હવે આપણે એક ચમચો ખજૂર આંબલી ની ચટણી લઈ લઈશું,એક આપણે લીંબુ વાળુ પાણી અને બીજું ખજૂર આંબલી વાળુ પાણી.હવે તેમાં એડ કરી લઈશું હવે આ થઈ ગયું ખાટું મીઠું પાણી.હવે તેમાં બુંદી નાખીશું તે પણ આપણે ઘરે જ બનાવી છે.

10- હવે આપણે તેનો મસાલો બનાવીશું,હવે આપણે બટેકા ને બાફી લઈશું તેને ઠંડા કરી લઈશું જો ગરમ ગરમ માં માવો કરશું તો ચીકણો થઈ જશે,જેથી બટેકા ને ઠંડા થવા દઈશું, એટલે બહાર લારી પર મળે તેવો મસાલો રેડી થશે.હવે બધા બટેકા ને મેસ કરી લઈશું.હવે આપણે જે લીલી ચટણી બનાવી ને રાખી હતી તે એક ચમચી કે બે ચમચી એડ કરી લેવાની.

11- હવે આમાં એક ચમચી મીઠું નાખીશું, ત્યારબાદ અડધી ચમચી સંચળ પાવડર નાખીશું,આપણે અહીંયા ચણા બાફી ને રેડી રાખ્યા હતા તે એડ કરીશું. જો તમે એક કિલો બટેકા લો તો ૧૫૦ ગ્રામ ચણા લેવાના. ચણા પલાળી ને બાફી લેવાના.હવે આ રીતે બધો માવો મિક્સ કરી લઈશું જે તમે વીડિયોમાં જોઈ શકો છો.

12- જો આમાં કંઇપણ ઓછું લાગે તો તમે એડ કરી શકો છો.હવે તેની ઉપર લીલા ધાણા નાખીશું.હવે પકોડી પર છાંટવાનો મસાલો બનાવી લઈશું. તેના માટે આપણે અડધી ચમચી સંચળ પાવડર લઈશું ત્યારબાદ અડધી ચમચી મરી પાવડર એડ કરીશું આ થઈ ગયો ઉપર છાંટવાનો મસાલો.જો આ રીતે બનાવો તો કંઈ બહાર થી લાવવાની જરૂર નઈ પડે ઘરે જ બધું તૈયાર થઈ જશે.તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી પકોડી બની છે અને એકદમ ટેસ્ટી જો તમે જરૂર થી બનાવજો.

વિડિઓ રેસિપી :

YouTube video player

error: Content is protected !!
Exit mobile version