સાંભર / સંભાર – દાળ બાફીને વધારવાની ઝંઝટમાંથી છુટકારો.

આજે આપણે ઇન્સ્ટન્ટ સંભાર બનાવીશું.અહીંયા આને આપણે દાળ અલગ બાફવાની નઈ કોઈ પણ ઝંઝટ વગર વેજીટેબલ નાખી આજે સરસ સંભાર બનાવતા શીખી લઈશું.અને આ તમારા ઘર માં બધા ને ભાવશે અને તમે એક વાર બનાવશો તો વારંવાર બનાવશો.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • અડદ ની દાળ
  • તેલ
  • રાય
  • જીરું
  • હીંગ
  • મેથી ના દાણા
  • સૂકું લાલ મરચું
  • દુધી
  • બટાકા
  • સરગવો
  • ટામેટા
  • ધાણાજીરું પાવડર
  • લાલ મરચું પાવડર
  • ડુંગળી
  • મીઠો લીમડો
  • ગરમ મસાલો
  • હળદર
  • આદુ મરચાની પેસ્ટ
  • લીંબુ
  • લીલા ધાણા
  • સંભાર મસાલો
  • તુવેર દાળ

રીત

1- સૌથી પહેલા આપણે એક કૂકર માં બે થી ત્રણ ચમચી તેલ લઈશું. આપણે અહીંયા વઘાર તૈયાર કરી લઈશું તેના માટે એક ચમચી અડદ ની દાળ લઈશું એક સૂકું લાલ મરચું લઈશું.ત્યારબાદ ચપટી મેથી ના દાણા લઈશું.

2- હવે અડધી ચમચી રાય નાખીશું. ત્યારબાદ થોડું જીરું એડ કરીશું, ત્યારબાદ થોડો મીઠો લીમડો નાખીશું. હવે તેમાં વઘાર એડ કરી લઈશું. આપણે વેજીટેબલ સંભાર બનાવો છે તો તેના માટે આપણે દુધી લીધી છે તેને છોલી ને કટ કરી લીધી છે.

3- હવે એક મીડિયમ સાઈઝ નું બટેટુ લઈ તેને પણ કટ કરી લઈશું.અને એક નાની ડુંગળી ને પણ કટ કરી લઈશું, અને સરગવો લઈશું.હવે વઘાર માં ઉમેરવા માટે એક મોટી સાઇઝ ની ડુંગળી અને એક મોટી સાઇઝ નું ટામેટું તેને ઝીણું સમારી લીધું છે.

4-હવે તેમાં ચપટી હીંગ નાખીશું હવે તેમાં આદુ મરચાની પેસ્ટ નાંખીશું. હવે વઘાર માં એક ડુંગળી એડ કરીશું.હવે ડુંગળી સંતળાય ગઈ છે તો તેમાં ટામેટા એડ કરીશું.હવે તેમાં મસાલો કરી લઈશું.હવે તેમાં એક નાની ચમચી ધાણાજીરૂ પાવડર નાખીશું,ત્યારબાદ એક નાની ચમચી લાલ મરચું પાવડર નાખીશું.

5- હવે તેમાં એક નાની ચમચી હળદર નાખીશું, ત્યારબાદ એક નાની ચમચી ગરમ મસાલો નાખીશું, ત્યારબાદ મીઠું સ્વાદ અનુસાર નાખીશું.હવે બધા મસાલા મિક્સ કરી લઈશું,હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા ટામેટા પણ સોફ્ટ થઈ ગયા છે હવે જે શાક સમારેલા હતા એ એડ કરીશું.

6-હવે આપણે તુવેર દાળ અડધો કલાક દાળ ને પલાળી ને રાખી હતી તે એડ કરીશું.હવે આ પણ આપણે મિક્સ કરી લઈશું હવે તેમાં એક કપ જેટલું પાણી નાખી દઈશું.હવે તેને ધીમા તાપે બે થી ત્રણ સીટી વગાડી લઈશું.

7- બહાર રેસ્ટોરન્ટ માં મળે છે તેવો સ્વાદિષ્ટ સંભાર તૈયાર થશે.હવે આપણે કૂકર બંધ કરી લઈશું, હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી દાળ સરસ ચડી ગઈ છે. અને એકદમ સરસ સંભાર થઈ ગયો છે અને આટલો જાડો સંભાર તો ખાશો નઈ તો તેમાં થોડું પાણી એડ કરીશું.

8- આપણે પહેલા પાણી એડ કરીશું પછી તેને ઉકાળી લઈશું.હવે બધું મિક્સ કરી લઈશું જેટલો સંભાર જોઈતો હોય તેટલું પાણી એડ કરવાનું હવે તેમાં એક નાની ચમચી સંભાર મસાલો નાખીશું.હવે સરસ મિક્સ કરી લઈશું અને ટેસ્ટ પણ સારો આવશે.

9- હવે તેમાં અડધું લીંબુ એડ કરીશું. હવે તેમાં ધાણા નાખીશું આ સ્ટેજ પર તમારે મીઠું ટેસ્ટ કરવું હોય તો કરી શકો છો.હવે સંભાર તૈયાર થઈ ગયો છે,તો તમે વીડિયોમાં જોઈ શકો છો કે કેટલો સરસ દેખાય છે અને એકદમ ટેસ્ટી બન્યો છે.

10- આ સંભાર એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બન્યો છે.જે તમે વીડિયોમાં જોઈ શકો છો આ તમે ઈડલી,ઢોસા, મેન્દુ વડા સાથે ખાઈ શકો છો.તો તમે કોઈ પણ ઝંઝટ વગર ફટાફટ આ સંભાર બનાવી શકો છો.તો તમે ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :

YouTube video player

error: Content is protected !!
Exit mobile version