શુ વાસ્તુદોષના કારણે પણ થાય છે લગ્નમાં મોડું?
શુ વાસ્તુદોષના કારણે પણ થાય છે લગ્નમાં મોડું?
તમારામાંથી ઘણા લોકો હશે જેમની લગ્ન કરવાની ઉંમર થઈ ગઈ હશે અને તમને લગ્ન કરવાની ઈચ્છા પણ હશે. તો એમાંથી એવા પણ લોકો હશે જેમના લગ્ન થવામાં ઘણી તકલીફ પડતી હોય છે. અમુક લોકો આ અડચણના કારણે એમના નસીબને દોષ આપે છે કા તો પછી કુંડળીને.
પણ શું તમે જાણો છો કે જીવનમાં વાસ્તુદોષના કારણે પણ લગ્નમાં અડચણ આવે છે. હા તમારામાંથી ઘણા લોકો હશે જેમને એ વિશે જાણકારી નહિ હોય. પણ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિના જીવનમાં વાસ્તુ દોષ હોય તો એના લગ્ન થવામાં ઘણી અડચણ આવવા લાગે છે તો જો તમારામાંથી કોઈની પણ સાથે આવું જ થતું હોય તો તમને જણાવી દઈએ કે તમારા લગ્નમાં આવતી અડચણ કઈ રીતે દૂર કરી શકો છો.
વાસ્તુશાસ્ત્ર અનુસાર વિવાહ યોગ્ય યુવક કે યુવતીનો બેડરૂમ ખોટી દિશામાં હોવાને કારણે લગ્નમાં મોડું થાય છે. એટલા માટે ધ્યાન રાખો કે જે યુવક અને યુવતીની વાત ક્યાંક ચાલી રહી છે તેનો રૂમ વાયવ્ય ખૂણામાં હોવો જોઈએ. અને ત્યાં એમને ઉત્તર-પશ્ચિમ દિશામાં સૂવું જોઈએ. પરંતુ જો આ દિશામાં રૂમ રાખવું શક્ય ન હોય તો ઉત્તર દિશામાં સૂવું જોઈએ.
વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે લગ્ન કરવા યોગ્ય છોકરા અને છોકરીના રૂમનો કલર આછો ગુલાબી હોવો જોઈએ. કે પછી એવો રંગ હોવો જોઈએ કે જેનાથી આંખો ખેંચાઈ નહિ. છોકરા અને છોકરીના માતા-પિતાએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે લગ્ન કરવા યોગ્ય પુત્ર અને પુત્રીના રૂમનો રંગ વધુ પડતો ઘેરો, ભૂરો, વાદળી કે કાળો ન હોવો જોઈએ.
વાસ્તુ નિષ્ણાતો જણાવે છે કે જે લોકોના લગ્નમાં મોડું થઈ રહ્યુ છે, તેઓએ તેમના રૂમમાં મેન્ડરિન બતકની જોડી રાખવી જોઈએ, જેમાં એક નર અને એક માદા હોય. એવું માનવામાં આવે છે કે તે લગ્નમાં વિલંબને દૂર કરે છે.
જે લોકો જલ્દી લગ્ન કરવા ઇચ્છે છે તેમણે વાસ્તુ અનુસાર પોતાના રૂમમાં બેડ એવી રીતે મુકવો જોઈએ કે તેઓ તેનો બંને બાજુથી ઉપયોગ કરી શકે. આ ઉપરાંત એ વાતનું પણ ખાસ ધ્યાન રાખો કે પલંગ દીવાલને અડાળેલો ન હોય. કહેવામાં આવે છે કે એનાથી લગ્ન થવામાં અડચણ આવે છે.