Tuesday, June 2, 2026

જલારામ ફૂડ હબ – Jalaram Food Hub

દેશી વાનગીઓ શીખો સરળ અને પરફેક્ટ રીતે, સાથે જાણો અવનવી જાણવા જેવી વાતો અને માહિતી.

બૉલીવુડ અપડેટ

સલમાન ખાન પોતાની જાતને નેગેટીવીથી દૂર રાખવા કરે છે આ કામ, તમે પણ જોયું જ હશે કે.

બૉલીવુડના સુલતાન એટલે કે સલમાન ખાન જે પણ નવું કરે તે ફેશન બની જતી હોય છે. તેમની હેર સ્ટાઈલ હોય કે પછી મૂંછો રાખવાની સ્ટાઈલ હોય, તેમના કપડાંની સ્ટાઈલ પણ લોકોને ખૂબ પસંદ આવે છે. ચાહકો સલમાનની ઘણી બધી સ્ટાઈલ ફોલો કરતાં હોય છે. સલમાન બૉલીવુડના સુપરસ્ટાર છે, તેઓ હમેશાં તેમના ચાહકોથી ઘેરાયેલ રહેતા હોય છે. આવામાં તમને પણ થતું હશે કે સલમાન ખાન એ પોતાને નેગેટીવી કે ખરાબ નજરથી બચવા માટે શું કરતાં હશે?

કદાચ તમે પણ વિચાર્યું હશે કે સલમાન આટલી નકારાત્મકતા સાથે કેવી રીતે ટકી રહે છે? તો ચાલો તમારા માટે આ પ્રશ્નનો જવાબ આપીએ. તમે હંમેશા સલમાન ખાનના હાથમાં બ્રેસલેટ જોયું જ હશે. આ ચેઈન બ્રેસલેટમાં વાદળી રંગનો પથ્થર તેમને ખરાબ નજરથી બચાવે છે. આવો જાણીએ સલમાન ખાનના આ બ્રેસલેટની પૂરી કહાની.

સલમાન ખાને એક ઇવેંટ દરમિયાન પોતાના આ બ્રેસલેટ વિષે જણાવ્યું હતું. વિડીયોમાં જોઈ શકાય છે એક ઈવેન્ટ દરમિયાન એક ચાહકે અભિનેતાને આ બ્રેસલેટ વિષે પૂછ્યું. આ વિષે સલમાન જણાવે છે કે જ્યારે તેઓ નાના હતા ત્યારે તેમના પિતા સલીમ ખાન આવું જ એક બ્રેસલેટ પહેરતા હતા. સલમાનના કહેવા અનુસાર તે ખૂબ કુલ લાગતું હતું. સલમાન ખાન જણાવે છે કે જ્યારે તે પોતે અભિનય કરવા આવ્યા ત્યારે તેમના પિતાએ તેમને પણ એક સેમ એવું જ બ્રેસલેટ ગિફ્ટ આપ્યું. અભિનેતાએ જણાવ્યું કે બ્રેસલેટમાં જે પથ્થર છે તેનું નમ ફિરોઝા છે.

સલમાને વધુમાં કહ્યું કે, આ પથ્થર જ એક્ટર પર આવતી તમામ નકારાત્મકતાને દૂર કરે છે. સલમાને કહ્યું, જ્યારે નકારાત્મકતા નજીક આવે છે ત્યારે આ પથ્થર જાતે જ તૂટી જાય છે. આ તેમનો 7મો પથ્થર છે. સલમાન ખાને એકવાર આ બ્રેસલેટ વિશે વાતચીતમાં કહ્યું હતું કે તે તેના માટે લકી છે.

સલમાનનું લકી બ્રેસલેટ પણ અનેક વાર ખોવાઈ પણ ગયું છે. સલમાને પોતે આ વિશે જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કેબ્રેસલેટ ખોવાઈ જવા પર તે બેચેન થઈ ગયો. તેણે ખાવા-પીવાનું પણ બંધ કરી દીધું હતું. સલમાન કોઈપણ રીતે તેનું બ્રેસલેટ પાછું લાવવા માંગતો હતો. ઘરમાં બધે શોધખોળ કરી પણ મળી ન હતી. આખરે તે સ્વિમિંગ પુલમાં મળી આવ્યું હતું. આ બ્રેસલેટ અભિનેતા અસ્મિત પટેલને મળ્યું હતું. તેણે તેને સલમાનને પરત કરી દીધો.

error: Content is protected !!
Exit mobile version