રૈના રડવા લાગ્યા હતા, બધા જ ઈમોશનલ થઈ ગયા હતા, ધોનીના રિટાયર્ડમેન્ટના દિવસે.
આપણાં દેશના સૌથી સફળ કેપ્ટનમાં શામેલ એવા એમ એસ ધોની એ પોતાની કેપ્ટનશી સાથે સાથે પોતાના નિર્ણય લેવાની ક્ષમતા વિષે પણ ઓળખાય છે. તેઓ ફિલ્ડમાં પોતાના માઇન્ડ ગેમ માટે તો ફેમસ છે જ સાથે તે ઓફ ફિલ્ડમાં પણ પોતાના અમુક નિર્ણયથી ચાહકોને સરપ્રાઇસ આપી ચૂક્યા છે.
આવો જ એક નિર્ણય તેણે લગભગ 8 વર્ષ પહેલા લીધો હતો જ્યારે તેણે ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિ લીધી હતી. તાજેતરમાં જ ધોનીના આ નિર્ણય પર સ્પિનર અક્ષર પટેલ બોલ્યો છે. હકીકતમાં, વર્ષ 2014માં મેલબોર્નમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ ડ્રો થયા બાદ ધોનીએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું.
ધોનીએ મેચ દરમિયાન જ સન્યાસ લેવાનો નિર્ણય લીધો હતો પણ તેની જાહેરાત તેમણે મેચ પૂરી થયા પછી કરી હતી. અક્ષર પટેલ જણાવે છે કે ધોનીએ જ્યારે ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લેવાનું જાહેર કર્યું ત્યારે આખું ડ્રેસિંગ રૂમ ઈમોશનલ થઈ ગયા હતા.
અક્ષરએ બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સમાં આ વિષે વાત કરી હતી તેમણે કહ્યું કે તેઓ મેચના બીજા દિવસ સાંજે હતી. એ સમયે ટીમના કોચ રવિ શાસ્ત્રી એ ધોનીના આ નિર્ણય વિષે ટીમમાં બધાને જણાવ્યું હતું. તે સમયે બધા જ ઈમોશનલ થઈ ગયા હતા. બધા શાંત હતા વાતાવરણ બદલાઈ ગયું હતું.
પટેલે કહ્યું કે સુરેશ રૈના રડી રહ્યો હતો. મને નવાઈ લાગી. મારી આસપાસના ખેલાડીઓ ભાવુક થઈ રહ્યા હતા. મને સમજાતું પણ નહોતું કે શું થઈ રહ્યું છે. એ જ ધોની એક અલગ જ દુનિયામાં હતો. હું માહી ભાઈને પહેલીવાર મળી રહ્યો હતો. મને મળતાની સાથે જ તેણે મારી મજાક ઉડાવી.
તેણે એટલું જ કહ્યું- ‘બાપુ (અક્ષરનું હુલામણું નામ) તમે આવ્યા છો અને મારે જવું પડશે.’ હું શું કરું તે વિચારવા લાગ્યો અને રડવા લાગ્યો. તેણે કહ્યું કે તે માત્ર મજાક કરી રહ્યો હતો અને પછી મને ગળે લગાડ્યો.
નોંધનીય છે કે ધોનીએ વર્લ્ડ કપ 2019 બાદ વનડે ક્રિકેટમાંથી પણ સંન્યાસ લઈ લીધો હતો. ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલ મેચમાં માર્ટિન ગુપ્ટિલના ચોક્કસ થ્રો પર ધોની રનઆઉટ થયો હતો અને ભારત માટે વધુ એક વર્લ્ડ કપ જીતવાનું તેનું સપનું અધૂરું રહી ગયું હતું. અક્ષર અને ધોની હાલમાં IPL 15માં રમી રહ્યા છે.