હવે જ્યારે પણ મોઢામાં ચાંદી પડે તો આ સરળ ને ઘરગથ્થું ઉપાય જરૂર યાદ રાખજો.

મોઢામાં ચાંદા પડવાની સમસ્યા સાંભળવામાં ભલે તમને સામાન્ય લાગતી હોય પણ તે ખૂબ દર્દજનક હોય છે. એ તો જેને મોઢામાં ચાંદા પડ્યા હોય તેને જ વધારે ખરબ પડે. એટલે સુધી કે ખાવા પીવામાં પણ મુશ્કેલીઓ થતી હોય છે.

આમ તો સામાન્ય રીતે આ ચાંદા પડે એ એની જાતે જ અઠવાડિયા કે 10 દિવસમાં મટી જતાં હોય છે પણ જો તમે જલ્દી આ દર્દથી રાહત મેળવવા માંગો છો તો તમને અમે અહિયાં અમુક સરળ અને સસ્તા ઉપાય જણાવીશું.

બરફ : મોઢામાં ચાંદા પડવાને લીધે બળતરા થતી હોય તો એવામાં તમે બરફની મદદથી રાહત મેળવી શકો છો. તેની માટે બરફનો એક ટુકડો મોઢામાં મૂકો અને પછી હળવા હાથે તેને જયા ચાંદું પડ્યું હોય ત્યાં લગાવો. તેનાથી તમને ઘણી ઠંડક મળશે.

નારિયળ તેલ : નાળિયેર તેલમાં રહેલ એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-માઇક્રોબાયલ ગુણોને કારણે, તે મોંના ચાંદાને ઠીક કરવામાં મદદ કરે છે. જો તમે તેને તમારા ચાંદી પડેલ જગ્યાએ લગાવો છો, તો તે ચાંદીની બળતરા અને પીડાથી પણ ઘણી રાહત આપે છે. જો તમારી પાસે નારિયેળ તેલ ન હોય તો તમે તેના બદલે દેશી ઘીનો પણ ઉપયોગ કરી શકો છો.

લસણ : તમને કદાચ ખબર નાહી હોય પણ લસણના વપરાશથી ચાંદી પર જાદુ જેવુ કામ થાય છે. તમારે લસણ છોલીને તેની પેસ્ટ બનાવી લેવાની છે અને તેને ચાંદી પર લગાવો. થોડી વાર પછી ઠંડા પાણીથી કોગળા કરી લો.

નવશેકા પાણીના કોગળા : જો તમને મોઢામાં ચાંદાની સમસ્યા હોય તો ગાર્ગલ્સ પણ તમને ઘણી રાહત આપે છે. આ માટે એક કપ પાણીમાં એક ચમચી ધાણા પાવડરને ઉકાળો. થોડી વાર પછી જ્યારે પાણી ઠંડુ થઈ જાય, તો તમે તે પાણીથી ગાર્ગલ કરો.

દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વખત આ પાણીથી ગાર્ગલ કરો. જો તમને આ પાણીથી ગાર્ગલ કરવામાં તકલીફ થઈ રહી હોય તો તમે હૂંફાળા પાણીથી પણ ગાર્ગલ કરી શકો છો.

આ વાતોનું રાખો ખાસ ધ્યાન : જ્યારે તમને મોઢામાં ચાંદા હોય ત્યારે ખાવા-પીવામાં સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે, નહીંતર તમારી સમસ્યા વધી શકે છે. ઉદાહરણ તરીકે, તમારે ખૂબ મસાલેદાર, તળેલું, નોન-વેજ ફૂડ, આલ્કોહોલ અને ચોકલેટ વગેરેથી દૂર રહેવું જોઈએ.

error: Content is protected !!
Exit mobile version