હવે જ્યારે પણ માર્કેટમાં ડ્રેગન ફ્રૂટ દેખાય તો જરૂર ખરીદજો, ફાયદાઓ જાણીને લાગશે નવાઈ.
આજકાલ ફ્રૂટ માર્કેટમાં ડ્રેગન ફ્રૂટનું વેચાણ વધવા લાગ્યું છે. ઉપરથી લાલ અને અંદરથી નરમ અને સફેદ દેખાતું આ ફળ સ્વાદિષ્ટ પણ હોય છે. આ ફળમાં પોષક તત્વ જેવા કે એન્ટીઓક્સીડેન્ટ, ફાઇબર, વિટામીન સી, પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. આ તત્વ શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તો ચાલો આજે વિગતવાર જાણો કે ડ્રેગન ફ્રૂટ ખાવાથી શરીરની કઈ કઈ તકલીફો દૂર થઈ શકે છે.
કોલેસ્ટ્રોલ કંટ્રોલ
ડ્રેગન ફ્રૂટમાં કોલેસ્ટ્રોલની માત્રા ઓછી હોય છે. આ ફળ રોજ ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા સંતુલિત રહે છે.
શુગર લેવલ
આ ફળ ડાયાબિટીસના દર્દીઓ પણ ચિંતા વિના ખાઈ શકે છે. કારણ કે તેનાથી શુગરનું પ્રમાણ વધતું નથી. આ ઉપરાંત તેનાથી પાચનતંત્ર પણ સુધરે છે.
કેન્સરનું જોખમ ઘટે છે
ડ્રેગન ફ્રૂટ ખાવાથી ફ્રી રેડિકલ્સ અને કેન્સર ઉત્પન્ન કરતાં સેલ્સ વધતાં અટકે છે. આ ફળમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેનાથી કેન્સર થવાનું જોખમ ઘટી જાય છે.
સાંધાનો દુખાવો
આધુનિક જીવનશૈલીના કારણે નાની ઉંમરમાં લોકોને સાંધાના દુખાવા જેવી તકલીફ થઈ જતી હોય છે. પરંતુ જે વ્યક્તિ ડ્રેગનફ્રૂટનું સેવન નિયમિત રીતે કરે છે તેને આર્થરાઈટિસ જેવી બીમારીઓ પણ થતી નથી.
ત્વચા માટે લાભદાયી
અન્ય ફળની જેમ આ ડ્રેગન ફ્રૂટ પણ ત્વચા અને યૌવનને ટકાવી રાખવાની ક્ષમતા રાખે છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ શરીરનું સૌંદર્ય વધારે છે. આ ઉપરાંત ડ્રેગનફ્રૂટનો ઉપયોગ ફેસમાસ્ક માટે પણ કરી શકાય છે. તેના માટે ડ્રેગન ફ્રૂટનો પલ્પ કાઢી અને તેમાં મધ ઉમેરી ફેસ પર લગાવવું. આ ફેસપેકનો ઉપયોગ સપ્તાહમાં એકવાર કરવો.
દરરોજ અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ લાઇક જરૂર કરજો અને તમારા ફેમિલી અને મિત્રો સાથે આ માહિતી જરૂર શેર કરજો.