શિયાળા દરમિયાન ખાસ એનર્જી બુસ્ટર ખજૂર બદામનું હેલ્થી દૂધ.

આજે આપણે શીખીશું સ્પેશ્યલ ખજૂર બદામનું હેલ્ધી દૂધ. શિયાળામાં પીવાથી ખૂબ લાભ થાય છે. જેને પણ શરીરમાં કમજોરી લાગતી હોય અથવા લોહીની ઊણપ હોય અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ આ હેલ્થી દૂધ પીવે તો કોઈ દવા ગોરી ની જરૂર નહિ પડે. તો ચાલો આપણે જોઈએ કેવી રીતે બને છે.

સામગ્રી

  • દૂધ
  • બદામ
  • ખજૂર

રીત-

1- સૌથી પહેલા આપણે એક તપેલી લઈશું. તેમાં થોડું પાણી એડ કરીશું. જેથી આપણું દૂધ નીચે ચોંટે નહીં. હવે આપણે તેમાં દૂધ ઉમેરી શું.

2- આપણે બે ગ્લાસ બનાવવાનું છે એટલે 500 ગ્રામ દૂધ લીધું છે. જો તમારે વધારે બનાવવું હોય તો વધારે લઈ શકો છો.

3- આપણે તેને વારંવાર હલાવતા રહીશું અને ત્રણ કે ચાર ઉભરા આવે ત્યાં સુધી ગરમ કરીશું.

4- હવે આપણે ત્યાં સુધી ખજૂર ની પેસ્ટ બનાવી લઈશું. જો આખું નાખીશું તો બાળકો ના મોઢા માં આવશે. તો એ કાઢી નાખશે. એટલે તેને આપણે પીસી લઈશું.

5- આપણે ખજૂર ને પહેલા અડધો કલાક પલાળી લઈશું. જેથી કરીને ખજૂર એકદમ પોચું પડી જાય. અને પીસવા માં સરળ રહે.

6- પાણી સાથે મિક્સરમાં પીસી લઈશું. તેને વધુ ટેસ્ટી અને હેલ્ધી બનાવવા માટે આપણે ૭થી ૮ બદામ લઈ તેને પલાળી દઈશું.

7- જો બદામ કાચી નાખવી એના કરતાં પલાળી ને નાખવાથી તેના ફાયદા પ્ચ્ચાસ ઘણા વધી જાય છે. એટલે તેને પલાળીને અને છોલીને ખજૂર સાથે એડ કરીશું.

8- હવે આપણે પાંચથી છ મરી લઈશું.અને બે લવિંગ લઈશું.તેને દૂધ માં ઉમેરી દઈશું. આખા નાખીને ઉકાળીશું તો તેનો ટેસ્ટ આવશે.અને જેને ના અનુકૂળ લાગે મોઢા માં આવે તે કાઢી શકે છે.

9- તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણું દૂધ ઉકળી ગયું છે.હવે આપણે ખજૂર અને બદામ ની પેસ્ટ બનાવી હતી તે તેની અંદર એડ કરીશું.

10- હવે આપણું દૂધ તૈયાર થવા આવ્યું છે.તો આ સ્ટેજ પર તમે ગડ્યું વધારે જોઈતું હોય તો તમે ખાંડ ઉમેરી શકો છો.

11- હવે આપણું દૂધ બરાબર ઉકળી ગયું છે.એટલે આપણે ગેસ બંધ કરી દઈશું.

12- હવે આપણે સર્વે કરીશું. આપણે એક ગ્લાસમાં કાઢીશું. ઉપર ગાર્નીશિંગ માટે બદામ નાખીશું.

વિડિઓ રેસિપી :

YouTube video player

error: Content is protected !!
Exit mobile version