કેરીના રસ સાથે ખવાતી પડ વાળી રોટલી ફટાફટ કેવીરીતે બનાવશો.
આજે આપણે પડવાળી રોટલી બનાવીશું.જે તમે કેરીના રસ સાથે ખવાતી આ પડ વાળી રોટલી ફટાફટ કેવી રીતે બનાવશો તે પણ જોઈશું અત્યારે કેરી ની સીઝન ચાલી રહી છે તો રસ જોડે ખવાતી આ પડ વાળી રોટલી કઈ રીતે બને તે જોઈશું.
સામગ્રી
- ઘઉ નો લોટ
- મીઠું
- તેલ
- ઘઉંનો લોટ (અટામણ માટે)
રીત
1- હવે આપણે રેગ્યુલર જે રોટલી નો લોટ બાંધીએ છીએ એવો બાંધી લેવાનો લોટ,જો કેરી ના રસ સાથે રોટલી બનાવવાની હોય ગરમ ગરમ તો પહેલા તેનો લોટ બંધો લેવાનો ત્યારબાદ તેના ગુલ્લા કરી લઈશું.
2- તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણે બે નાના નાના ગુલ્લા લઈ લીધા છે હવે એક ડિશ માં આપણે થોડું તેલ રાખીશું અને એક ગુલ્લુ તેલ માં બોરી ને બીજા ગુલ્લા પર લગાવી લેવાનું છે.
3- હવે બન્ને ગુલ્લાં ને ભેગા કરી લેવાના અને કોરા લોટ માં રગદોળી લેવાના બંને સાથે વણી લેવાની ધીરે ધીરે તેને ફેરવતા જવાનું અને વણતુ જવાનું, જો તમારે ઝડપ થી રોટલી બનાવવી હોય તો પહેલા તેના ગુલ્લા તૈયાર કરી લેવાના અને પછી તેને વણી લેવાનું.
4- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો આપણી પડ વાળી રોટલી વણાય ગઈ છે હવે તેને શેકી લઈશું હવે આપણે તવો ગરમ થઇ જાય એટલે તેમાં રોટલી નાખી દઈશું હવે આ રોટલી શેકાય ત્યાં સુધી આપણે બીજી રોટલી વણી લઈશું.
5- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે એક બાજુ રોટલી શેકાય ગઈ છે હવે તેને પલટાવી લઈશું અને પડ આપણા એકદમ ઇઝીલી છુટા પડી જશે.હવે આપણી એક રોટલી શેકાય ગઈ છે હવે આપણે બીજી રોટલી ને સેકી લઈશું.
6- હવે ગમે વિડિયો માં જોઈ શકો છો કે આપણી રોટલી ના પડ એકદમ ઇઝીલી છુટા પડી ગયા તો તેમાં આપણે હવે ઘી લગાવી લઈશું,હવે આ રીતે બધી રોટલી રેડી કરી લઈશું,આપણી બીજી રોટલી પણ રેડી થઈ ગઈ છે.
7- તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી ગરમા ગરમ રોટલી તૈયાર થઈ ગઈ છે જ્યારે તમે રસ બનાવો ત્યારે આ રીતે ગરમ ગરમ રોટલી બનાવી શકો છો,તો તમે પણ આ રેસિપી જોઈ ને ચોક્ક્સ થી બનાવજો.
વિડિઓ રેસિપી :