આ નવીન અથાણું તમારા ભોજનમાં ચાર ચાંદ લગાવશે.

આજે આપણે બનાવીશું આદુ, લસણ અને કેરીનું ચટપટું અથાણું. આજે આપણે એક યુનિક રીતે અથાણું બનાવવાનું શીખી લઈશું. આ ઘર માં દરેક ને પસંદ આવશે. અને તમે બનાવશો તો ફરી વારંવાર બનાવશો. અને અત્યારે તો કેરી ની સીઝન ચાલુ થઈ ગઈ છે.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે. if you like this recipe then plssss HIT that LIKE button and Do SUBSCRIBE to my channel…Its free for you all but would mean alot to me.. ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીંયા ક્લિક કરો.

સામગ્રી

  • લસણ
  • કેરી
  • આદુ
  • મીઠું
  • તેલ
  • લાલ મરચું
  • હિંગ

રીત

1- આપણે અહીંયા નાની કેરી લીધી છે.પણ મોટી કેરી હોય તો તે પણ લઈ શકો છો. કેરી ને ધોઈ ને છોલી ને સાફ કરી લીધી છે.અને આદુ ને પણ ધોઈ ને સાફ કરી લીધું છે.હવે તેને ક્રશ કરવાનું છે. હવે લસણ અને આદુ બધું કટર માં ક્રશ કરી લઈશું.

2- હવે આદુ ને છીણી લઈશું. હવે આપણે અથાણું બનાવવાનું શરૂ કરીએ. હવે ધીમા ગેસ પર ૨૦૦ગ્રામ જેટલું તેલ નાખીશું. હવે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક નાની ચમચી જેટલી હીંગ નાખીશું.

3- હવે તેમાં આને આપણે પહેલા લસણ નાખી દઈશું.અને તેને હલાવતા હલાવતા ચડવી લઈશું.તેની કાચી ફ્લેવર્સ જતી રહે ત્યાંસુધી તેને હલાવી લઈશું. જો કચાશ રહી જશે તો આદુ બગડી જશે.એટલે તેને ધીમા ગેસ પર શેકી લઈશું. જેથી આપણે આખું વર્ષ સાચવી શકીએ.

4- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા લસણ નો કલર બદલાઈ ગયો છે.હવે તેમાં આપણે આદુ નાખીશું. આદુ નું બધું પાણી બળી જાય ત્યાં સુધી તેને સાંતળી લઈશું.હવે આપણું આદુ ને લસણ બધું સરસ શેકાય ગયું છે.અને તેનો કલર પણ બદલાઈ ગયો છે. જે તમે વીડિયોમાં જોઈ શકો છો.

5- હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે તેને થોડું ઠંડું થવા દઈશું. હવે તેમાં નાખવાનું મીઠું શેકી લઈશું. અહીંયા આપણે અઢી ચમચી મીઠું લઈશું. તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. હજુ આપણે કેરી અંદર ઉમેરવાની છે. એટલે તમે તમારા ટેસ્ટ મુજબ મીઠું લઈ શકો છો.મીઠું શેકી ને નાખવાથી આપણું અથાણું લાંબા સમય સુધી સારું રહે છે.

6- આ અથાણું ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.હવે ગેસ બંધ કરી દઈશું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણું આદુ લસણ અને તેલ અલગ થઈ જાય તો સમજવાનું કે આદુ લસણ બરાબર શેકાય ગયું છે. હવે આપણે કેરી છીણી લઈશું.

7- તમે કોઈપણ કેરી લઈ શકો છો. જો તમે ૫૦૦ગ્રામ લસણ લીધું હોય તો તમારે ૩૦૦ગ્રામ આદુ લેવાનું છે.અને ૨૦૦ગ્રામ કેરી લેવાની છે.મરચું અને મીઠું તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો. જો તમે તેલ નું પ્રમાણ પહેલે થી જે સરખું લેશો તો આખા વર્ષ માટે સારું રહેશે.

8- હવે આદુ અને લસણ જે શેકીયું હતું તે ઠંડુ થઇ ગયું છે. હવે તે ઠંડુ થઇ ગઇ છે. તો તેમાં મસાલા કરી લઈશું. જે મીઠું શેકી ને રાખ્યું હતું તે એડ કરીશું.હવે તેને મિક્સ કરી લઈશું. હવે જે કેરી છીણી ને રાખી હતી તે એડ કરીશું.હવે ટેસ્ટ મુજબ લાલ મરચું પાવડર નાખીશું.

9- તમારે કલર માટે નાખવું હોય તો તમે કાશ્મીરી લાલ મરચું નાખી શકો છો. પછી તેને એક આખો દિવસ રહેવા દઈશું. હવે બીજા દિવસે તમે જોશો તો એકદમ સરસ આપણું આદુ,કેરી અને લસણ નું અથાણું તૈયાર થઈ ગયું છે. જે તમે વીડિયોમાં જોઈ શકો છો.

10- આને તમે રોટલી,રોટલા, પરોઠા સાથે વઘારેલી ખીચડી સાથે પણ ખાય શકો છો. હવે કેરી ની સીઝન ચાલુ થઈ ગઈ છે તો તમે પણ લાવી ને ચોક્ક્સ થી બનાવજો.

વિડિઓ રેસિપી :

YouTube video player

error: Content is protected !!
Exit mobile version