સાંજના સમયે ક્યારેય પણ ના કરશો આ કામ, માતા લક્ષ્મી થઈ જશે નારાજ.
આપણે બધા જાણીએ જ છીએ કે વિશ્વમાં દરેક વ્યક્તિ પોતાના જીવનને વધુ ને વધુ સારું બનાવવા માટે સતત પ્રયત્ન કરતાં રહે છે. દરેક વ્યક્તિ ઈચ્છતો હોય છે કે તે જીવનમાં ધન-દોલત કમાય. ક્યારેય જીવનમાં તેને કોઈ કમી રહે નહીં. તેમનું જીવન સુખ શાંતિથી પસાર થાય. પણ ના ઈચ્છવા છતાં પણ ઘણીવાર એવી મુશ્કેલીઓમાં વ્યક્તિ મુકાઇ જાય છે કે તેમાંથી બહાર નીકળવું એ ઘણું મુશ્કેલ થઈ જાય છે.
એવું કહેવાય છે કે જો વ્યક્તિ પર માતા લક્ષ્મીની કૃપા હોય તો વ્યક્તિના જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી અને તેનું જીવન સુખ-સુવિધાઓથી ભરપૂર પસાર થાય છે. આ સિવાય હિંદુ શાસ્ત્રોમાં દરેક વસ્તુ માટે વિશેષ નિયમો જણાવવામાં આવ્યા છે.
એવું માનવામાં આવે છે કે જો આ નિયમનું પાલન કરવામાં આવે તો તેનાથી ઘર-પરિવાર અને જીવનમાં સુખ શાંતિ બની રહે છે. એટલું જ નહીં પણ ઈશ્વરના આશીર્વાદ પણ મળે છે. આજે અમે આ લેખથી તમને અમુક એવા કામ વિષે જણાવી રહ્યા છે જે કામ તમારે સાંજના સમયે કરવું જોઈએ નહીં. આમ કરવાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જશે.
સાંજના સમયે દરવાજો બંધ ના કરશો : તમારે ધ્યાનમાં રાખવું પડશે કે સાંજે, ખાસ કરીને સૂર્યાસ્ત સમયે, તમે તમારા ઘરના દરવાજા ખુલ્લા રાખો. આ સમય દરમિયાન તમારા ઘરનો મુખ્ય દરવાજો બંધ કરશો નહીં કારણ કે એવું માનવામાં આવે છે કે સાંજે લક્ષ્મીજી ઘરમાં પ્રવેશ કરે છે. આ કારણથી સૂર્યાસ્ત થાય ત્યારે દરવાજો ખુલ્લો રાખવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ધનની દેવી લક્ષ્મીજીનું ઘરમાં આગમન થાય છે અને પરિવારમાં સમૃદ્ધિ બની રહે છે.
સોઈ અને ડુંગળી લસણની આપ લે કરવી જોઈએ નહીં : સાંજના સમયે ક્યારેય પણ કોઈ સોઈ, ડુંગળી કે લસણ માંગવા આવે કે તમારે જરૂર પડે તો ક્યારેય પણ કોઇની પાસે માંગશો નહીં અને કોઈને તમારા ઘરમાંથી આપશો પણ નહીં. આમ કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ થાય છે. આ સિવાય એવું માનવામાં આવે છે કે સાંજના સમયે આ વસ્તુઓને ઘરની બહાર કાઢવી જોઈએ નહીં તે અશુભ મનાય છે. જો કોઈ વ્યક્તિ આવું કરે છે તો ઘરમાં સભ્યો વચ્ચે અણબનાવ થવાની શક્યતા રહે છે.
સાંજના સમયે તુલસીને અડવું જોઈએ નહીં : શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે સાંજે તુલસીને સ્પર્શ ન કરવો જોઈએ. તમને જણાવી દઈએ કે તુલસીને રાધા-રાણીનું સ્વરૂપ માનવામાં આવે છે. સૂર્યાસ્ત સમયે તુલસીજી લીલા કરવા જાય છે. આ કારણથી તે સમયે તુલસીને સ્પર્શ કરવો ગુનો માનવામાં આવે છે. જો તમારે સાંજે તુલસીને દીવો કરવો હોય તો તેને સ્પર્શ કર્યા વિના કરી લો.
સાંજના સમયે ભોજન કરવું જોઈએ નહીં : તમારે સાંજના સમયે ક્યારેય ભૂલથી પણ ભોજન કરવું જોઈએ નહીં. મહાભારતમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સૂર્યાસ્ત સમયે ભોજન કરવાથી આયુષ્ય ઘટી જાય છે. એટલું જ નહીં પણ તેનાથી સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે. એટલું જ નહીં તમને ધનહાની થવાની પણ સંભાવના રહે છે. ઘરમાં ગરીબી સ્થાયી થાય છે.
સૂર્યાસ્ત સમયે પૈસાની લેવડ દેવડ કરવી જોઈએ નહીં : શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે સૂર્યાસ્તના સમયે ભૂલીથી પણ પૈસાની લેવડ-દેવડ ન કરવી જોઈએ. આ સમય દરમિયાન તમારે કોઈની પાસેથી પૈસા ઉધાર ન લેવા જોઈએ અથવા કોઈને પૈસા ઉધાર આપવા જોઈએ નહીં કારણ કે સૂર્યાસ્ત સમયે આપવામાં આવેલ પૈસા પરેશાનીઓનું કારણ બને છે. જો તમારે પૈસા સંબંધિત કોઈ કામ કરવું હોય તો તે સવારે કરો.