માતાનું નામ સર્ચ કર્યું ગૂગલમાં, પછી જે હકીકત સામે આવી તે જાણીને ચોંકી ગયો વ્યક્તિ.
કોણ એવું હશે જે પોતાના માતા પિતા વિષે જાણવા ના માંગતા હોય. જે લોકો માતા પિતા સાથે રહે છે તેઓ તો બાળપણથી પોતાના માતા પિતા વિષે અને તેમના જીવન વિષે જાણી લેતા હોય છે. એવામાં જો તમે માતા પિતા સાથે નથી રહેતા તો તેમના વિષે જાણવા તમે ઘણા ઉત્સુક રહેશો.
આવું જ કશુંક થયું છે આ વ્યક્તિ સાથે. આ વ્યક્તિએ પોતાની માતા વિષે જાણવા માટે ગૂગલનો સહારો લીધો. પછી જે હકીકત સામે આવે છે તે જાણીને તેના હોશ ઊડી જાય છે. તેને પોતાની માતા વિષે એવી વાતો જાણવા મળી જે તેણે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું.
વિદેશી મીડિયાના અહેવાલ મુજબ, યુકેના લીડ્સ શહેરમાં રહેતા રિકી મેડિક અને તેના ભાઈને એલન અને કેરોલ મેડિક દંપતીએ બાળપણમાં દત્તક લીધા હતા. આવી સ્થિતિમાં, દત્તક લીધા પછી, બંને ભાઈઓને તેમની અસલી માતા લિન્ડા મેકેરિટીને મળવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આવી સ્થિતિમાં, બંને ભાઈઓ ઘણીવાર તેમની માતા વિશે જાણવા માટે ઉત્સુક હતા.
રીકે પોતાની માતાને મળી નહોતો શકતો પણ ક્રિસમસ અને જન્મદિવસના દિવસે રીકેની માતા તેને ફોન કરે છે અને વાત કરે છે. એવામાં રીકેને દર વર્ષએ પોતાની માતાના ફોનની રાહ હોય છે. રીકેની ચિંતા તેની માતાને લઈને વધી ગઈ હતી કેમ કે ત્રણ વર્ષથી તેની માતાનો કોઈપણ ફોન આવ્યો હતો નહીં.
રીકે એ પોતાની માતા વિષે જાણવા માંગતો હતો. એવામાં તે ગૂગલની મદદ લે છે. જ્યારે બહુ શોધવા પર પણ તેને કશી માહિતી મળતી નથી પછી તે એકદિવસ રાત્રે બે વાગે પોતાની માતા લિંડા વિષે ગૂગલમાં શોધી રહ્યો હતો. ત્યારે અચાનક તે ગૂગલ પર માતાનું નામ શોધે છે પછી તેને જે જાણવા મળે છે તે ખૂબ ચોંકાવનાર હતું.
જ્યારે રીકે તેની માતાને ગૂગલ પર સર્ચ કર્યું તો તેને ખબર પડી કે તેની માતા લિન્ડાનું વર્ષ 2018માં અવસાન થયું હતું. કોઈએ તેની હત્યા કરી છે. જ્યારે રીકે આ બધું ગૂગલ પર જોયું તો તેને વિશ્વાસ જ ન થયો. રિકે ગૂગલ પર વાંચી રહ્યો હતો તે લેખમાં લખ્યું હતું કે તેની માતા લિન્ડા ડ્રગ્સ લેતી હતી અને ડ્રગ્સ અંગેની લડાઈમાં અન્ય એક વ્યક્તિએ તેની હત્યા કરી હતી.
જેમાં લિંડાના હત્યારાનું નામ ઈયાન જણાવવામાં આવી રહ્યું હતું. જે આ હત્યા માટે 17 વર્ષની જેલવાસ ભોગવી રહ્યો હતો. જોકે, રિકને અગાઉથી ખબર હતી કે તેની માતા ડ્રગ્સ લેતી હતી. જ્યારે રીકે 16 વર્ષનો હતો, ત્યારે તેને ખબર પડી હતી કે તેની માતા ડ્રગ્સ લે છે, તેથી તેણે પોતાની જાતને માતાથી દૂર કરી દીધી.