સ્વસ્થ જીવનશૈલી માટે તમારી રોજીંદી દીનચર્યામાં આટલું પરિવર્તન લાવો.

ફીટ રહેવું તે આપણું કાયમી સ્વપ્ન રહેશે. પણ જ્યારે તેને વાસ્તવિક સ્વરૂપ આપવાનું હોય ત્યારે આપણે કશું જ નથી કરી શકતા ! જ્યારે ખરેખર ફીટે રહેવા તરફ પગલું લેવામાં આવે છે ત્યારે આપણને તે જાણે ખુબ જ સમય માગી લેતું હોય અને ખુબ જ પરિશ્રમ માગી લેતું હોય તેવું લાગે છે. પણ કેટલીક એવી નાની નાની બાબતો છે જેને આપણે રોજીંદા ધોરણે કરી શકીએ છીએ અને તેના દ્વારા આપણે ધીમે ધીમે સ્વસ્થ જીવન તરફ વળી શકીએ છીએ – અને તે પણ ખુબ જ સરળ રીતે.

આમાંની કેટલીક બાબતો આપણે પહેલેથી જ જાણીએ છીએ, પણ મોટા ભાગે તેને અવગણીએ છીએ. તમારી જીવનશૈલીમાં નજીવા ફેરફાર કરીને તમે તમારી જાતને સ્વસ્થ જીવન તરફ દોરી જઈ શકો છો અને તે પણ લાંબા સમય સુધી. અહીં જીવનશૈલી વિષે કેટલાક પરિવર્તનો સૂચવવામાં આવ્યા છે, જે બાબતે અમે શરત લગાવીએ છીએ કે તેની તમે ભાગ્યે જ નોંધ લેશો, પણ તમારા શરીરને તેની ચોક્કસ હકારાત્મક અસર થશે !

1. દરરોજ સનસ્ક્રીન લગાવવાનું રાખો.

નિષ્ણાતોનું કહેવું છે કે તમારે રોજ સનસ્ક્રીન લગાવવું જ જોઈએ. તેઓ કંઈ એમનમ નથી કહેતા ! સનસ્ક્રીન માત્ર તમને સ્કીન કેન્સરથી જ પ્રોટેક્ટ નથી કરતું, પણ તે એક અસરકારક એન્ટી એજિંગ પ્રોસેસ પણ છે જે તમારી ત્વચાને યુવાન દેખાવા મદદ કરે છે. માટે ઉંમર થતાં જે કરચલીઓ દેખાવા લાગે છે તેનાથી દૂર રહો અને પુરતા પ્રમાણમાં સનસ્ક્રીન લગાવી ઘરની બહાર નીકળો ! પછી ભલે તમે લાંબા કે ટુંકાગાળા માટે બહાર કેમ ન હોવ.

2. દર અરધા કલાકે હલન ચલન કરવાનું રાખો

તમારા કામની ખુરશી પરથી ઉભા થાઓ અને થોડી જ મીનીટ માટે તમારા પગને થોડા લાંબા કરો. પાણી પીવા માટે ચાલીને જાઓ અથવા ખાલી થોડું ચાલી લો. જો તમે ઘરે હોવ અને ટીવી જોતા હોવ તો બ્રેક દરમિયાન ઉભા થાઓ અને રૂમમાં જ એક-બે આટા મારી લો. તેનાથી તમારું મેટાબેલિઝમ ઝડપી બનશે અને તમારા સ્નાયુઓ અને સાંધાઓ ફ્લેક્સિબલ રહેશે. ખાલી હલો. તમારું શરીર તમારો આભાર માનશે !

3. દર 20 મીનીટે તમારા કમ્પ્યુટર સ્ક્રીન પરથી નજર હટાવતા રહો

જો તમે લાંબા કલાકો સુધી કમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોવ તો તે તમારી આંખોને ઘણી અસર કરે છે. તમારી આંખોને પણ વ્યાયામની જરૂર હોય છે અને સાથે સાથે આરામની પણ જરૂર હોય છે. માત્ર તમારા સ્ક્રીન પરથી નજર હટાવો અને દૂર તરફ થોડી સેકન્ડ્સ સુધી તાકી રહો અને ફરી પાછું કોમ્પ્યુટર પર કામ કરવા લાગો. (અને હા તમારા ફોન સાથે પણ તમે આવું જ કરી શકો છો.)

4. તમારી શર્કરાની ખપતને ઘટાડો

આ બાબત તમારા માટે થોડી અઘરી થઈ પડશે, ખાસ કરીને જો તમે મીઠાઈના શોખીન હશો તો ! પણ તમારી આ લાલચને અંકુશમાં રાખો અને તમારી શર્કરાની ખપતમાં ઘટાડો કરો. જો તમે તે લોકોમાંના એક હોવ જે રોજ પોતાની કોફી/ચામાં ખાંડ લેતા હોવ તો ત્યાંથી જ શરૂ કરો. તમારા પીણામાં ખાંડનું પ્રમણ ઘટાડો અને તે બિસ્કિટ પણ બને તો ઓછા કરી દો. તમને આદત પડતા વાર લાગશે, પણ ધીમે ધીમે બધું રુટીનમાં આવી જશે. તમે તમારા શરીરને જેટલી ઓછી ખાંડ આપશો તેટલી જ તેની લાલચ ઘટશે અને તમારી શર્કરા માટેની જરૂરિયાત પણ ઘટશે.

5. તમારો ખોરાક ધીમે-ધીમે આરોગો

તમારે તમારું ભોજન 20 મિનિટ સુધીનું રાખવું જોઈએ. માટે તમારે તમારા ખોરાકને વ્યવસ્થીત રીતે ચાવવાનો છે અને તમારે જમવામાં જરા પણ ઉતાવળ કરવાની નથી તેમ કરવાથી તમે વધારે પડતું ખાતા અટકશો.

6. તમારી નજીક હંમેશા પાણીની એક બોટલ રાખો

શરીરમાં હંમેશા પ્રવાહી રહેવાથી તમે સ્વસ્થ રહેશો અને એક સારી જીવનશૈલી ભોગવી શકશો. પુષકળ પ્રમાણમાં પાણી પીવનું એ ખુબ જ જરૂરી છે, પછી તમે વજન ઘટાડવા માગતા હોવ, તમારા સ્નાયુઓને ઉર્જા પુરી પાડવા માગતા હોવ, કે પછી ચમકતી ત્વચા પામવા માગતા હોવ, અને તેથી પણ વધારે ફાયદા પાણી પીવાના છે. તમારી પાસે જ પાણી ભરેલી એક બોટલ રાખો અને તેવી જગ્યાએ રાખો જ્યાં તમે તેને એકધારી જોઈ શકો. જેથી કરીને તમે પાણી પીવાનું ભૂલી ન જાઓ પણ પાણીની બોટને જોતાં જ તમને પાણી પીવાનું યાદ આવી જાય. પાણી તમારે પીતા રહેવું જોઈએ. પાણી સાથે તમારે કોઈ જ સમાધાન કરવાનું નથી

7. દર વખતે લીફ્ટની જગ્યાએ પગથિયા ચડો

હા જો તમારું ઘર 20માં માળે હોય તો અમે અપેક્ષા નહીં રાખીએ કે તમે 20 માળ ચડીને તમારા ઘરે જાઓ, પણ તમે ઓછામાં ઓછા 2 કે ત્રણ માળ તો ચડી જ શકો છો. તમને ખ્યાલ પણ નહીં આવે અને તમે તેટલા પગથિયા ચડી જશો. અને તેમ કરવાથી તમારા પગમાં લોહીનો પ્રવાહ વધશે.

8. ફળોના જ્યુસ પીવા કરતાં ફળો ખાવાનું રાખો

ફળોના રસ પીવા કરતાં ફળોને આખા ખાવા વધારે હિતાવહ છે. આખા ફળોમાં કેટલાક હૃદયને લાભકર્તા ફાયબર્સ હોય છે, જે ફળના રસમાં સદંતર ગાયબ થઈ જાય છે. વધારામાં ફળોના રસ પીવા કરતા ફળો ખાવાથી તમારું પેટ જલદી ધરાઈ જાય છે.

9. રોજ રાત્રે થોડાં વહેલા સુવો

અમે જાણીએ છીએ કે તમારી ફેવરીટ સીરીયલનો એક્સ્ટ્રા એપિસોડ તમને મોડે સુધી જાગવા માટે લલચાવે છે, અને ફોન પર મોડે સુધી વાતો કરવી પણ તમને વધારે ગમતી હશે. પણ થોડું વહેલા સુવાથી તમને લાંબાગાળે ફાયદો રહેશે. તે તમને માત્ર વજન ઘટાડવામાં જ મદદ નહીં કરે પણ વહેલા સુવાથી તમે સવારે એકદમ તાજા ઉઠો છો. રોજ માત્ર દસ-દસ મીનીટ વહેલા સુવાની ટેવ પાડવાથી તમે ધીમે ધીમે રાત્રે ઉંઘવાના આદર્શ સમય સુધી પહોંચી જશો. આમ કરવાથી તમે તમારા ઉર્જાના સ્તર પર પણ અસર થતી જોશો.

10. રોજ ધ્યાન કરવા માટે થોડો સમય ફાળવો

રોજ માત્ર 10 જ મીનીટ એકાંતમાં શૂન્ય મગજે બેસવાની ટેવ પાડો. તમારા મગજમાંથી બધા જ વિચારો દૂર કરી દો અને તમારા શ્વાસોચ્છ્વાસ પર કેન્દ્રીત થાઓ. દીવસની શરૂઆત કરવા માટે આ એક ઉત્તમ ઉપાય છે અને તેમ કરવાતી તમારા મગજમાંનો કચરો પણ દૂર થશે. તમે પોતાની જાતને સમગ્ર દીવસ દરમિયાન ઉર્જાશીલ અને તાજગીપૂર્ણ અનુભવશો.

error: Content is protected !!
Exit mobile version