Wednesday, May 6, 2026

જલારામ ફૂડ હબ – Jalaram Food Hub

દેશી વાનગીઓ શીખો સરળ અને પરફેક્ટ રીતે, સાથે જાણો અવનવી જાણવા જેવી વાતો અને માહિતી.

Interestingબૉલીવુડ અપડેટ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની બ્રહ્માસ્ત્ર માટે ફિલ્મ ડાયરેક્ટર અયાન મુખર્જીએ કહી દીધી આવી વાત.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની બ્રહ્માસ્ત્ર હમણાં પોતાની કમાણીને લીધે ખૂબ ચર્ચામાં છે. તમને ખબર જ હશે કે આ ફિલ્મ એ ત્રણ ભાગમાં પૂરી થશે. પહેલા ભાગની ફિલ્મના અંતમાં બ્રહ્માસ્ત્રના બીજા ભાગની જાહેરત કરવામાં આવી છે. આ પછીથી લોકો અંદાજ લગાવી રહ્યા છે કે હવેના બીજા ભાગમાં કયો અભિનેતા લીડ રોલમાં દેખાશે એટલે કે બધાને જ આ સવાલ થઈ રહ્યો છે કે આવનાર બીજા ભાગમાં કોણ દેવની ભૂમિકા નિભાવશે.

અનેક લોકો આ બાબતે ચર્ચા કરી રહ્યા છે ત્યારે આ ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખર્જીનો એક ઇંટરવ્યૂ વાઇરલ થઈ રહ્યો છે. આ ઇંટરવ્યૂમાં તેમણે આ ફિલ્મના બીજા ભાગ વિષે થોડી વાતો જણાવી છે. આ ઇંટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે તેમનો ટાર્ગેટ છે કે બ્રહ્માસ્ત્ર ભાગ 2 એ ડિસેમ્બર 2025 સુધી રીલીઝ કરી દેશે. જો કે આ ફિલ્મની કોઈ તારીખ હજી જાહેર કરવામાં આવી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારો ટાર્ગેટ છે કે અમે આ ફિલ્મને બનાવવા માંગીએ છીએ અને હવે ત્રણ વર્ષ પછી તેને રીલીઝ કરવા માંગીએ છે.

ફલ્મના પહેલા ભાગમાં ઘણો સમય લાગી ગયો પણ હવે અમે એ પણ શીખી લીધું છે કે આવી ફિલ્મો કઈ રીતે બનાવવામાં આવે છે.’ અયાનની વાત પરથી અંદાજ લગાવી શકાય છે કે આ પહેલા ભાગને રીલીઝ થવામાં ઘણા વર્ષો થઈ ગયા જો કે વચ્ચે કોરોના પણ આવીને ગયો. એટલે હવે તેમને પણ આવી ફિલ્મો બનાવવાનો અને તેને વધુ ઝડપી રીલીઝ કરવાનું ફાવી ગયું છે. એટલે એવું માની શકીએ આ ફિલ્મના બીજા ભાગના રીલીઝમાં આટલો સમય નહીં લાગે.

અયાનએ વધુમાં જણાવ્યું છે કે બીજા ભાગની સ્ક્રિપ્ટ પર પહેલા ભાગથી જ કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે આ પહેલાથી જ ઘણી સુધારણામાંથી પસાર થઈ રહી છે. કોરોનાના સમયએ તેમણે આની પર કામ કર્યું છે. જો કે તેમણે કહ્યું કે તેનો કોઈ નક્કી સમય નથી કે બીજો ભાગ ક્યારે ફ્લોર પર આવશે. ડાયરેક્ટરના કહેવા પ્રમાણે ફિલ્મનું ફ્લોર પર આવવું એટલું જરૂરી નથી જેટલી તેના પછીની વાતો હોય.

અયાન જણાવે છે કે ‘ફ્લોર પર શૂટિંગનો અર્થ થાય છે શૂટિંગ પણ અસલમાં આ રીતની ફિલ્મ ઉપર પ્રી-પ્રોડક્શન, વીએફએક્સ પર કામ અને તે પછીનું કામ પણ એટલું જ મહત્વપૂર્ણ હોય છે. જ્યારથી તમે શુટ કરો છો.’ તમને જણાવી દઈએ કે અયાનએ આ ફિલ્મ પર બહુ લાંબા સમય સુધી કામ કર્યું છે. આ ફિલ્મના વીએફએક્સથી લઈને તેના ડાયરેક્શન સુધીના તેમના કામના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

error: Content is protected !!
Exit mobile version