તમારી રાશિ અનુસાર કરશો ઇષ્ટદેવની આરાધના, મળશે સુખ શાંતિ અને સમૃદ્ધિ.
જાણો તમારી રાશિ અનુસાર કોણ છે તમારા ઇષ્ટ દેવ
આમ તો સનાતન ધર્મ સાથે સંબંધ ધરાવતો દરેક વ્યક્તિ તેની ઈચ્છા અને શ્રદ્ધા અનુસાર કોઈપણ દેવી દેવતાઓની આરાધના કરી શકે છે. તેમ છતાં ઇષ્ટ દેવની પૂજાનું ખાસ મહત્વ હોય છે. પણ ઘણા લોકો હોય છે જેમને એમના ઇષ્ટ દેવ ખબર નથી હોતા. તો આ વીડિયોમાં અમે તમેં તમારી રાશિ અનુસાર તમારા ઇષ્ટદેવ કોણ છે તે જણાવીશું.
ધાર્મિક માન્યતાઓ અનુસાર ઇષ્ટ દેવની પૂજા કરવાથી વ્યક્તિને સારા અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
મેષ અને વૃશ્ચિક
મેષ અને વૃશ્ચિક રાશિના સ્વામી ગ્રહ મંગળ છે એટલે એ બન્ને રાશિના લોકોના ઇષ્ટદેવ હનુમાનજી અને રામજી છે.
વૃષભ અને તુલા
વૃષભ અને તુલા રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે અને એટલે એમની ઇષ્ટ દેવી દુર્ગા માતા છે, આ રાશિના જાતકોએ એમની આરાધના કરવી જોઈએ.
મિથુન અને કન્યા
મિથુન અને કન્યા રાશિનો સ્વામી ગ્રહ બુધ છે અને એટલે એમના ઇષ્ટ દેવ ગણપતી બાપ્પા અને વિષ્ણુ ભગવાન છે અને એમને એમની પૂજા કરવી જોઈએ.
કર્ક
કર્ક રાશિનો સ્વામી ગ્રહ ચંદ્ર છે અને આ લોકોના ઇષ્ટ દેવ શંકર ભગવાન છે. એમની પૂજાથી ખાસ ફળ પ્રાપ્તિ થાય છે.
સિંહ
સિંહ રાશિનો સ્વામી ગ્રહ સૂર્ય છે અને એમના ઇષ્ટ દેવ હનુમાનજી અને ગાયત્રી માતા છે.
ધન અને મીન
ધન અને મની રાશિનો સ્વામી ગ્રહ ગુરુ છે અને એમના ઇષ્ટ દેવ વિષ્ણુ ભગવાન અને માતા લક્ષમી છે.
મકર અને કુંભ
મકર અને કુંભ રાશિનો સ્વામી શનિ છે એટલે એમના ઇષ્ટ દેવ હનુમાનજી અને શંકર ભગવાન છે. એમની પૂજાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. તમને જણાવી દઈએ કે ઇષ્ટદેવની ઓળખ કુંડળીમાં પાંચમા ભવ પરથી કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રનું માનીએ તો તમારી જન્મ તારીખ, તમારા નામના પહેલા અક્ષરની રાશિ કે જન્મ કુંડલિની રાશિના આધારે ઇષ્ટદેવની ઓળખ કરી શકાય છે.
અરુણ સંહિતા જેને લાલ કિતાબ તરીકે પણ ઓળખવામાંઆવે છે એના અનુસાર વ્યક્તિના પૂર્વ જન્મમાં કરેલા કર્મના આધારે ઇષ્ટ દેવતાનું નિર્ધારણ થાય છે અને એટલા માટે જન્મ કુંડળી જોવામાં આવે છે. કુંડળીના પંચમ ભાવ ઇષ્ટનો ભાવ ગણાય છે. આ ભાવમાં જે રાશિ હોય છે એના ગ્રહના દેવતા જ આપણા ઇષ્ટદેવ કહેવાય છે. ઇષ્ટ દેવની પૂજા કરવાથી એ ફાયદો થાય છે કે કુંડળીમાં ભલે કેટલાય પણ ગ્રહ દોષ કેમ ન હોય પણ જો ઇષ્ટ દેવ પ્રસન્ન છે તો આ બધા દોષ વ્યક્તિને વધારે હેરાન નથી કરતા.
વિડિઓ :
યુટ્યુબ ચેનલ : ધર્મ શિવા
નોંધ : ધર્મની વાતો અનેક લોકો સુધી પહોંચે એ માટે આ એક નાનકડો પ્રયત્ન કર્યો છે. દરરોજ આવી અનેક અવનવી અને જાણવા જેવી વાતો દરરોજ સવારમાં વાંચવા માટે લાઈક કરો અમારું પેજ. ફરી મળીશું કોઈ નવી માહિતી સાથે. જય શ્રીકૃષ્ણ.