દીકરી તેના જીવનમાં જ્યારે માતા બને છે ત્યારે જે બદલાવ આવે છે એ તમને આ દીકરી ખૂબ સારી રીતે સમજાવશે.
દીકરી આ શબ્દ જ કેટલો સુંદર છે. સમય સાથે સાથે દીકરીને પણ કેવા અલગ અલગ પાત્ર ભજવવા પડતાં હોય છે. એક ઘરમાં જ્યારે કોઈ બાળકીનો જન્મ થાય છે તો તે જન્મે તો છે એક દીકરી તરીકે પણ સમય જતાં તે અનેક અલગ અલગ પાત્રોમાં ઢળી જતી હોય છે. સમય સાથે તે થોડી મોટી થતાં સ્કૂલમાં જવા લાગે ત્યારે તેના મિત્રો બને છે અને તે એકબીજાને મદદ રૂપ થતી એક સારી મિત્ર બને છે.
આ પછી તે થોડી યુવાન થાય છે એટલે પછી તે કોલેજ કે પછી આગળ વધુ ભણવા માટે બહાર જતી હોય છે. ત્યારે તેના જીવનમાં ઘણા બધા લોકો આવતા હોય છે. તેના જીવનમાં ઘણા મિત્રો આવે છે અને બની શકે તે સમયએ તેના જીવનમાં કોઈ ખાસની એન્ટ્રી પણ થતી હોય છે. આ પછી સમય આવે છે કે દીકરીના જીવનમાં તેના જીવનસાથીની એન્ટ્રી થાય. ત્યારે એ દીકરી પ્રિયતમાની જવાબદારી સંભાળે છે.
જો દીકરી પોતાના પર્સનલ લાઈફ સાથે કારકિર્દી બનાવવાનું પણ વિચારે છે તો ત્યારે તે તેના કાર્યક્ષેત્રમાં એક બોસ, એક કર્મચારી પણ બને છે. આ સાથે તે ઓફિસમાં કામ કરતાં બાકીના કર્મચારીઓ માટે સપોર્ટર પણ બને છે અને ઘણીવાર કોઈ બીજાની ભૂલને લીધે તેને ઘણીવાર ગુનેગાર પણ બનવું પડતું હોય છે.
આ બધા પડાવ પછી એક દીકરીના જીવનમાં સૌથી મોટો પડાવ આવે છે જ્યારે તે એક બાળકની માતા બને છે. દીકરી જ્યારે માતા બને છે ને ત્યારે તેના જીવનમાં ઘણુંબધુ બદલાઈ જતું હોય છે. તમને કહું દીકરીના જીવનમાં જ્યારે બાળક આવતા જે પરિવર્તન આવે છે એ પરિવર્તન દીકરીને ખૂબ ગમતું હોય છે.
સોશિયલ મીડીયા પર ઘણા બધા લોકો આજકાલ વિડીયો શેર કરતાં હોય છે તેમાં ઘણા વિડીયો ખૂબ ક્રિએટિવ હોય છે. આજે એવો જ એક વિડીયો મી ઇન્સ્ટાગ્રામ પર જોયો હતો. વિડીયો જોઈને મને મારી જ યાદ આવી ગઈ. આ વિડીયો જોઈને દરેક માતા બનેલ દીકરીને પણ પોતાની યાદ આવી જશે.
વિડીયોમાં એક યુવતી છે જે બાળકના જન્મ પછી તેના જીવનમાં આવેલ બદલાવ વિષે વાત કરી રહી છે. વિડીયોમાં યુવતી તેની વાત કરી રહી છે. તે કહી રહી છે કે, ‘એક સમય હતો જ્યારે તે આખા ઘરમાં રૂટિન લાઈફમાં પણ વાળ ખુલ્લા રાખીને ફરતી હતી. જ્યારે આજે એવો સમય છે કે તે જો ક્યાંય લગ્નમાં પણ જવાનું હોય છે તો પણ અંબોડો વાળીને જઈ આવે છે.’
આનું કારણ એ છે કે હવે તેના ખભા પર ખુલ્લા વાળ માટે જગ્યા નથી. હવે તેના ખભા પર એ ખુલ્લા વાળની જગ્યા કેટલીક જવાબદારી આવી ગઈ છે. આ પછી વિડીયોમાં તે યુવતી પાસે એક નાનકડું બાળક દેખાય છે. આ પરથી અંદાજ લગાવી શકાય છે કે આ દીકરી હમણાં જ માતા બની છે અને હવે તેના ખભે એક બાળકની જવાબદારી આવી ગઈ છે.
તમે પણ આ વિડીયો જોઈને તમારી દીકરી કે પછી તમે જ્યારે દીકરી હતા એ સમયની કેટલીક યાદ તમને આવી હોય તો અમને કોમેન્ટમાં જણાવજો. આ વિડીયો તમે પણ જુઓ અને તમારા પ્રતિભાવ જરૂર જણાવજો. મિત્રો એક હેલ્પ જોઈએ છે મારુ આ પેજ હજી ખૂબ નાનું છે. મારે બને એટલા વધુ લોકોની મદદથી આ પેજ આગળ વધારવું છે તો તમે તમારા મિત્રોને મારુ આ પેજ લાઇક અને ફોલો કરવા માટે જરૂર કહેજો. હું તમને અહિયાં આવી ઘણી વાતો જનવીશ. તમે પણ તમારી ખાસ અને બધાને જણાવવા જેવી વાતો મને જણાવજો.
દરરોજ આવી અવનવી રસપ્રદ માહિતી, જાણવા જેવી માહિતી, ટેસ્ટી વાનગીઓ અને બીજું ઘણું બધુ શીખવા અને જાણવા અમારું પેજ લાઇક જરૂર કરજો.