વરસતા વરસાદમાં ફૂડ ડિલિવરી મેનનો આ વિડીયો તમને પણ ભાવુક કરી દેશે.
સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા બધા વિડીયો શેર થતાં હોય છે. તેમાંથી ઘણા વિડીયો આપણે વારંવાર જોવા પસંદ કરતાં હોઈએ છે તો ઘણા વિડીયો એવા પણ હોય છે જે જોઈને આપણને એમ થાય કે કયા આવા વિડીયો જોઈ લીધો. અમુક વિડીયો તો આપણને જોઈને એમ થાય કે લોકો કેમ આવો સમય બગાડતાં હશે.
પણ લગભગ એ વિડીયો એવા હોય છે જેમાં અમુક લોકોએ ખૂબ ઓવરએક્ટિંગ કરી હોય છે. પણ સોશિયલ મીડિયા પર બધા જ વિડીયો એક સરખા નથી હોતા. આજે એક એવા જ વિડીયોની વાત હું તમારા માટે લઈને આવી છું. તમે પહેલા આ નીચે ઇન્સ્ટાગ્રામનો જએ વિડીયો બતાવ્યો છે એ જોઈ લો.
તમે ઘણા બધા સફળ લોકોની પ્રેરણાદાયી કહાની જાણી અને સાંભળી હશે. જેમાં આપણને શીખવા મળે છે કે દરેક વ્યક્તિને જીવનમાં સફળતા મેળવવા ઘણી મહેનત કરી હોય છે. અને સંઘર્ષ પછી તેઓ સફળતા મેળવે છે અને આજે તેઓ ટોપ પર પહોંચ્યા છે. પણ દરેક મહેનત કરવાવાળો વ્યક્તિ એ સફળ થવા માટે જ કે પછી સૌથી અમીર બનવા કે પછી નામના કરવા માટે મહેનત નથી કરતો.
પણ આજના સમયમાં તો કોઈ વ્યક્તિ એ ઘરના ખર્ચ, બાળકોના ભણતર અને દવાખાનાના ખર્ચને પહોંચી વળવા માટે જ મહેનત કરતો હોય છે. અમુક મહેનત કરવાવાળા વ્યક્તિની પરિસ્થિતિનો આપણે અંદાજ પણ લગાવી શકતા નથી કે તે કેટલી મુશ્કેલીમાં હશે. આપણે જ્યારે રસ્તા પર ક્યાંય જતાં હોઈએ છે ત્યારે ઘણા એવા લોકો જોવા મળતા હોય છે જે ખૂબ મહેનત અને મજૂરી કરતાં હોય છે.
આ મહેનતુ લોકોના ચહેરા પર એક સ્માઇલ હોય જ છે પણ એ સ્માઇલની પાછળ છુપાયેલ દર્દ કે દુખ કે પછી મજબૂરી કોઈ જાણી નથી શકતું. ઉપર દર્શાવેલ વિડીયો જોઈને આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે વ્યક્તિના જીવનમાં કેટલી મુશ્કેલીઓ અને દર્દ હશે. તમે પણ ઘણીવાર કેટલાક લોકો પાસેથી કોઈ વસ્તુ ખરીદતા હશો ત્યારે તે વ્યક્તિની સ્થિતિ કેવી છે તે જોઈને આપણે અંદાજ લગાવી શકીએ.
ઘણા લોકો હોય છે જએ ચહેરા પર મુસ્કાન રાખીને બસ પોતાનું કામ કરતાં હોય છે. તેઓ બસ ફક્ત અમુક પૈસા કમાઈને ઘરમાં બધી જરૂરિયાત પૂરી કરે અને બાળકોને સારું ભણાવી શકે એ જ આશય હોય છે. ઉપર આપેલ વિડીયોનું દ્રશ્ય તો ભાવુક કરવાવાળું છેજ સાથે સાથે તે વિડીયોમાં સેટ કરવામાં આવેલ ગીત તેનાથી પણ વધુ ભાવુક છે.
મિત્રો એક અપીલ કરું છું. તમને યોગ્ય લાગે અને તમે સમર્થ છો તો આટલું કરજો. જ્યારે પણ કોઈ ગરીબ અને મજબૂર વ્યક્તિને તમે કોઈ વસ્તુ વેચતા જુઓ તો તેની પાસે ભાવતાલ કરશો નહીં. તમારા તરફથી મળેલ પૈસાથી તેનું અને તેના પરિવારનું પેટ ભરાવવાનું છે. જો આ ના કરી શકો તો તમારા ઘરે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કુરિયર આપવા કે પછી ફૂડ ડિલીવર કરવા માટે આવે તો તેને પાણી માટે જરૂર પૂછજો. અને એમાં પણ જ્યારે તે વ્યક્તિ કહે ને કે મેડમ કે સર એપ પર રેટિંગ આપી દેજો. ત્યારે બને ત્યાં સુધી પ્રયત્ન કરો કે તમે તેને 5 સ્ટાર આપો બની શકે તમારા 5 સ્ટારથી તેનું કામ બની જાય.
તમે પણ આવા કોઈ વ્યક્તિને જોયો હોય કે પછી રસ્તા પર જુઓ તો કશું ના કરીએ તો તેના ચહેરા પર એક સ્માઇલ લાવવાનું કામ પણ જરૂર કરજો. દરરોજ આવી અવનવી માહિતી અને વાઇરલ વિડીયોની વાતો જાણવા મારુ પેજ ફોલો કરજો. તમારા પરિવાર અને મિત્રોને પણ આ પેજ ફોલો કરવા જણાવજો. બાકી આવી જ અવનવી વાતો લઈને ફરી મળીશ.