છાતીમાં થતાં દુખાવાને હળવાશથી લેશો નાહી, આ ગંભીર સમસ્યા હો શકે છે.

આજે લોકો જે રીતની લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છે તેને લીધે તેમને સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યા થવાની સંભાવના વધી જાય છે. ઘણીવાર એવું થાય છે કે કોઈ વ્યક્તિને ખૂબ જ જોરથી છાતીમા દુખાવો થાય અને તેને તે હાર્ટ એટેક સમજીને હેરાન થઈ જતો હોય છે. એ હકીકત છે કે હાર્ટ એટેક આવવા પર છાતીમાં દુખાવો થાય છે પણ દરવખતે થતો છાતીનો દુખાવો હાર્ટ એટેક નથી હોતો. આજે અમે તમને છાતીમાં થતાં દુખાવાના કરણ વિષે જણાવી રહે છે.

પેટમાં ગડબડ : પેટમાં ગાડપડ, અપચો અને ગેસના કારણે થાય છે. જ્યારે તમે કોઈપણ ગણતરી વગર ખાઈ લો છો ત્યારે તેનાથી પેટમાં એસિડિટી થાય છે અને પિત્તની કોથળીમાં ગેસ બનીને છાતી તરફ જાય છે જેના લીધે છાતીમાં દુખાવો થતો હોય છે.

ફેફસામાં સમસ્યા : કેટલાક લોકો જ્યારે ખાંસી, છીંક કે શ્વાસ લે ત્યારે છાતીમાં દુખાવાની ફરિયાદ કરે છે. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે, તો સંભવ છે કે તમારા ફેફસામાં કોઈ સમસ્યા છે. જો કે, ટીબીની સમસ્યા હોય તો પણ છાતીમાં દુખાવો થઈ શકે છે.

સોજો આવે : તમને કદાચ ખબર નાહી હોય પણ ક્યારેક ક્યારેક છાતીની અંડરની દીવાલ પર સોજો આવી જતો હોય છે. આ સોજો ખૂબ ગંભીર હોય છે તેના લીધે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે અને તેના લીધે જ છાતીમા દુખાવો થતો હોય છે.

હાર્ટ એટેક : છાતીમા દુખાવો થવાનું મુખ્ય કારણ હાર્ટ એટેક પણ હોય છે. જો તમને છાતીમાં ડાબી બાજુ દુખાવો થઈ રહ્યો છે તો આ હાર્ટ એટેક થવાનું કારણ હોઇ શકે છે.

બીજા કારણ : છાતીમાં દુખાવો થવાનું બીજું કારણ એ હોઇ શકે છે જેમ કે પાંસળીઓ તૂટી જવી, માંસપેશિયોમાં દુખાવો અથવા ફ્રેકચરને લીધે નસો પર દબાણ વધે છે અને વ્યક્તિની છાતીમાં દુખાવો શરૂ થઈ જતો હોય છે.

આ ઉપાય કરો.

છાતીમાં દુખાવો થવા પર સૌથી પહેલા જરૂરી છે કે તમે એકવર ડૉક્ટરને જરૂર મળો. જો સામાન્ય કારણ કે લક્ષણ હોય તો તમે ઘરગથ્થું ઉપાય કરી આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

લસણ એ હ્રદય માટે ખૂબ સારું માનવામાં આવે છે. તેનું સેવન કરવા માટે એક કપ હૂંફાળા પાણીમાં એક ચમચી લસણનો રસ ઊમરો આ સાથે દરરોજ સવારમાં લસણના અમુક ટુકડા ચાવી પણ શકો છો.

એલોવેરા જ્યુસનું સેવન કરવાથી હૃદય સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મળે છે. તે કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમને મજબૂત કરવામાં, સારા કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં, ટ્રાઇગ્લિસરાઇડનું સ્તર ઘટાડવામાં અને બ્લડ પ્રેશર ઘટાડવામાં પણ મદદ કરે છે. દિવસમાં એક કે બે વાર એલોવેરા જ્યુસનું સેવન કરો.

જો અપચો કે પેટ ફૂલવાને કારણે છાતીમાં દુખાવો થતો હોય તો ગરમ પીણું પીવાથી આરામ મળશે. તમે એક કપ ગરમ હર્બલ ચા અથવા કોઈપણ ગરમ પીણું પી શકો છો. ગરમ પીણાં પેટનું ફૂલવું અને અપચો ઘટાડીને હૃદયને સ્વસ્થ રાખે છે.

error: Content is protected !!
Exit mobile version