મકાઈનું પંજાબી શાક – પનીરના શાકને પણ ભુલાવી દે એવું ટેસ્ટી શાક.

મકાઈનું પંજાબી શાક

પંજાબી એ એક એવું મેનુ છે જે લગભગ દરેકને પસંદ આવતું હોય છે. ઘરમાં નાના હોય કે મોટા દરેકને ગ્રેવીવાળું પનીરનું શાક અને તંદુરી બટર રોટી પસંદ હોય છે. આજકાલ લગભગ બધા જ પંજાબી પનીરના શાક ઘરે બનાવીને ખાતા જ હોય છે. હવે બધે હોટલમાં પણ પંજાબી શાક સાથે અનેક વેરાયટીના અખતરા કરેલા જોવા મળતા હોય છે. પણ આજે હું તમારી માટે લાવી છું એક અલગ પંજાબી શાક.

અમેરિકન મકાઈ એ આજે દરેક માર્કેટમાં ફ્રેશ મળે જ છે તો આજે આપણે અમેરિકન મકાઈના ઉપયોગથી બનાવીશું એક ટેસ્ટી અને મસાલેદાર શાક. આની માટે તમારે પૂર્વ તૈયારી રૂપે ફક્ત મકાઈના દાણા અલગ કરવાના છે. આ શાકમાં તમે તેજાના મસાલા પણ ઉમેરી શકો છો પણ મારા ઘરમાં એવું શાક કોઈને પસંદ નથી એટલે હું આમ જ સરળ અને ટેસ્ટી શાક બનાવું છું તમે પણ તેજાના વગરનું બનાવજો ખુબ સ્વાદ આવશે અને ઘરમાંથી વારંવાર ફરમાઈશ પણ આવશે આ શાક બનાવવા માટે.

સામગ્રી

  • મકાઈ
  • હળદર
  • ગરમ મસાલો
  • ધાણા જીરું પાવડર
  • લીલું મરચું
  • આદુ
  • ડુંગળી
  • લાલ મરચું
  • જીરું
  • હિંગ
  • તેલ
  • લીલા ધાણા

રીત

1- સૌથી પહેલા એક કડાઈ લઈ લઈશું.તેમાં બે થી ત્રણ ચમચી તેલ લઈશું.હવે વઘાર માં નાખવા માટે બે લીલા મરચા અને એક મોટી સાઇઝ ની ડુંગળી લઈશું.આદુ પણ તમે આમાં નાખી શકો છો.

2- હવે તેને મિક્સર માં ક્રશ કરી લઈશું.થોડું નાનું મોટું રહે તેવું ક્રશ કરી લઈશું.હવે તેલ ગરમ થઇ ગયું છે તો તેમાં અડધી ચમચી જીરુ નાખીશું.હવે તેમાં ચપટી હિંગ નાંખીશું.

3- હવે તેમાં ડુંગળી ને મરચા ક્રશ કરેલા હતા તે એડ કરીશું.હવે તેને ધીમા ગેસ પર થવા દઈશું.હવે તે જ કપ માં મકાઈ ને ક્રશ કરી લઈશું.હવે ડુંગળી સરસ ગોલ્ડન થઈ ગઈ છે તો તેમાં મસાલા કરીશું.

4- હવે તેમાં અડધી ચમચી હળદર નાખીશું.અને થોડો ગરમ મસાલો નાખીશું.ત્યારબાદ એક નાની ચમચી લાલ મરચું નાખીશું.ત્યારબાદ એક ચમચી ધાણજીરૂ પાવડર નાખીશું.હવે બધું સરસ મિક્સ કરી લઈશું.

5- હવે આપણે તે ક્રશ કરી હતી મકાઈ તે એડ કરીશું.હવે તેને હલાવી લઈશું.હવે તે જ મિક્સર જાર માં અડધા કપ જેટલું પાણી નાખી મિક્સ કરી લઈશું.હવે તેમાં ટેસ્ટ મુજબ મીઠું નાખીશું.

6- હવે ધીમા ગેસ પર ઢાંકી કુક કરી લઈશું.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણું મકાઈ નું શાક તૈયાર થઈ ગયું છે.હવે તેમાં થોડા લીલા ધાણા નાખીશું.અને ગેસ બંધ કરી દઈશું.આ શાક ને તમે પરોઠા સાથે, રોટલી સાથે પણ સૌ કરી શકો છો.હવે તેને ઢાંકી રાખીશું તો તેલ બધું ઉપર આવી જશે.અને એકદમ ટેસ્ટી મકાઈ નું શાક તૈયાર છે. તો તમે પણ આ રીતે જરૂર થી બનાવજો.

વિડિઓ રેસિપી :

YouTube video player

error: Content is protected !!
Exit mobile version