બ્રેડ પોટેટો રોલ – બધાની હોટ ફેવરિટ વાનગી ફટાફટ બની જશે.

સ્કૂલો ફરીથી શરૂ થઈ ગઈ છે અને હવે બાળકો પણ દરરોજ સ્કૂલથી આવીને કોઈને કોઈ નવી વાનગી ખાવા માટે ફરમાઇશ આવતી જ હોય છે. આજે અમે તમારા માટે એવી જ એક વાનગીની રેસીપી તમારા માટે લાવ્યા છીએ જે ઘરમાં નાના મોટા બધાને ખૂબ પસંદ આવશે અને આ વાનગી તમે નાસ્તામાં કે પછી તમને રાત્રે જમવામાં ફાવે તો પણ લઈ શકો છો.

આ વાનગીનું નામ છે બ્રેડ પોટેટો રોલ. આ વાનગી બનાવવી બહુ સરળ છે. જો બાળકો એકની એક સેન્ડવીચ ખાઈને કંટાળી ગયા છે તો તેમને આ નવીન વાનગી બનાવી આપજો. ચાલો તમને સૌથી પહેલા જણાવી દઈએ આ વાનગી બનાવવા માટેની જરૂરી સામગ્રી.

  • 4 થી 5 પીસ બ્રેડ
  • 2 બાફેલા બટેકા
  • 1 જીણી સમારેલી ડુંગળી
  • થોડા લીલા ધાણા
  • 1 ચમચી લાલ મરચું
  • 1 ચમચી ધાણા પાવડર
  • અડધી ચમચી ગરમ મસાલો
  • અડધી ચમચી ચાટ મસાલો
  • સ્વાદ અનુસાર મીઠું
  • 2 મોટી ચમચી મેંદો
  • અડધો કપ ઠંડુ પાણી

બ્રેડ પોટેટો બનાવવા માટેની સરળ અને પરફેક્ટ રીત.

1. સૌથી પહેલા બ્રેડને ચારે તરફથી કિનારા કટ કરી લેવા અને કાઢી નાખવું.

2. હવે વધેલ બ્રેડના ભાગને ગ્રાઈન્ડર મશીનમાં ક્રશ કરી લો આબે તેને અલગ પ્લેટમાં કાઢી લો.

3. હવે એક બાઉલમાં 2 બાફેલા બટાકા લઈ લો, તેમાં 1 જીણી સમારેલ ડુંગળી, થોડા લીલા ધાણા, લાલ મરચું, ધાણા પાવડર, ગરમ મસાલો, ચાટ મસાલો અને મીઠું સ્વાદ મુજબ ઉમેરો આ બધુ બરાબર મિક્સ કરી લો.

4. હવે બટેકાના મિશ્રણમાંથી લાંબા રોલ જેવી કટલેટ બનાવી લેવી.

5. હવે એક મોટા બાઉલમાં 2 ચમચી મેંદો અને અડધો કપ ઠંડુ પાણી ઉમેરી મિશ્રણ તૈયાર કરો.

6. હવે બધા કટ કરેલ બ્રેડને એક વેલણથી ચપટી કરી લેવી.

7. હવે ચપટ કરેલ બ્રેડ પર બટેકામાંથી બનાવેલ લાંબી કટલેટ મૂકો અને બ્રેડ સાથે તેનો રોલ બનાવી લો. હવે આ તૈયાર થયેલ રોલને મેંદાની સલરીમાં ભીનો કરો અને બ્રેડની સાઈડને ક્રશ કરીને રાખી હતી તેમાં તેને રગદોળી લો. આ રોલને બધી બાજુથી ક્વર કરી લો.

8. હવે બધા રોલ આ રીતે તૈયાર કરી લો. મધ્યમ ગેસ પર તેલ ગરમ કરો અને સોનેરી થાય ત્યાં સુધી ધીમા તાપે તળી લો.

9. હવે બધા રોલ તૈયાર થઈ ગયા છે. આને તમે ખાટી મીઠી ચટણી કે પછી સોસ કેચઅપ સાથે સર્વ કરો.

તમને અમારી આ રેસીપી કેવી લાગી અમને જણાવજો. આવી જ અવનવી રેસીપી માટે અમારું પેજ ફોલો કરજો.

error: Content is protected !!
Exit mobile version