લીંબુની છાલ હવે ફેંકશો નહીં આ રીતે કરો ઉપયોગ.
લીંબુ તો આપણાં બધાના ઘરમાં વપરાતું જ હોય છે. લીંબુ પાણી બનાવવામાં કે પછી ભોજનમાં પણ આપણે લીંબુ વાપરતા હોઈએ છે. કોઈપણ ભોજનના ટેસ્ટમાં લીંબુ એ ખૂબ સારી રીતે વધારો કરતો હોય છે.
તમને જણાવી દઈએ કે લીંબુ ભોજનના ટેસ્ટમાં તો વધારો કરે જ છે આ સાથે લીંબુ એ ઘરમાં ઘણી સાફ-સફાઇ કરવા માટે પણ કામ લાગે છે. સાફ-સફાઇ માટે આ એક બેસ્ટ સામગ્રી છે.
લીંબુની છાલ એ ખૂબ કામની વસ્તુ છે. એટલે હવે જ્યારે પણ તમે લીંબુને ઘરમાં વાપરો છો તો તેની છાલને ફેંકી દેશો નહીં. આ ખૂબ મેજિકલ વસ્તુ છે. આ ઉપાય વિષે તમને પહેલા નહીં ખબર પડી હોય. ચાલો તમને જણાવી દઈએ કે લીંબુને તમે કિચન ક્લીનર તરીકે કેવીરીતે વાપરી શકશો.
હમણાં સુધી તમે લીંબુના રસથી રસોડાની ઘણી સફાઇ થતી જોઈ અને સાંભળી હશે. પણ તેની છાલને ક્યારેય તમે વાપરી છે? ના તો પછી ચાલો તમને ક્લીનર બનાવતા શીખવી દઈએ.
સૌથી પહેલા તમને જણાવી દઈએ લીંબુની છાલથી ક્લીનર બનાવવા માટેની સામગ્રી
- 2-3 લીંબુની છાલ
- અડધો કપ સફેદ વિનેગર
- અડધો કપ પાણી
- સ્પ્રે બોટલ
ચાલો હવે તમને લીંબુની છાલથી ક્લીનર બનાવવા માટેની સરળ રીત જણાવી દઈએ.
1. સૌથી પહેલા લીંબુની છાલ ભેગી કરી લેવી. હવે તેને છીણીને એક પ્લેટમાં રાખવી.
2. હવે સ્પ્રે બોટલમાં પાણી અને વિનેગર મિક્સ કરો.
3. હવે છીણેલ લીંબુની છાલને તેમાં મિક્સ કરી લો અને બરાબર બધુ હલાવી લો આ પછી આ મિશ્રણને 1 કલાક માટે મૂકી દો.
4. હવે તમારું કિચન ક્લીનર તૈયાર થઈ ગયું છે. આને તમે કિચન કાઉન્ટર અને સ્લેબ પણ સાફ કરી શકો છો.
5. સાફ-સફાઇ કરવા માટે સૌથી પહેલા સ્પ્રે બોટલથી જે તે જગ્યા પર સ્પ્રે કરો અને પછી એક કપડાંથી તે જગ્યા સાફ કરી લો.