બ્રાહ્મણના માથામાં ચોટલી શા માટે હોય છે જાણો છો?

હિંદૂ ધર્મમાં બ્રાહ્મણ વર્ગના પુરુષો પોતાના માથા પર ચોટી રાખતાં હોય છે. પૂજા કરાવતાં પંડિતના માથા પર તો અચૂક ચોટી જોવા મળે છે. આ ચોટીને શિખા પણ કહેવામાં આવે છે. પરંતુ વર્તમાન સમયમાં ખૂબ ઓછા લોકો જાણતાં હશે કે આ ચોટી રાખવાનું કારણ શું છે? જી હાં બ્રાહ્મણોના માથાની શોભા એવી આ ચોટી રાખવાનું ખાસ મહત્વ છે.

પંડિતોના માથા પર શિખા રાખવા પાછળ ધાર્મિક તેમજ વૈજ્ઞાનિક કારણ છે. પહેલાના સમયમાં બ્રાહ્મણોના માથા પર લાંબી શિખા જોવા મળતી, આ શિખા લાંબી રહેતી અને તેમાં ગાંઠ બાંધવામાં આવતી. તો ચાલો હવે જાણીએ શિખા રાખવા પાછળના બે મહત્વના કારણ..

ધાર્મિક કારણ
હિંદૂ બ્રાહ્મણ બાળકોને જ્યારે જનોઈ પહેરાવવામાં આવે છે ત્યારે તેના વાળ ઉતારી તેમાં માત્ર એક ચોટી બાકી રાખવામાં આવે છે. એક માન્યતા છે કે બ્રાહ્મણ જ્યારે પૂજા કરે છે ત્યારે સૌથી પહેલા પોતાની ચોટીને પકડી તેને ફેરવે છે અને થોડી ખેંચે છે. રોજની સાધના પહેલા આ કામ તેઓ કરે છે. આમ કરવાથી સાધનામાં તેમનું ધ્યાન કેન્દ્રિત થાય છે અને સાધના સારી રીતે સંપન્ન થાય છે. એવી માન્યતા છે. આ ઉપરાંત માથા પર ચોટી રાખવાથી મનના તાપને નિયંત્રિત કરવામાં સરળતા રહે છે.

વૈજ્ઞાનિક કારણ
માથાના એકદમ મધ્ય ભાગમાં ચોટી રાખવામાં આવે છે. આ સ્થાનની નીચે જ આત્માનું સ્થાન હોવાની માન્યતા છે. ભૌતિક વિજ્ઞાન અનુસાર આ સ્થાન મસ્તિષ્કનું કેન્દ્ર સ્થાન છે. ચોટી રાખવાથી મસ્તિષ્કનું સંતુલન બની રહે છે. વળી ચોટી રાખવાથી આંખની રોશની પણ સારી રહે છે. આ સ્થાન શરીરના અંગ, બુદ્ધિ અને મનને નિયંત્રિત કરવામાં પણ મહત્વની ભૂમિકા ધરાવે છે. શિખા રાખવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે, તે બળશાળી અને તેજસ્વી રહે છે.

error: Content is protected !!
Exit mobile version