ઘરની કઈ દીવાલ પર 7 ઘોડાનું ચિત્ર લગાવશો? કેવું ચિત્ર કરવું જોઈએ પસંદ.

તમે પણ ઘણા ઘરમાં સાત ઘોડાનો ફોટો જોયો હશે. ઘણીવાર લોકો ઘરને સુંદર બતાવવા અને સજાવટ કરવા માટે આવી ઘણી પેન્ટિંગ્સ અને ફોટો ઘરની દીવાલ પર લગાવતા હોય છે. પણ ઘણીવાર લોકો આ ફોટો અને પેંટિંગ લગાવવા સમયે વાસ્તુનું કશું જ ધ્યાન રાખતા નથી. વાસ્તુ પ્રમાણે આ ઘોડાના ફોટો કે પેંટિંગને ઘરમાં લગાવવાથી ઘણા બધા લાભ થાય છે.

એવું માનવામાં આવે છે કે આ તસવીર ઘરમાં લગાવવી ખૂબ જ શુભ હોય છે. વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે ઘરમાં આવી તસવીર લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. તેનાથી ઘરમાં રહેતા લોકોને પ્રગતિ અને સફળતા મળે છે. જો કે, આ ચિત્ર લગાવવાના ફાયદાની સાથે તેના કેટલાક ગેરફાયદા પણ હોઈ શકે છે. પરંતુ આવું ત્યારે જ થાય છે જો તમે આ ચિત્રને યોગ્ય દિશામાં કે યોગ્ય રીતે ન લગાવો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સાત ઘોડાની તસવીર લગાવતા પહેલા તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે આ તસવીર ખરીદવાના સમયે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ફોટોમાં જે ઘોડા હોય તે લગામથી બંધાયેલ ના હોવા જોઈએ. આ સિવાય ઘોડાનું મુખ પ્રસન્ન હોવું જોઈએ. જો ફોટોમાં ઘોડા ક્રોધિત હોય તો તે ફોટો ક્યારેય ખરીદશો નહીં. ફોટો ખરીદવાના સમયે આ વાતોનું ખાસ ધ્યાન રાખો કે આ ફોટોમાં સાતે સાત ઘોડા સારી રીતે ચોખ્ખા દેખાતા હોય અને ઘોડા ભાગતા હોય એવું દેખાતું હોય.

હવે તમારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ તસવીર ઘરમાં ક્યાં લગાવવી યોગ્ય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, આવી તસવીર લગાવવા માટે પૂર્વ દિશા સારી માનવામાં આવે છે. તેથી, તમે તેને ઘરની પૂર્વ તરફની દિવાલ પર લગાવી શકો છો. આ તસવીર ઘરમાં બેઠકરૂમમાં લગાવવો જોઈએ. .

જો તમે આ તસવીર તમારી ઓફિસ કે બિઝનેસ પ્લેસ પર કેબિનમાં લગાવી રહ્યા છો તો ધ્યાન રાખો કે તસવીર એવી રીતે લગાવવી જોઈએ કે ઘોડા અંદરની તરફ આવતા દેખાય. વાસ્મુ શાસ્ત્ર અનુસાર આ ચિત્ર દક્ષિણની દિવાલ પર પણ લગાવી શકાય છે.

error: Content is protected !!
Exit mobile version