આસોપાલવની છાલનો ઉપયોગ કરીને છુટકારો મેળવી શકો છો આ મોટાભાગની સમસ્યાથી.
1. સફેદ સ્ત્રાવમાં ફાયદાકારક અશોકની છાલ : મહિલાઓમાં આ સમસ્યા વધારે જોવા મળે છે. લયુકોરિયાની સમસ્યાથી રાહત મેળવવા માટે તમે આ છાલનો ઉપયોગ કરી શકો છો. આની માટે પાણીમાં છાલ ઉમેરો અને તેને ઉકાળો. પછી આ પાણી અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળો અને પછી આ નવશેકું થઈ જાય પછી તેને પી શકો.
2. બવાસીર માટે ઉપયોગી : દરેક વ્યક્તિને લગભગ જીવનમાં એકવાર તો બવાસીર થતું જ હોય છે. આ છાલના ઉપયોગથી બવાસીરની મુશ્કેલીમાં રાહત મેળવી શકાય છે તેની માટે તમારે આ છાલનો એક ચમચી પાવડર લેવો, પછી તેમ મધ અને પાણી મિક્સ કરી લેવું. પછી તેને તમે ચાટી શકો છો. આ ઉપાય કરવાથી મળ ત્યાગ કરવામાં સરળતા રહે છે, બવાસીરનો દુખાવો થશે તેમાં પણ તમને રાહત થશે.
3. સ્કીન માટે ફાયદાકારક : અશોક વૃક્ષની છાલ સ્વાસ્થ્યની સાથે સ્કીન માટે પણ ફાયદાકારક છે. અશોકની છાલનો પાવડર લોહીને શુદ્ધ કરે છે, ત્વચાને ચમકદાર બનાવે છે. આ સાથે શરીરમાં એકઠા થયેલા ઝેરી તત્વો પણ બહાર નીકળી જાય છે, જેનાથી તૈલી, નિર્જીવ ત્વચામાંથી પણ છુટકારો મળે છે.
4. મહિલાઓને માસિક દરમિયાન થતાં દુખાવાથી રાહત મળશે : અશોકની છાલ મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. અશોકના ઝાડની છાલ પીરિયડ્સ દરમિયાન થતી પીડા, ખેંચાણને દૂર કરવામાં મદદરૂપ છે. પીરિયડ્સ દરમિયાન દુખાવો દૂર કરવા માટે તમે અશોકની છાલનો પાવડર લઈ શકો છો.
5. હાડકાં મજબૂત કરવા માટે : આ છાલમાં ફલેવોનોયડ્સ, ટૈનિન અને એનલજેસિક જેવા ઔષધીય ગુણ હોય છે. આ બધા તત્વોથી હાડકાં માટે ખૂબ જરૂરી હોય છે. આ છાલનો ઉપયોગ કરી તમારા હાડકાં ખૂબ મજબૂત થશે.
6. પેટની સમસ્યાથી જે લોકો પીડાતા હોય તેમણે આ છાલનો ઉપયોગ ખાસ કરવો જોઈએ. પેટમાં થતાં કીડા કે જેના લીધે ઇન્ફેકશન થતું હોય છે તેના માટે પણ આ છાલ ખૂબ ફાયદાકારક રહે છે. અપચો, કબજિયાત વગેરે જેવી પરિસ્થિતિમાં તે ફાયદાકારક રહે છે.
તમે અશોક વૃક્ષની છાલનો પાવડરના રૂપમાં પણ ઉપયોગ કરી શકો છો. જો તમે ઈચ્છો તો તમે ઘરે અશોક છાલનો બારીક પાવડર બનાવી શકો છો અથવા તમે તેને બજારમાંથી પણ લઈ શકો છો. સગર્ભા સ્ત્રીઓ અને હાઈ બ્લડ પ્રેશરવાળા દર્દીઓએ અશોક વૃક્ષની છાલનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત, જો તમે કોઈ અન્ય ગંભીર રોગથી પીડિત છો, તો આયુર્વેદિક ડૉક્ટરની સલાહ પર જ અશોકના ઝાડની છાલ લો.