કુદરતની આ એવી કરામત છે કે જોઈને તમારી આંખો પણ ચાર થઈ જશે.
દુનિયા કુદરતી સૌંદર્યથી ભરપુર છે. જેમાં અનેક રહસ્યમયી અને ચમત્કારી તેમજ વિચિત્ર જગ્યાઓનો અને વસ્તુઓનો સમાવેશ થાય છે. આજે આપણે દુનિયાની એવી જ વસ્તુઓ વિશે જાણકારી મેળવીશું જેને જોનાર કુદરતની કરામાત જોઈ આશ્ચર્યમાં પડી જાય છે. આ કરામાત છે કેટલાક ખાસ પ્રકારના ઝાડ, જી હાં દુનિયાના અલગ અલગ દેશમાં આવેલા આ ઝાડ જોવા માટે પ્રવાસીઓમાં આકર્ષણ હોય છે. આ ઝાડ પણ એવા જ છે કે જેને જોનારની આંખો આશ્ચર્યથી ચાર થઈ જાય છે.
ઓસ્ટ્રેલિયા રેનબો ટ્રી
ઓસ્ટ્રેલિયામાં આવેલું અને ઈન્દ્રધનુષના રંગ જેવું દેખાતું આ અનોખું ઝાડ રેનબો યૂકેલિપ્ટસ છે. આ ઝાડની સુંદરતા જોનાર દંગ રહી જાય છે.
આફ્રીકા, બાઓબાબ ટ્રી
આ લાંબા લાંબા ઝાડ ફોટોશોપની કલા જેવા દેખાય છે પરંતુ આ ઝાડ નકલી નહીં અસલી છે. જી હાં આફ્રીકાના મેડાગાસ્કરમાં 262 ફૂટની ઊંચાઈ ધરાવતાં આ ઝાડ જોવા મળે છે. તેની ખાસ બનાવટ તેને અન્ય ઝાડ કરતાં અલગ પાડે છે.
ડ્રેગન ટ્રી
આફ્રીકાના ઉત્તરી પશ્ચિમી કિનારે કૈનરી આયલેન્ડમાં ઉગતાં આ ઝાડની બનાવટ કુદરતી રીતે આવી જ હોય છે. આ આકાર અહીં આવતાં લોકોને પણ આશ્ચર્યમાં મુકી દે છે.
રહસ્યમયી વડ
ભારતના આંધ્રપ્રદેશના નાલગોંડામાં આવેલું આ ચમત્કારી વડનું ઝાડ ઘણું પ્રખ્યાત છે. આ ઝાડની ખાસ વાત એ છે કે તેની ઉપર કુદરતી રીતે પ્રાણીઓની આકૃતિઓ બની ગઈ છે.
કૈરોલિના એન્જલ ઓક ટ્રી
કૈરોલિનામાં આવેલું એન્જલ ઓક નામનું ઝાડ 300થી 400 વર્ષ જૂનું છે તે ઉંચાઈમાં 66 ફૂટ અને પહોળાઈમાં 25 ફૂટ જેટલું છે. આ ઝાડને જોવા માટે પ્રવાસીઓ દૂર-દૂરથી અહીં આવે છે.