વાઇરલ વિડીયોની વાતમાં આજે વાત એક મજબૂર નાનકડા બાળકની કે જે લારી પર કામ કરવા મજબૂર થયો છે.
સંઘર્ષ એ શબ્દ તો ફક્ત મધ્યમવર્ગી અને ગરીબ લોકો માટે જ બન્યો હોય એવું લાગે છે. આ બે વર્ગના લોકો જ એવા છે જેમને દરરોજ પોતાની અને પોતાના પરિવારની દરેક ઈચ્છા તો ના કહેવાય જરૂરિયાત કહેવાશે. હા તો આ બે વર્ગના લોકોએ પોતાના પરિવારની જરૂરિયાતને પૂરી કરવા માટે દરરોજ ખૂબ મહેનત કરવી પડતી હોય છે. આ લોકોનો સંઘર્ષ એ સંઘર્ષ છે જેનાથી તેમને સફળતા નથી જોઈતી તેમને તો ફક્ત તેમના પરિવારની નાની નાની ખુશીઓને પૂરી કરી શકે એ જ બહુ છે.
મધ્યમવર્ગી અને ગરીબ વર્ગના લોકો માટે તેમનો પરિવાર ખુશ અને સંતોષથી જીવે એ જ તેમની સફળતા છે. આ વર્ગના લોકોને તો સપના પણ અદાણી અને અંબાણી થવાના નથી આવતા હોતા. એવું નથી કે દરેક સરખા જ હોય છે ઘણા હોય છે જે ખૂબ આગળ વધવા માંગતા હોય છે અને એવા ઘણા હોશિયાર વ્યક્તિને પરિવાર તરફથી સપોર્ટ પણ ખૂબ મળતો હોય છે. ઘણા માતા પિતા પોતાના બાળકને આગળ વધારવા અને સફળ થવા માટે પેટે પાટા બાંધીને પણ તેને સપોર્ટ કરતાં હોય છે.
પણ ક્યારેય વિચાર્યું છે એવા બાળકોનું શું થતું હશે જ્યારે કોઈ સંતાનને માતા પિતાનો સપોર્ટ ના મળે અરે સપોર્ટ ના મળવાનો સવાલ જ નથી આવતો. ઘણા માતા પિતા ખૂબ મજબૂર હોય છે કે તેઓ ઈચ્છવા છતાં પણ પોતાના સંતાનને સપોર્ટ કરી શકતા નથી. આ ગરીબી બહુ ખરાબ વસ્તુ છે. વ્યક્તિને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે કોઈપણ કામ કરવા મજબૂર કરી દેતી હોય છે આ ગરીબી.
સોશિયલ મીડિયા પર અનેક મસ્તી અને મજાવાળા વિડીયો તમે આખો દિવસ જોતાં હશો. ઘણીવાર એવા વિડીયો પણ તમે જોતાં હશો જે જોઈને તમે પણ વિચારતા હશો કે આ વ્યક્તિ આટલી મહેનત કરી શકે તો તમે કેમ નહીં. મતલબ ઘણા વિડીયો જોઈને આપણને પ્રેરણા પણ મળતી હોય છે. આજે અમે એક એવા જ વિડીયો વિષે તમને જણાવી રહ્યા છે.
જો કે સોશિયલ મીડીયા પર આ વિડીયો હજી જોઈએ એટલા લોકો સુધી પહોંચ્યો નથી એટલે મારો પ્રયત્ન રહેશે કે તે વધુ થી વધુ લોકો સુધી પહોંચે. હવે વાત કરીએ આ વિડીયોની તો તમે જોઈ શકશો એક નાનકડો છોકરો છે જે એક લારી પર એક મોટા તવા પર કાઈક બનાવી રહ્યો છે. આ બાળકની આસપાસ ઘણા બીજા લોકો પણ જોવા મળી રહ્યા છે એ લોકો આ બાળકના ગ્રાહક જેવા લાગી રહ્યા છે. આ બાળક તવા પર નુડલ્સ બનાવી રહ્યો છે અને તેની લારી પર ચાઇનીઝ બનાવવા માટેની સામગ્રી જોવા મળી રહી છે અને પાસે બીજો એક ગેસ પડ્યો છે તેની પર પણ કોઈ વાનગી બની રહી હશે.
હવે વિચારો આ બાળકની એવી તો શું પરિસ્થિતિ હશે કે તેને આમ કામ કરવું પડે છે. આ બાળકની ઉમરના બાળકો તો બસ મસ્તી કરવાની ભાઈબંધો સાથે રમવાનું અને ભણવાનું એવું કરતાં હોય છે જ્યારે આ વિડીયોમાં દેખાડવામાં આવી રહેલ બાળકની વાત જ અલગ છે. આ વિડીયો હજી ફક્ત અમુક સો લોકો સુધી પહોંચી શક્યો છે. જરૂરી નથી બધાનો વિડીયો વાઇરલ જાય જ. તો આ બાળકના વિડીયોને લોકો સુધી પહોંચે એવું કરીએ.
હવે તમને જણાવી દઈએ કે આ વિડીયો ક્યાંનો છે અને આ બાળક વિષે વધુ માહિતી તો અમને નથી મળી પણ એવું નથી કે આ એક બાળકને જ મદદની જરૂરત છે. આવા ઘણા બાળકો હશે આપણી આસપાસ જેઓ આવું ઘણું કામ કરવા માટે મજબૂર હોય છે. તો જ્યારે પણ તમે આવા કોઈ મજબૂર બાળકને જુઓ તો તેને મદદ જરૂર કરજો. તમે પણ આવા કોઈ વ્યક્તિ કે જેને મદદની જરૂરત છે તેને જાણો છો તો તેમની વિગત ફોટો કે વિડીયો અમારી સાથે શેર કરો અમે પ્રયત્ન કરીશું લોકો સુધી તે માહિતી પહોંચાડવા માટે.
આવી જ રસપ્રદ અને જાણવા જેવી વાતો વાંચવા માટે અમારું પેજ જલારામ ફૂડ હબ લાઇક જરૂર કરજો. આભાર ફરી મળીશું આવા જ કોઈ રસપ્રદ વ્યક્તિની વાત લઈને.