ઘરમાં મની પ્લાન્ટ સાથે કરવામાં આવતી આ ભૂલો તમને ગરીબ બનાવી શકે છે.

વાસ્તુ શાસ્ત્રમાં વૃક્ષ-છોડને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. કહેવાય છે કે ઘરની અંદર અને બહારની બાજુ લગાવવામાં આવતા છોડ અલગ અલગ હોય છે. જો વાસ્તુ પ્રમાણે ઘરમાં છોડ લગાવવામાં ના આવે તો તેનું વિપરીત પરિણામ મળે છે.

વાસ્તુમાં મની પ્લાન્ટને ખૂબ શુભ માનવામાં આવે છે. તેને લગાવવાથી ઘરમાં બરકત બની રહે છે આને વ્યક્તિને ક્યારેય આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી. પણ મની પ્લાન્ટને લગાવતા સમયએ અમુક વાતોનું ધ્યાન ના રાખવામાં આવે તો વ્યક્તિને ગરીબીનો સામનો કરવો પડે છે.

1. મની પ્લાન્ટના પાનને ભૂલથી પણ જમીનને અડવા દેવા જોઈએ નહીં. એવામાં જો આવું કાઇ થાય તો મની પ્લાન્ટની ડાળીને દોરીથી કે પછી લાકડીથી બાંધીને ઉપરની બાજુ લટકાવી દેવા જોઈએ. કહેવાય છે કે મની પ્લાન્ટના પાન જમીનને અડે છે તો તેનાથી વ્યક્તિને ધનહાની થાય છે.

2. માનવામાં આવે છે કે મની પ્લાન્ટ હરિયાળું હોય તો તે શુભ માનવામાં આવે છે. એવામાં જો ઘરમાં મની પ્લાન્ટ સુકાઈ ગયો હોય અથવા તો પાન પીળા પડી ગયા હોય તો તેને તરત હટાવી દેવા જોઈએ. આનાથી વ્યક્તિને પૈસા સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

3. ઘરમાં સુખ-સમૃધ્ધિ બનાવી રાખવા માટે તમારા ઘરનો મની પ્લાન્ટ બહારના કોઈ બીજા વ્યક્તિને આપવો નહીં. તેનાથી ઘરની બરકત ચાલી જાય છે અને વ્યક્તિને આર્થિક મુશ્કેલી ઉઠાવી પડે છે.

4. વાસ્તુ શાસ્ત્ર અનુસાર કોઈપણ વસ્તુનું સાચી દિશામાં રાખવી જરૂરી છે. મની પ્લાન્ટ લગાવતા સમયએ ક્યારેય પણ પૂર્વ, પશ્ચિમ કે ઉત્તર પૂર્વ દિશામાં મૂકવો નહીં. મની પ્લાન્ટને દક્ષિણ પૂર્વ દિશામાં લગાવવો શુભ માનવામાં આવે છે.

5. વાસ્તુ જાણકારો પ્રમાણે મની પ્લાન્ટનો સીધો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે. કહેવાય છે કે મની પ્લાન્ટને શુક્રવારના દિવસે લગાવવો શુભ માનવામાં આવે છે. તો એક એ વાતનું પણ ધ્યાન પણ રાખવું કે શુક્રવારના દિવસે મની પ્લાન્ટના પાન તોડવા નહીં.

error: Content is protected !!
Exit mobile version