ટોપરા પાક પરફેક્ટ નથી બનતો? તો આ રીતે બનાવજો બેસ્ટ બનશે.
ટોપરા પાક : શું તમારે ટોપરા પાક પરફેક્ટ નથી બનતો? તો આ રીતે પરફેક્ટ માપ સાથે વિડીયો રેસીપી દ્રારા જુઓ સોફ્ટ અને ટેસ્ટી માવા વગર ટોપરા પાક ની રેસીપી.
કેમ છો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું ટોપરા પાકની રેસીપી. તો કંદોઈ ની દુકાન જેવો જ સોફ્ટ અને દાણેદાર ટોપરા પાક ઘરે કેવી રીતે બનાવવો તે જોઈશું. તો આ દિવાળી ના તહેવાર માં તમે પણ માવા વગર આ રીતે ટોપરા પાક ઘરે જ બનાવજો. ખૂબ જ ઓછા સમયમાં અને સહેલાઈથી બની જાય છે.
તો તહેવાર માં આ રીતે સરળતાથી માવા વગર જ ટોપરા પાક બનાવો. રેસીપી પસંદ આવે તો વિડીયો ને લાઈક અને શેર જરૂરથી કરો. અને નવી નવી રેસીપી જોવા માટે Prisha Tube ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.
સામગ્રી:-
- 1 વાટકી દૂધ
- 1 વાટકી છીણેલું ટોપરા(ટોપરા ની છીણ)
- 1/4 ચમચી ઈલાયચી પાવડર
- 2 ચમચી ઘી
- 1 વાટકી ખાંડ
- ડ્રાયફ્રૂટ કટ કરેલું
રીત:-
સ્ટેપ 1:- એક પેન લો અને એમાં 1 વાટકી દૂધ અને 1 વાટકી ખાંડ ઉમેરી લો. અને મીક્સ કરો, ધીમી આંચ પર હલાવતા રહો જ્યાં સુધી ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી હલાવતા રહો.
સ્ટેપ 2:- ખાંડ ઓગળી જાય અને આ મીશ્રણ જાડું થાય ત્યાંરે વીડિયો મા બતાવ્યા પ્રમાણે એક ડીશમાં થોડું ઉમેરીને ચેક કરો. જો ઘટ્ટ થઈ ગયું હોય તો પરફેક્ટ.
સ્ટેપ 3:- હવે એમાં ઈલાયચી પાવડર ઉમેરી લો અને બરાબર મિક્ષ કરી લો.
સ્ટેપ 4:- હવે એમાં ટોપરા ની છીણ ઉમેરી લો અને હલાવી લો બરાબર મિક્ષ કરી લો.
સ્ટેપ 5:- હવે ઘી ઉમેરી લો અને મીક્સ કરો. ગેસ બંધ કરી લો. અને એક પ્લેટને ઘી લગાવી લો અને એમાં તૈયાર થયેલો ટોપરા પાક ઉમેરી લો અને પાથરી લો. ઉપરથી ડ્રાયફ્રૂટ થી ગાર્નિશ કરી લો. તો ખૂબ જ ટેસ્ટી અને સોફ્ટ માવા વગર ટોપરા પાક રેડી છે.
યુટ્યુબ ચેનલ : Prisha Tube
દરરોજ અવનવી વાનગીઓ શીખવા અમારું પેજ લાઈક જરૂર કરજો. ફરી મળશું નવી જ એક રેસિપી સાથે.