ટાઈટેનિક સાથે જોડાયેલ આ વાતો ક્યારેય નહીં જાણતા હોવ, આ કારણે ડૂબ્યું હતું ટાઈટેનિક?

ટાઈટેનિક જહાજને ડૂબી ગયા ને 100 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આજે ભલે તેનાથી પણ ઘણા મોટા જહાજ પાણી પર તરતા હોય પણ ટાઈટેનિકની વાત જ અલગ હતી. ટાઈટેનિક પર દરેક સુવિધાઓ હજાર હતી અને તેની પર બેસવું એ ફક્ત પૈસાવાળા લોકો જ વિચારી શકતા હતા. ટાઈટેનિકને ક્યારેય ના ડૂબી શકે એવું જહાજ કહેવાતું હતું.

ટાઈટેનિકની રહસ્યમય વાર્તાએ હંમેશા લોકોને પડદા પર ખૂબ પસંદ કરી છે. ફિલ્મના દર્દનાક અંતમાં પ્રેમની નવી વાર્તા લખાઈ. 1912માં ઈંગ્લેન્ડના સાઉથમ્પટનથી અમેરિકા ગયેલા આ જહાજની ફિલ્મમાં બતાવવામાં આવેલી વાર્તા ખૂબ જ વાસ્તવિક હતી. ટાઇટેનિક વિશે એવી ઘણી બાબતો છે જે તમને આશ્ચર્યચકિત કરી શકે છે.

ટાઈટેનિક ડૂબવાની કહાની સાથે જોડાયેલ સૌથી મોટી કહાની આ છે કે જહાજ પર એક શ્રાપિત મમીને લઈ જવામાં આવી રહી હતી કહેવાય કચે કે આ મમી જ્યાં પણ જાય છે ત્યાં બધાને મૃત્યુ સુધી પહોંચાડે છે. એવામાં આ મમી ટાઈટેનિક માં ગઈ એટલે તેના શ્રાપથી ટાઈટેનિક ડૂબી ગયું. જો કે જ્યારે કાર્ગો લિસ્ટ જોવામાં આવ્યું ત્યારે તે લિસ્ટમાં મમીનું નામ હતું જ નહીં.

ટાઇટેનિકના ડૂબવા સાથે જોડાયેલી એક કહાની અનુસાર, જહાજના કેપ્ટન સ્મિથ નશામાં હતા ત્યારે આ દુર્ઘટના સર્જી હતી. એવું કહેવાય છે કે અકસ્માત પહેલા તેણે ફર્સ્ટ ક્લાસના મુસાફરો સાથે પાર્ટી કરી હતી. પરંતુ પાછળથી મુસાફરોએ પુષ્ટિ કરી કે તેણે એક ટીપું પણ દારૂ પીધો નથી.

ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે જહાજ ડૂબ્યું ત્યારે મહિલાઓ અને બાળકો પર ફોકસ કરવામાં આવ્યું હતું પણ હકીકત તો એ હતી કે આ જહાજમાં મહિલાઓ થી વધારે પુરુષ હતા.

આ જહાજને લઈને એવું પણ કહેવામાં આવે છે કે આ ટાઈટેનિક નહીં પણ તેની જુડવા બહેન ઓલમ્પિક ડૂબી હતી. કહેવાય છે કે આ જહાજનો માલિક ઈન્શ્યોરન્સના પૈસાના ચક્કરમાં આટલો મોટો અકસ્માત કરાવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, આ જહાજ તેની મુસાફરીની શરૂઆતમાં એક વિશાળ હિમશિલા સાથે અથડાયું હતું. અઢી કલાક પછી જહાજ એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયું. આ અકસ્માતમાં 1500 થી વધુ પુરૂષો, મહિલાઓ અને બાળકોના મોત થયા હતા. ટાઇટેનિક ડૂબી જવાના કલાકોમાં ખરેખર શું બન્યું હતું તે વિશે ઘણી દંતકથાઓ અને વાર્તાઓ છે. પરંતુ આમાંના મોટા ભાગના ઐતિહાસિક તથ્યો પર આધારિત નથી, પરંતુ આ ઘટના પર બનેલી ફિલ્મ પર આધારિત છે.

error: Content is protected !!
Exit mobile version