સેવ સુખડી, મીઠી સેવ – પરિવારને ખુશ કરવા ફટાફટ બનાવી લો મીઠી સેવ.

આજે આપણે સેવ સુખડી બનાવીશું. જે દૂધ વગર બનાવીશું.આ ઘર માં બધા ને પસંદ આવશે.અને નાના બાળકો ને તો વધારે પસંદ આવશે તો તમે એકવાર જરૂર થી બનાવી ને આપજો. તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે. રેસિપીના અંતમાં વિડિઓ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાની લિંક આપી છે. ચેનલ સબ્સ્ક્રાઇબ કરી વિડિઓ જોવાના કોઈ પૈસા નથી.

સામગ્રી:

  • કોપરાનું છીણ
  • ખાંડ
  • ખસખસ
  • ઘી
  • સેવ

રીત

YouTube video player

1- આ સેવ તૈયાર બજાર માં મળે છે આ સેવ ને થોડી ભાગી ને નાની કરી લીધી છે હવે તેને શેકી લઈશું તેમાં ઘી એડ કરીશું. આપણે સો ગ્રામ સેવ લઈએ તો તેમાં પચાસ ગ્રામ આપણે ઘી એડ કરીશું.

2- હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે ધીમા ગેસ પર શેકી લઈશું. ઘણા સેવ બનાવે તો લોચા જેવી સેવ થઈ જતી હોય છે. જેથી બાળકો ખાતા નથી પણ આજે આપણે ચકતાં તો પાડીશું પણ અંદર થી સેવ તમને દેખાશે.

3- હવે આની સુગંધ આવે ત્યાં સુધી તેને શેકી લઈશું. તેને સતત હલાવતા રહીશું. હવે તેની સુગંધ આવવા લાગી છે હવે આમાં દોઢ કપ જેટલું ગરમ પાણી એડ કરીશું.

4- હવે આમાં ગરમ પાણી એડ કરીશું. જો તમે ઠંડુ પાણી એડ કરશો તો સેવ લોચા જેવી થઈ જશે. એટલે આપણે ગરમ પાણી એડ કરીશું.આ સેવ બનાવવામાં પાંચ થી સાત જ મિનીટ લાગે છે.

5- કોઈ મહેમાન આવે તો આ ફટાફટ બનાવી શકીએ છીએ. તમે વીડિયોમાં જોઇ શકો છો કે સેવ ચડી ગઈ પણ સેવ એકદમ દાણાદાર દેખાય છે.હવે બધું પાણી સોંસાઈ ગયું છે.

YouTube video player

6- આપણે બસો ગ્રામ સેવ લીધી છે એટલે સો થી સવા સો ગ્રામ ખાંડ નાખીશું. તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો. હવે આમાં આપણે ડ્રાય ફ્રુટ નાખીશું. એમાં ત્રણ કાજુ અને ત્રણ ચાર બદામ નાખીશું.

7- જો તમારા ઘર માં ઈલાયચી ખવાતી હોય તો તમે તે પણ નાખી શકો છો. તમે આમ જ સર્વે કરવું હોય તો કરી શકો છો પણ પીસ પાળવાથી સારું લાગે છે બાળકો ને પીસ જોઈ ને ખાવાની ઈચ્છા થઈ જશે.

8- હવે આપણે એક પ્લેટ માં કાઢી લઈશું. હવે આપણે કોપરા નું છીણ થી ગાર્નિશ કરીશું. ઉપર થોડું થોડું ભભરાવી લઈશું. હવે ઉપર થોડી ખસખસ નાખીશું.હવે આ ઠંડુ થાય પછી આપણે પીસ પાડી લઈશું.

9- હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે એકદમ સરસ સેવ સુખડી થઈ ગઈ છે જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી બની છે અને અંદર બધા દાણા છુટા છુટા પડ્યા છે. તો તમે પણ એકવાર ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી :

YouTube video player

error: Content is protected !!
Exit mobile version