પનીર બનાવ્યા પછી હવે પાણી ફેંકી દેશો નહીં, આ જાદુઇ રીતે કરો ઉપયોગ.

દૂધ ફાટે તો આપણ પનીર બનાવીએ છીએ, તેના બાદ જે પાણી બચે છે, તેને આપણે ફેંકી દઈએ છીએ. પરંતુ તમને ખબર નથી કે, આ પાણીમાં કમાલના ગુણ છે. તે પૌષ્ટિક હોય છે, અને તમારા કિચનમાં બહુ જ કામમાં આવી શકે છે. દૂધ ફાટ્યા બાદ જે પાણી બચે છે, તેમાં મોટા પ્રમાણમાં પ્રોટીન હોય છે. તેનાથી સ્વાસ્થ્યને બહુ જ ફાયદા થઈ શકે છે. જેમ કે, માંસપેશીની તાકાત વધારવી, પ્રતિરોધક ક્ષમતા વધારવી, કેન્સર અને એચઆઈવી જેવા રોગોથી બચાવવું, લો બ્લડ પ્રેશર સારું કરવું, હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચાવવું, મોટાપો ઘટાડવો અને પેટ સારું રાખવું તેમજ કિડની સ્વસ્થ રાખવી, વગેરે

આ પાણી પ્રોટીન મેળવવાનો પ્રાકૃતિક રીત છે. તેને આહારમાં સામેલ કરવાથી શરીરમાં કોઈ જ ખોટા પ્રભાવ નથી પડતા. તેથી આ પાણીને અહી બતાવેલી ટિપ્સ મુજબ ઉપયોગ કરજો.

લોટ બનાવતા ઉપયોગ કરવો

ઘઉંનો લોટ બનાવવા માટે પાણી કે દૂધની જગ્યાએ આ પાણીનો ઉપયોગ કરવો. તેનાથી તમારી રોટલી કે પરાઠા નરમ બનશે અને પ્રોટીનયુક્ત બનશે. તેને થેપલામાં પણ ઉપયોગ કરી શકો છો.

જ્યુસમાં મિક્સ કરો

ફળ અને શાકભાજીના જ્યુસમાં તેને મિક્સ કરી શકો છો. જો તમે રોજ સવારે જ્યુસ બનાવો છો, તો પાણીની જગ્યાએ તેને મિક્સ કરો.

ગ્રેવીમાં મિક્સ કરો

અનેક ગ્રેવીમાં ખાટ્ટો સ્વાદ જોવા મળે છે. જે મોટાભાગે ટામેટા, આંબળી, આમચૂર, દહી કે કોકમથી જ આવે છે. તો આ પાણીનો ઉપયોગ કરીને તમે ગ્રેવીમાં ખટ્ટાશ લાવી શકો છો.

ચોખા, પાસ્તા કે ઉપમામાં યુઝ કરો

આ પાણીની એક અલગ ફ્લેવર હોય છે. તેને ઉપમામાં મિક્સ કરીને ખાવાથી તેનો સ્વાદ વધી જશે. તેમજ ચોખા, પાસ્તા કે અન્ય શાકભાજીમાં પણ સામાન્ય પાણીની જગ્યાએ તેનો ઉપયોગ કરવો.

સૂપ

જો તમે સૂપના શોખીન છો, તો સૂપમાં આ પાણી એડ કરી શકો છો. તમારું સૂપ પ્રોટીન અને સ્વાદથી ભરપૂર થઈ જશે.

મુલાયમ ચહેરા માટે

ત્વચાને કોમળ બનાવવા માટે તમારો ચહેરો આ પાણીથી ધુઓ. તેનાથી ત્વચા મુલાયમ બનશે. આ પાણીમાં એન્ટી માઈક્રોબિયલ ગુણ હોય છે, જે ત્વચાનુ પીએચ બેલેન્સ બનાવી રાખે છે. જો તમારા ઘરે બાથટબ છે, તો તેમાં સામાન્ય પાણીમાં 1-2 કપ આ પાણીને મિક્સ કરો અને 20 મિનીટ સુધી તેમાં ડુબાડીને રહો.

પ્લાન્ટમાં નાખો

આ પાણીને સાદા પાણીમાં મિક્સ કરીને પ્લાન્ટ્સમાં પણ નાખી શકાય છે. આ પ્રયોગ સાદા પાણી સાથે જ કરશો, કેમ કે તેમ વધુ એસિડિક હોય છે, જેથી પ્લાન્ટ્સ બળી પણ શકે છે.

error: Content is protected !!
Exit mobile version