આ રીતે શેવિંગ ક્રીમ બનાવી વપરશો તો નહિં થાય સ્કિનને કોઈપણ નુકસાન

આજકાલ છોકરીઓ જ નહિં પરંતુ છોકરાઓ પણ બ્યૂટી પ્રોડક્ટસમાં અનેક ઘણું ધ્યાન આપતા હોય છે. એક સર્વે અનુસાર છોકરીઓ કરતા છોકરાઓ પોતાનો ફેસ ચમકાવવા માટે વધુ પ્રમાણમાં ફેશિયલ કરાવતા હોય છે. આમ, જો શેવિંગની વાત કરીએ તો ઘણા છોકરાઓ તેમજ મોટી ઉંમરના પુરુષોને દરરોજ શેવિંગ કરવાની આદત હોય છે જ્યારે અમુક લોકો આળસુ હોવાને કારણે તેઓ અઠવાડિયે કે પંદર દિવસે એકવાર શેવિંગ કરતા હોય છે.

જો કે ઘણાના ફેસ પર દાઢી એકદમ મસ્ત શૂટ કરે છે જ્યારે અમુકને થોડી પણ દાઢી વધે તો પણ તે તેમના ફેસને એકદમ બગાડીને મુકી દે છે. પરંતુ દરેક લોકોને શેવિંગ કરવાની જરૂર તો પડતી જ હોય છે. મોટાભાગના લોકોની જો વાત કરવામાં આવે તો તેઓ શેવિંગ માટે શેવિંગ ક્રીમ બહારથી જ લાવતા હોય છે. પરંતુ બહારની શેવિંગ ક્રીમમાં અનેક પ્રકારના કેમિકલ્સ હોય છે જે સ્કિનને તેમજ લાંબા ગાળે હેલ્થને નુકસાન કરે છે.

જો કે ઘણા લોકોને શેવિંગ ક્રીમ લગાવ્યા પછી તેની અનેક ઘણી સાઇડ ઇફેક્ટ પણ થતી હોય છે, જ્યારે ઘણાંને શેવિંગ કર્યા પછી ચહેરો લાલ પણ થઇ જતો હોય છે. આમ, જો તમે આ બધી જ સમસ્યામાંથી બહાર આવવા ઇચ્છો છો અને સાથે-સાથે તમારો ખર્ચો પણ અડધો કરવાનુ વિચારી રહ્યા છો તો આજે અમે તમને જણાવીશું કે, શેવિંગ ક્રીમ કેવી રીતે ઘરે બનાવવી. તમને જણાવી દઇએ કે, આ રીતે ઘરે બનાવેલી શેવિંગ ક્રીમ તમને અનેક રીતે ફાયદો કરશે.

ઘરે શેવિંગ ક્રીમ બનાવવાની રીત

  • 1/3 કપ નારિયેળ તેલ
  • 1/3 કપ શીયા બટર
  • 2 મોટા ચમચા જૈતૂન અથવા બદામનું તેલ
  • 2 મોટા ચમચા કેસાઇલ સાબુ (જો નાંખવા ઇચ્છો તો જ)

બનાવવાની રીત

  • – સૌ પ્રથમ એક નાના સોસ પેન પર શીયા બટર અને નારિયેળ તેલને ધીમો તાપે રાખીને પીગાળી દો. જ્યાં સુધી પૂરી રીતે પીગળી ના જાય ત્યાં સુધી તેને વચ્ચે વચ્ચે હલાવતા રહો.
  • – હવે તેમાં જૈતૂનનું તેલ મિક્સ કરો અને પૂરી રીતે પીગળે ત્યાં સુધી હલાવો, પછી ગેસ બંધ કરી દો.
  • – હવે આ મિશ્રણને એક મધ્યમ આકારના વાસણ અથવા બાઉલમાં લો અને ફ્રીઝમાં ઠંડું થવા મૂકી દો.
  • – ધ્યાન રહે કે, મિશ્રણ બરાબર જામી ના જાય ત્યાં સુધી ફ્રીઝમાં જ રહેવા દો.
  • – મિશ્રણ બરાબર જામી જાય પછી ચમચીની મદદથી એક બાઉલમાં કાઢી લો, હવે તેમાં કેસાઇલ સાબુ મિક્સ કરો અને તેને બરાબર હલાવો. તો તૈયાર છે શેવિંગ ક્રીમ.

કેવી રીતે કરે સ્કિનને ફાયદો

શીયા બટર : શીયા બટર મલ્ટિ વિટામિન્સના ગુણોથી ભરપૂર હોવાના કારણે તે સ્કિનને સોફ્ટ કરવાનુ કામ કરે છે.

જૈતુનનુ તેલ : જૈતુનના તેલમાંથી ભરપૂર પ્રમાણમાં એન્ટી ઓક્સીડેન્ટ મળી રહે છે જે સ્કિનને ટાઇટ તેમજ ડેડ સ્કિન દૂર કરવાનુ કામ કરે છે.

નારિયેળ તેલ : નારિયેળના તેલમાંથી વિટામિન ઈ મળી આવે છે. આ તેલ ઠંડુ, મધુર, પિત્તનાશક અને વાળ માટે ગુણકારી ગણવામાં આવે છે.

error: Content is protected !!
Exit mobile version