જો તમે પણ દૂધ સાથે ખાવ છો બ્રેડ બટર તો અ માહિતી તમારી માટે જ છે. હમણાં જાણો.
હંમેશા પાતળા લોકોને વજન વધારવા માટે દૂધની સાથે કેળા ખાવાની સલાહ આપવામાં આવે છે અને લોકો કંઈ પણ વિચાર્યા વગર આવું કરતા પણ હોય છે. તેમજ દૂધન આપણા સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક છે. પરંતુ શું તમને ખબર છે કે દૂધ તમારી બીમારીનું કારણ બની શકે છે. અમુક વસ્તુ એવી હોય છે જેને દૂધની સાથે ક્યારે પણ ન ખાવી જોઈએ. આજે અમે તમને જણાવીશું કે દૂધની સાથે કઈ વસ્તુ ન ખાવી જોઈએ.
ખાટા ફ્રુટ
દૂધની સાથે ક્યારે પણ ખાટા ફળો ન ખાવા જોઈએ. તેનાથી ખાવાનું જલ્દી નથી પચતુ અને ઉલ્ટી થવા લાગે છે. તેમજ તેનાથી તમારી પાચનક્રિયા નબળી થઈ જાય છે. ખાટા ફળોની સાથે દૂધ પીવાથી પેટમાં દુઃખાવો થાય છે અને ઉલ્ટીઓ શરૂ થઈ જાય છે. વિરૂદ્ધ આહારથી રોગ થાય છે. શરીરને આડ અસર થાય છે
દૂધની સાથે બ્રેડ-બટર ન ખાવું
તેમજ મોટાભાગના લોકો દૂધની સાથે બ્રેડ-બટર ખાતા હોય છે. પણ દૂધમાં વિટામિન સી સિવાય તમામ વિટામિન અને પૌષ્ટીક તત્ત્તવો હોય છે. એટલાં માટે દૂધની સાથે બ્રેડ-બટરનું સેવન ક્યારે ન કરવું જોઈએ તેનાથી પેટ ભારે ભારે લાગે છે. આયુર્વેદના અનુસાર, પ્રોટીન, કાર્બોહાઈડ્રાઈટ અને ફેટ વધારે માત્રામાં એક સાથે ક્યારે ન લેવું જોઈએ.
કેળા
મોટાભાગના લોકો વજન વધારવા માટે દૂધની સાથે કેળા ખાવાની સલાહ આપતા હોય છે. દૂધની સાથે કેળા ન ખાવા જોઈએ તેનાથી કફની સમસ્યા થાય છે. આ બંને વસ્તુના કારણે શરદી થઈ જાય છે અને કફની સમસ્યા થાય છે. તેનું સેવન કરવાથી પાચનક્રિયા મંદ પડી જાય છે. તેમજ વિરુદ્ધ આહાર છે તેથી સ્કિનની સમસ્યા પણ થઈ શકે છે.
અડદની દાળ
જો ખોરાકમાં વિરૂદ્ધ આહાર લેવામાં આવે તો રોગ થવાની શક્યતા ઉભી થાય છે. અડદની દાળ અને દૂધ પચવામાં ભારે પડે છે. તેને એકસાથે ખાવાથી અપચો અને ગેસ જેવી સમસ્યા થઈ શકે છે. એટલાં માટે દૂધની સાથે આવી વસ્તુનું સેવન ક્યારે પણ ન કરવું જોઈએ. તેનાથી ઘણી આડ અસર થાય છે. રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે.
સોલ્ટી ફૂડ
દૂધની સાથે ચિપ્સ, નમકીન જેવા ફૂડને અવોઈડ કરવા. મીઠાને કારણે દૂધમાં રેહલાં પ્રોટીનથી શરીરને કોઈ પૌષ્ટીક તત્ત્તવો નથી મળતા. તેમજ વિરુદ્ધ આહારનાં કારણે સ્કિન સાથે જોડાયેલી સમસ્યા થઈ શકે છે. આયુર્વેદનાં અનુસાર, ભોજન કરતી વખતે વિરુદ્ધ આહાર લેવામાં આવે તો નુકસાન થઈ શકે છે.
ડુંગળી
ડુંગળીની સાથે કે તેને ખાધા પછી ક્યારે પણ દૂધ ન પીવું જોઈએ. તેનાથી સ્કિન પર સફેદ ડાઘા પડી જાય છે, સોરાઈસિસ, ખંજવાળ જેવી સમસ્યા થઈ શકે છે. એટલાં માટે રાતે જો ડુંગળી ખાવાની તમને આદત હોય તો ક્યારે દૂધ ન પીવું. તેનાથી સ્કિન સંબંધિત રોગ થાય છે.
મરચું
જો તમે મરચા વાળું ફૂડ ખાતા હોવ તો તેની સાથે દૂધ અથવા દૂધમાંથી બનાવવામાં આવેલી કોઈ પણ વસ્તુ ન ખાવી જોઈએ. તેને એક સાથે ખાવાથી પેટમાં દુઃખાવો, એસિડિટી, ગેસ અને ઉલ્ટી જેવી સમસ્યા થઈ શકે છે. તેમજ અનેક પ્રકારનો રોગ પણ થવાની સંભાવના વધી જાય છે.
દહીં
દૂધ અને દહીં ક્યારે પણ એક સાથે ન ખાવા જોઈએ. તે વિરુદ્ધ આહાર છે. તેને સાથે ખાવાથી એસિડિટી, ગેસ, ઉલ્ટી અને અપચાની સમસ્યા થઈ શકો છે. દૂધ અને દહીં બંનેની તાસીર અલગ છે. દહીં આથાવાળી વસ્તુ છે. બંનેને મિક્સ કરવાથી આથાવગરની ખાવાની વસ્તુ ખરાબ થઈ જાય છે. સાથે એસિડિટી વધે છે અને ગેસ, અપચો અને ઉલ્ટી થાય છે. તેવી જ રીતે દૂધની સાથે સંતરાનો જ્યૂસ પીવાથી ઉલ્ટીઓ થાય છે. જો તમારે બંને વસ્તુ ખાવી હોય તો બંનેની વચ્ચે એક કલાકનો સમય રાખવો કેમ કે, ખાવાનું પચતા થોડો સમય લાગે છે.