સોમવારના વ્રત દરમિયાન હમેશા ધ્યાનમાં રાખો આ નિયમ, આ રહી વિધિ અને આ ભૂલો ક્યારેય કરશો નહીં.
શિવજીની કૃપા મેળવવા માટે સોમવારના દિવસને ખાસ માનવામાં આવે છે. આ દિવસે લોકો ભગવાન ભોળાનાથની પૂજા કરતાં હોય છે અને વ્રત પણ કરીએ છીએ. શિવજીને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે સોમવારનું વ્રત કરવાની જરૂર હોય છે.
આ દિવસે વ્રત કરવું અને વિધિ પૂર્વક પૂજા કરવાથી ભક્તોની બધી મનોકામના પૂરી થઈ જાય છે. જો તમે પણ સોમવારનું વ્રત કરો છો તો અમુક વાતને જાણવી ખૂબ જરૂરી બને છે. ચાલો તમને જણાવીએ સોમવારના વ્રત દરમિયાન માનવાના નિયમ અને આ દરમિયાન કઈ ભૂલો ના કરવી જોઈએ.
સોમવારના દિવસે શિવજીની પૂજા અને વ્રતનું ખાસ મહત્વ હોય છે. જો તમે વ્રત નથી કરી રહ્યા તો પૂજા તો જરૂર કરો. સોમવારના દિવસે સૌથી પહેલા જલ્દી ઉઠીને સ્નાનને બધુ કામ કરી ચોખ્ખા કપડાં પહેરો. જો શક્ય હોય તો મંદિર જઈને શિવલિંગને જલાભિષેક કરો પછી જ વ્રતનો સંકલ્પ લેવો. આ પછી ભગવાન શિવજી અને માતા પાર્વતીની પૂજા અર્ચના કરો અને વ્રતની કથા સાંભળો.
ભગવાન શંકરને બિલીપત્ર ખૂબ પસંદ છે. કહેવાય છે કે જે પણ શિવલિંગ પર નિયમિત બિલીપત્ર અર્પણ કરે છે તેની બધી જ મનોકામના પૂરી થાય છે. આ સિવાય દર સોમવારના દિવસે શિવલિંગ પર શમીના પાન પણ જરૂર અર્પણ કરો. આ સાથે શિવલિંગ પર દૂધ અને ગંગાજળનો અભિષેક કરો. આઆમ કરવાથી તમને શુભ ફળની પ્રાપ્તિ થશે.
શિવજીની પૂજામાં જ્યારે પણ શિવલિંગ પર અભિષેક કરો તો આ વાતનું ખાસ ધ્યાન રાખો કે દૂધથી જ્યારે પણ અભિષેક કરો તો તાંબાના લોટાનો ઉપયોગ કરશો નહીં. કહેવાય છે કે તાંબાના પાત્રમાં દૂધ નાખવાથી દૂધ સંક્રમિત થઈ જાય છે અને આને ચઢાવવું યોગ્ય નથી.
આ સિવાય એક બીજી વાતનું ધ્યાન રાખવું કે શિવલિંગ પર ક્યારેય પણ કંકુ અને શિવલિંગથી તિલક કરવું નહીં. શિવજીની પૂજામાં ચંદનનો ઉપયોગ પણ કરવો નહીં.