બદામ પલાળીને ખાવી જોઈએ કે પછી એમજ, વજન ઘટાડવા માટે ખાસ વાંચો.

બદામ બહુ પહેલાથી જ આપણાં પોષટીક ભોજનનો ભાગ રહ્યો છે. બદામ ખાવાના એક નહીં પણ અનેક ફાયદા છે. આયુર્વેદ પ્રમાણે મીઠી બદામ ખાવાથી વાત્ત દોષ શાંત થાય છે. આ સિવાય માંસપેશીઓ મજબૂત રહેવાની સાથે તમારી સ્કીનને યુવાન પણ બનાવી રાખે છે. પણ શું તમે જાણો છો કે આખરે બદામ કેવીરીતે ખાવી જોઈએ?

બદામને છોલીને ખાવી જોઈએ કે છોલયા વગર? ઘણા લોકો એવા છે જે બદામને છોલીને ખાય છે. તે જ સમયે, ઘણા લોકો એવા છે જે દૂધ અથવા પાણીમાં પલાળેલી બદામનું સેવન કરે છે. આજે અમે તમને આ લેખ દ્વારા બદામ ખાવાની સાચી રીત વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

સૌથી પહેલા તો તમને જણાવી દઈએ કે હમેશાં ઓર્ગેનિક બદામ ખરીદવાનો આગ્રહ રાખો કેમ કે બદામની છાલને પચાવવી બહુ મુશ્કેલ હોય છે. આ કરણએ જ આયુર્વેદમાં એ જણાવ્યું છે કે બદામને પલાળીને તેની છાલ કાઢીને બદામ ખાવી જોઈએ.

જો તમે બદામ છોલીને ખાવ છો તો તે બહુ સરળ રીતે પચી જાય છે. એટલું જ નહીં પણ બદામને આ રીતે ખાવાથી તેમાં રહેલ બધા પોષકતત્વો શરીરને અસર કરે છે. તમને જણાવી દઈએ કે બદામમાં વિટામિન ઈ, જિંક, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ઓમેગા 3 ફેટી એસિડ ખૂબ સારા પ્રમાણમાં હોય છે.

જો તમે બદામને પલાળ્યા વગર અને છોલયા વગર ખાઓ તો લોહીમાં પિત્તનું પ્રમાણ વધવા લાગે છે. બદામનું સેવન કરવાની સૌથી સારી રીત એ છે કે તેને આખી રાત નવશેકા પાણીમાં પલાળી રાખો અને સવારે ઉઠ્યા પછી બદામની છાલ કાઢીને તેનું સેવન કરો.

જો તમે ઈચ્છો તો બદામની સાથે કિસમિસ અને ખજૂરનું પણ સેવન કરી શકો છો. તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તમે દિવસમાં માત્ર 10 બદામ ખાઓ.

બદામની છાલમાં ટૈનિન હોય છે, જે પોષક તત્વને અવશોષિત થવાથી રોકવાનું કામ કરે છે. જ્યારે તમે બદામ પલાળીને છાલ કાઢીને સેવન કરશો તો બદામના બધા તત્વો તમને મળશે.

બદામમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. જો તમે નિયમિતપણે પલાળેલી બદામનું સેવન કરો છો, તો તે શરીરનું વજન ઘટાડવામાં મદદ કરે છે. એટલું જ નહીં, પરંતુ પલાળેલી બદામમાં વિટામિન B17 અને ફોલિક એસિડ પણ હોય છે, જે આપણને કેન્સર જેવી જીવલેણ બીમારીઓથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે અને તે શરીરમાં ટ્યૂમરના વિકાસને રોકવાની ક્ષમતા પણ ધરાવે છે.

error: Content is protected !!
Exit mobile version