હેવી માઈગ્રેનનો ઈલાજ છે તમારા ઘરમાં જ વાંચો અને અપનાવો.
અત્યારની ભાગદોડ અને તનાવથી ભરેલી જીંદગીમાં મોટાભાગના લોકોને માથામાં દુઃખાવાની ફરિયાદ રહેતી હોય છે, વારંવાર માથામાં દુઃખાવો થવાથી લાંબા સમ પછી માઈગ્રેનની સમસ્યા થાય છે. માઈગ્રેનનો દુઃખાવો સાઈલેન્ટ કિલરની જેમ અચાનક અટેક કરે છે, જેનાથી માથાનાં અડધા ભાગમાં સહન ન થાય તેવો દુઃખાનો થાય છે.
કેટલાંક લોકોને માઈગ્રેનનો દુઃખાવો માથાના વચ્ચેના ભાગમાં પણ થતો હોય છે. વધારે સમય સુધી કોમ્પયુટર પર કામ કરવાથી, માનસિક તનાવ અને ઉંઘ પૂરી ન થવાને કારણે માઈગ્રેનની સમસ્યા થઈ જાય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે લોકો દવા લેતા હોય છે. પરંતુ કેટલાંક ઘરેલૂ નુસખાનો ઉપયોગ કરીને તમે પણ આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.
ક્યારે થાય છે માઈગ્રેનનો દુઃખાવો-
માઈગ્રેન દરમિયાન માથામાં પહેલાં થોડોક થોડોક દુઃખાવો થાય છે, જે ધીરે ધીરે વધવા લાગે છે. તે 4 કલાકથી લઈને 72 કલાક સુધી દુઃખાવો રહે છે. આમ તો માઈગ્રેનનો દુઃખાવો ગમે ત્યાપે શરૂ થાય છે પરંતુ મોટાભાગે માઈગ્રેનનો દુઃખાવો ઉનાળામાં થાય છે. કેમ કે, ગરમીમાં ધોમધખતા તડકાને કારણે માઈગ્રેન અટેકનો ખતરો વધી જાય છે.
વધારે અવાજનાં કારણે પણ માઈગ્રેનનો દુઃખાવો અચાનક શરૂ થઈ જાય છે. તે સિવાય હાઈ બ્લડ પ્રેશર, વધારે તનાવ લેવાથી, ઉંઘ પૂરી ન થાવને લીધે અને દુઃખાવાની દવાઓ વધારે પ્રમાણમાં લેવાને કારણે માઈગ્રેનનો દુઃખાવો થાય છે.
-આટલું ધ્યાન રાખો
ભૂખ્યા રહેવાથી માઈગ્રેનનો દુખાવો વધી શકે છે, માટે લાંબો સમય સુધી ભૂખ્યા ન રહો થોડી થોડી વારે કંઈક ખાતા રહો. ધ્યાન રાખો કે તમે જ્યાં કામ કરો છો ત્યાં પૂરતો પ્રકાશ હોય, બહુ તડકો કે વાસ ન આવતી હોય કારણ કે આ વસ્તુઓથી પણ માઈગ્રેનના દર્દીને તકલીફ થઈ શકે છે. માઈગ્રેનના દર્દીએ જંક ફૂડ અને પેકેટ ફૂડ ન ખાવું જોઈએ. પનીર, ચોકલેટ, ચીઝ, નૂડલ્સ અને કેળામાં એવા રાસાયણિક તત્વો હોય છે જે માઈગ્રેનને વધારી શકે છે.
માઈગ્રેનની સમસ્યાથી છૂટકારો મેળવવા માટેનાં ઘરેલૂ નુસખા –
– ઓલિવ ઓઈલથી નાસ લેવા
અચાનક માઈગ્રેનનો દુઃખાવો થાય ત્યાપે ઓલિવ ઓઈલથી નાસ લેવા. તેના માટે એક વાસણમાં અથવા સ્ટીમરમાં પાણી ઉકાળો. તેના પછી ઓલિવ ઓઈલ નાંખીને મિક્સ કરો. હવે માથાને ટુવાલથી ઢાંકીને નાસ લેવા. 15-20 મીનિટ સુધી નાસ લીધા પછી તમારો માઈગ્રેનનો દુઃખાવો ગાયબ થઈ જશે.
-દેશી ઘીનો ઉપયોગ કરવો
માઈગ્રેનના દુઃખાવામાંથી છૂટકારો મેળવવા માટે તેના બે ટીપા નાકમાં નાંખીને સૂઈ જવું. તેનાથી નાક સાફ થશે અને તમને માઈગ્રેનનાં દુઃખાવામાંથી જલ્દીથી રાહત મળશે, હકીકતમાં માઈગ્રેનનો દુઃખાવો કેટલીંક વખત નાક પર વાયરસ, બેક્ટેરિયા, ફફૂંદી, ધૂળ-માટીના રજકણો જમા થવાને કારણે પણ શરૂ થાય છે.
-ઠંડા પાણીના પોતા મૂકવા
માઈગ્રેનનો દુઃખાવો થાય ત્યારે બરફ અથવા ઠંડા પાણીનાં પોતા માથા પર રાખવા. આવું કરવાથી રક્તની ધમનીઓ ફેલાય જાય છે અને પોતાની પહેલા જેવી સ્થિતીમાં આવી જાય છે.
-શાંત રહેવું
આવી સ્થિતીમાં પોતાનું મગજ શાંત રાખવું અને તનાવ મુક્ત રહેવાનો પ્રયત્ન કરવો. તેમજ ઉંડા સશ્વાસ લઈને મનને શાંત કરો. તેના માટે તમે યોગ, કસરત અથવા ધ્યાન પણ કરી શકો છો. તેમાં તમને વધારે ભુખ નથી લાગતી. એટલા માટે થોડી થોડી વારનાં કંઈના કંઈ ખાતા રહેવું.
-મહેંદીનો લેપ
માઈગ્રેનનો દુઃખાવામાંથી છૂટકારો મેળવવા માટે તમે મહેંદીનો ઉપયોગ પણ કરી શકો છો. તેના માટે મહેંદીનો લેપ લગાવાની માથા પર લગાવો. તેનાથી થોડાક જ સમયમાં તમને દુઃખાવામાંથી રાહત મળશે.
-તજ
તજને કર્શ કરીને તેનો લેપને માથા પર લગાવાથી માઈગ્રેનમાંથી દુઃખાવાથી તરત આરામ મળે છે. તે સિવાય તજના પાવડરને દિવસમાં ચાર વખચત ઠંડા પાણીની સાથે ખાવાથી તરત રાહત મળશે.
– તુલસીના પાન
આ દુઃખાવામાંથી છૂટકારો મેળવવા માટે તુલસીના પાન, આદુનો પાવડર, મરીનો પાવડર અને તજનો પાવડરને મિક્સ કરીને મધની સાથે ખાવું. તેનાથી તમને તરત રાહત મળશે.
તે સિવાય માઈગ્રેનથી દુખાવો ત્યારે માથામાં હળવા હાથે માલિશ કરો.એક રૂમાલને ગરમ પાણીમાં પલાળી તેનાથી શેક કરો. બરફથી પણ શેક કરી શકો છો. સંતુલિત આહાર અને સંતુલિત દિનચર્યાનું પાલન કરો. દિવસમાં ઓછામાં ઓછું 12- 14 ગ્લાસ પાણી પીવો. ધ્યાન, યોગ, એક્યુપંક્ચર કે અરોમા થેરપી જેવી પદ્ધતિઓ પણ અજમાવી શકો છો. હેડબેંડ લગાવવાથી પણ દર્દમાં રાહત મળી શકે છે