મેથીના ઢેબરાં – હવે બનાવો આ નવીન અને પરફેક્ટ રીતે.

કેમ છો મિત્રો? જય જલારામ. આપણે ગુજરાતીઓ જયારે પણ બહાર ક્યાંક ફરવા જવાનું હોય એટલે ઘરે બનાવેલ ઢેબરાં તો સાથે લઈને જ જઈએ. એમ કહીએ કે ઢેબરાં અને થેપલા વગર આપણી મુસાફરી પુરી જ ના ગણાય. તો બસ આજે હું તમારી માટે લાવી છું ઢેબરાં બનાવવા માટેની સરળ અને પરફેક્ટ રેસિપી.

તમારા નોન ગુજરાતી મિત્રો સાથે આ રેસિપીનો વિડિઓ જરૂર શેર કરજો સાંભળીને નહિ પણ જોઈને તો શીખી જ શકશે. તમે હજી મારી યુટ્યુબ ચેનલ જલારામ ફૂડ હબ સબ્સ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ કરો. આજે આપણે ઘઉં, બાજરી અને મેથી ના ઢેબરા બનાવીશું. તમારે બે થી ત્રણ દિવસ ના પ્રવાસ માં જવું હોય તો પણ તમે લઇ જઈ શકો છો.તો ચાલો બનાવી લઈએ ઘઉં બાજરી ના ઢેબરા.

સામગ્રી

YouTube video player

  • ઘઉં નો લોટ
  • બેસન
  • બાજરી નો લોટ
  • લાલ મરચું પાવડર
  • ધાણાજીરું પાવડર
  • હળદર
  • મીઠું
  • ગરમ મસાલો
  • અજમો
  • તેલ
  • તલ
  • છાસ
  • લસણ અને લીલા મરચાં ની પેસ્ટ
  • આદુ
  • ખાંડ
  • લીલી મેથી

રીત

1- સૌથી પહેલા આપણે બે મોટા કપ રોટલી નો ઘઉ નો લોટ લઈશું. ત્યારબાદ એક કપ બાજરી નો લોટ લઈશું. તેમાં ત્રણ ચમચી જેટલું બેસન લઈશું. હવે ત્રણેય લોટ આપણે મિક્સ કરી લઈશું. હવે તેમાં આપણે મસાલા કરીશું.

2- હવે તેમાં એક ચમચી ધાણજીરૂ પાવડર નાખીશું. એક ચમચી હળદર નાખીશું. ત્યારબાદ એક મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખીશું. ત્યારબાદ અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું. હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું.

3- હવે મોવાણ માટે તેલ એડ કરીશું.ત્યારબાદ એક ચમચી તલ નાખીશું. એક નાની ચમચી અજમો એડ કરીશું. તેને હાથ થી મસળી ને નાખીશું. ત્યારબાદ લસણ અને લીલા મરચાં ની પેસ્ટ નાખીશું. હવે એક આદુ નો ટુકડો છીણી ને નાખીશું. હવે આપણે બધું મિક્સ કરી લઈશું.

4- આ લોટ આપણે છાસ અને દહીં થી જ બાંધવાનો છે. હવે આપણે એક ચમચી જેટલી ખાંડ ઉમેરી શું. હવે આપણે 250 ગ્રામ મેથી ને ધોઈ ને સમારી ને એડ કરીશું. હવે તેને બરાબર મિક્સ કરી લઈશું.એક ગ્લાસ છાસ લઈ લોટ બાંધી લઈશું. છાસ નાખવાથી આપણા ઢેબરા ત્રણ થી ચાર દિવસ સુધી સારા રહે છે.

5- આ ઢેબરા સાથે ગોળ વારા મરચા બનાવામાં આવે છે જોડે શાક ની જરૂર પણ નહી પડે.આ લોટ હવે તૈયાર થઈ ગયો છે તો તેને અડધા કલાક માટે ઢાંકીને મૂકી દઈશું.હવે તેના ગુલ્લા પાડી ને વણી લઈશું.તેને કોરો લોટ લઈ વણી લઈશું.હવે એક પેન માં શેકી લઈશું.એક બાજુ ચડી જાય એટલે પલટાવી લઈશું.હવે બીજી બાજુ ચડી જાય એટલે થોડું તેલ નાખી પછી તેને પલટાવી લઈશું.અને શેકી લઈશું.

6- હવે તેને પ્રેસ કરી ને બધી બાજુ શેકી લઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા ઢેબરા એકદમ સરસ થયા છે.હવે તેવી જ રીતે બધા ઢેબરા બનાવી લઈશું.તમારે ત્રણ દિવસ સુધી સારા રાખવા હોય તો એકદમ ઠંડા થવા દઈશું.પછી ભરી લેવાના.જો તમે ગરમ ગરમ ભરસો તો આપણા ઢેબરા બગડી જશે.તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા ઢેબરા એકદમ મસ્ત બન્યા છે તો તમે પણ ઘરે ચોક્ક્સ થી બનાવજો.

વિડિઓ રેસિપી :

YouTube video player

error: Content is protected !!
Exit mobile version