સ્ટફ બાજરીનો રોટલો – નોર્મલ રોટલો તો ખાતા જ હશો હવે ખાવ સ્ટફ રોટલો.
કેમ છો મિત્રો જય જલારામ, તમે સાંજે ઘણીવાર સાદો બાજરીનો રોટલો તો બનાવતા જ હશો પણ આજે હું લાવી છું સ્ટફ રોટલો બનાવવા માટેની એક સરળ રેસિપી. આજકાલ કાઠિયાવાડી હોટલ અને ઢાબામાં જઈએ તો આ રેસિપી એ સ્પેશિયલ ડીશ તરીકે આપવામાં આવે છે. આ રોટલો તો કોઈપણ શાક વગર પણ બહુ ટેસ્ટી લાગે છે. તો મારી રેસિપી તમને ગમતી હોય તો નિયમિત વિડિઓ એલર્ટ મેળવવા મારી ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો. ચાલો ફટાફટ શીખી લઈએ આ નવીન રેસિપી.
Youtube ચેનલ : જલારામ ફૂડ હબ
સામગ્રી
- બાજરી નો લોટ
- લીલી ડુંગળી
- લીલું લસણ
- લીલા ધાણા
- લીલી મેથી
- મીઠું
- ઘી
- આદુ
- લીલા મરચા
રીત-
1- સૌથી પહેલા આપણે સ્ટફિંગ તૈયાર કરીશું.હવે આપણે ઘી નાખીશું.એક કઢાઈ માં.તમે તેલ પણ લઈ શકો છો.હવે તેમાં બે સમારેલા લીલાં મરચાં અને આદુ લઇ લઈશું.હવે તેને થોડું સાંતળી લઈશું.
2- હવે આપણે લીલી મેથી,લીલા ધાણા, લીલી ડુંગળી અને લીલું લસણ આ ચારેય વસ્તુ બે બે ચમચી લઈ લીધું છે.મેથી અડધો કપ લીધી અને કોથમીર બે મોટી ચમચી લીધી છે.અને બે ચમચી લસણ અને ને નાની ચમચી ડુંગળી સમારી લીધી છે.
3- હવે આપણે શાક ના ભાગ નું થોડું મીઠું નાખીશું.હવે આપણે બધું મિક્સ કરી લઈશું.આ સ્ટફિંગ નું બહુ પાણી છૂટું પડવા દેવાનું નથી.થોડું મિક્સ થાય ત્યાં સુધી તેને સાંતળી લઈશું.હવે આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે.
4- હવે આપણે રોટલો બનાવી લઈશું. બને ત્યાં સુધી આપણે ફ્રેશ લોટ લઈશું.જેથી તેની ચિકાસ સારી રેહશેે.હવે લોટ મા ટેસ્ટ મુજબ મીઠું નાખીશું.તેમાં થોડું થોડું પાણી નાખી ને લોટ ને મસળી લઈશું.એકદમ ચીકણો અને એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે.
5- હવે આપણે લોટ ને જેટલું વધારે મસળી શું એટલો આપણો રોટલા ના લોટ મા વધારે ચિકાસ આવશે.હવે તેને હાથ માં લઇ રોટલો બનાવી લઈશું.અને થોડું ટીપી ને વચ્ચે ખાડા જેવું કરી ને સ્ટફિંગ ભરી દઈશું.ચમચી થી સ્ટફિંગ ભરી દઈશું.
6- હવે આપણે તેને બંધ કરી દઈશું.અને ફરી થી તેવો ગોળો બનાવી લેવાનો.અને હાથ થી ટીપી લઈશું.અને જો તમને હાથ થી ના ફાવે તો તમે આદણી પર થોડો કોરો લોટ લઈ ટીપી ને પણ બનાવી શકો છો.
7- હવે તેને બધી સાઈડ પાતળી પાતળી કરતા થેપી લેવાનો છે.અને એમ લાગે કે થોડો સાઈડ પર તૂટી ગયો છે તો થોડું પાણી લઈ સરખો કરી લેવાનો.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણો રોટલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે.હવે તેને શેકી લઈશું.
8- હવે થોડી વાર થાય પછી ચેક કરી લઈશું કે આપણો રોટલો ચડ્યો છે કે નહી ધીમે થી તેને પલટાવી લઈશું.હવે બીજી બાજુ તેને સરસ ચડવા દઈશું.હવે નીચે ચડવા આવ્યો હોય તો ધીમે થી ઉંચો કરી ને જોઈ લેવાનું.અને જે બાજુ ના ચડ્યો હોય તે બાજુ ફેરવી લેવાનો.હવે આપણો રોટલો ચડી ગયો છે તો તેને ઉંધો કરી બીજી સાઈડ ફેરવી લઈશું.
9- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણો રોટલો ચડી ગયો છે.અને ફૂલી પણ ગયો છે.હવે આપણે રોટલા ને કાઢી લઈશું.આ તમે ચા સાથે ખાઈ શકો છો.આ રોટલો એકદમ હેલ્દી અને એકદમ ટેસ્ટી રોટલો છે.તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણું સ્ટફિંગ બધી બાજુ આવી ગયું છે.અને આપણો ગરમા ગરમ રોટલો તૈયાર થઈ ગયો છે.તો તમે ચોક્કસથી ટ્રાય કરજો.
વિડિઓ રેસિપી :