ઠંડીના આ વાતાવરણને વધારે આનંદમય બનાવશે 5 મિનિટમાં બની જતા મેથીના ભજીયા.

કેમ છો? જય જલારામ. આશા રાખું તમે બધા સેફ હશો. આપણા ગુજરાતી ઘરમાં કોઈ તો એવું વ્યક્તિ હોય જ જે ભજીયા ખાવા માટે ગમે ત્યારે તૈયાર થઇ જાય એમને કોઈ ફરક ના પડે કે કેટલા વાગ્યા છે કે પછી હમણાં જ જમ્યા છે. એમને તો બસ ભજીયાનું નામ પડે એટલે ભજીયા જોઈએ જ. બસ તો પછી એવા જ ભજીયા પ્રેમી મિત્રો માટે આજે અમે લાવ્યા છીએ મેથીના ગોટા ભજીયા બનાવવા માટેની બહુ જ સરળ રેસિપી.

આ ભજીયાની રેસિપીથી તમે ભજીયાની ફરમાઈશ ફટાફટ પુરી કરી શકશો. નહિ લાગે બહુ સમય અને ભજીયા પણ બનશે એવા કે તમે પહેલા ક્યારેય નહિ ખાધા કે બનાવ્યા હોય. તો ચાલો ફટાફટ શીખી લઈએ એકદમ જાળીદાર મેથીના ભજીયા બનાવીશું. મિત્રો મારી યુટ્યુબ ચેનલ જલારામ ફૂડ હબને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો. તમારા સપોર્ટથી જ મને વધુ સારી રેસિપી આપવાનું પ્રોત્સાહન મળે છે. આ ભજીયાની રેસિપીનો વિડિઓ જરૂર જુઓ અને જણાવજો આ રેસિપી કેવી લાગી.

સામગ્રી

  • લીલી મેથી (લીલી મેથી ના હોય તો ઓફ સીઝનમાં કસૂરી મેથી સાથે થોડા લીલા ધાણા ઉમેરવા.)
  • લીલું લસણ (સૂકું લસણ પણ જીણું ક્રશ કરીને લઈ શકો ઓપશનલ છે નહિ ઉમેરો તો પણ ચાલશે.)
  • બેસન
  • મીઠું
  • સાજી ના ફૂલ
  • લીલા મરચા
  • સોજી

રીત-

1- સૌથી પહેલા ખીરુ બનાવતા પહેલા ધીમા ગેસ પર તેલ મૂકી દઈશું. હવે 250 ગ્રામ ચણાના લોટને ચારી લઈશું.હવે તેમાં લીલા મરચાં સમારી ને એડ કરીશું.અત્યારે લીલું લસણ ખૂબ સારું મળે છે.

2- હવે બે ચમચી લીલુ લસણ એડ કરીશું.હવે તેમાં એક નાની ચમચી સાજી ના ફૂલ એડ કરીશું.હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું.હવે આપણે લીલી મેથી ઉમેરી શું.

3- હવે તેમાં લીલા ધાણા નાખીશું.હવે પાણી નાખતા જઈશું.અને ખીરું પલાળતા જઈશું.હવે તેમાં એક મોટી ચમચી સોજી નાખીશું.સોજી નાખવાથી આપણા ભજીયા બહાર જેવા જાળીદાર ભજીયા બનશે.હવે જે ગરમ તેલ થયું હતું તેમાંથી બે ચમચી તેલ એડ કરીશું.

4- હવે તેલ નાખ્યા પછી ખીરું બરાબર હલાવી લઈશું. હવે તેલ બરાબર ગરમ થઈ ગયું છે. તો હવે ભજીયા બનાવી લઈશું.જો તમને હાથ થી ના ફાવે તો ચમચી થી પણ ભજીયા બનાવી શકો છો.તમારી કઢાઈ જે સાઈઝ ની હોય એટલા ભજીયા તમે મૂકી શકો છો.

5- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ઉપરથી ક્રિસ્પી અને જાળીદાર ભજીયા તૈયાર થઈ ગયા છે. હવે તેને ટીસ્યુ પેપર કાઢી લઈશું. આ રીતે આપણે બીજા ભજીયા બનાવી લઈશું. આપણા મેથી ના ભજીયા સાથે કઢી ખાવાની ખૂબ મજા પડી જાય છે. તમે આ રેસિપી એકવાર જરૂર થી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :

YouTube video player

error: Content is protected !!
Exit mobile version