ઊંઘીને ઉઠો છો તો શરીરમાં દુખાવો થાય છે? અપનાવો આ ઘરગથ્થું ઉપાય.
ઊંઘીને ઉઠયા પછી શરીરમાં દુખાવો થવાના ઘણા બધા કારણ હોય શકે છે. શારીરિક નબળાઈ, ખોરાકમાં પોષક તત્વોની કમી, ઊંઘ બરાબર ના થવી અથવા તો ઊંઘ અધૂરી રહી જવી, શારીરિક કસરતની કમી અને સ્થિર જીવનશૈલીથી પણ ઊંઘમાંથી ઉઠયા પછી શરીર દુખે છે. જો કે શરીરમાં પોષણની કમી આનું મોટું કારણ હોય શકે છે.
- 1. પોષક તત્વોથી ભરપૂર ખોરાક લેવો.
તમારે સંતુલિત અને પૌષ્ટિક આહાર લેવો જોઈએ. આહારમાં એવા ખોરાકનો સમાવેશ કરો જેમાં શરીર માટે જરૂરી પોષક તત્વો હોય. ખાસ કરીને પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર અને આયર્નથી ભરપૂર ખોરાક. કારણ કે તમારા સ્નાયુઓ, હાડકાં, પાચન અને શરીરમાં લોહીની ઉણપને પૂરી કરવી જરૂરી છે. ડેરી ઉત્પાદનો જેવા કે દૂધ, દહીં, છાશ, ચીઝ વગેરે અને સોયાબીન, માંસ, કઠોળ અને માછલી વગેરેને આહારનો ભાગ બનાવો. વધુ ફળો અને શાકભાજીનું સેવન કરો.
- 2. કસરત
સવારે ઉઠ્યા પછી 20-25 મિનિટ સુધી કસરત કરવાનો પ્રયાસ કરો. ખાસ કરીને યોગ અને સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ. આ સિવાય તમે બહાર મોર્નિંગ વોક પણ કરી શકો છો.
- 3. ગરમ પાણીથી સ્નાન લો
ગરમ પાણીથી સ્નાન કરવાથી થાક દૂર થાય છે. તે સ્નાયુ તણાવ અને બળતરા ઘટાડવામાં પણ મદદ કરે છે. તેનાથી તમને તાજગીનો અનુભવ થાય છે અને દુખાવામાં પણ રાહત મળે છે.
- 4. સારી ઊંઘ લો
ઊંઘ દરમિયાન શરીર પોતાની જાતને રિપેર કરે છે. આ દરમિયાન, શરીરના કોષો રિપેર અને પુનઃપ્રાપ્ત થાય છે. એટલા માટે તમારે 7-8 કલાકની સારી ઊંઘ લેવી જોઈએ. વહેલા સૂવાનો પ્રયત્ન કરો અને સૂવાના ઓછામાં ઓછા 1 કલાક પહેલા મોબાઈલ કે લેપટોપ વગેરેનો ઉપયોગ કરવાનું ટાળો. આનાથી અનિદ્રા, અધૂરી નિંદ્રા અથવા બેચેન ઊંઘ જેવી સમસ્યાઓ થાય છે.
- 5. હર્બલ ટીનું સેવન કરો
સવારે ઉઠ્યા પછી સામાન્ય ચા અથવા સીધા નાસ્તાને બદલે હર્બલ ટીનું સેવન કરવાનો પ્રયાસ કરો. ગ્રીન ટી, કેમોમાઈલ ટી, આદુની ચા, તુલસી અને લિકરિસ વગેરેમાંથી બનેલી ચાનું સેવન કરો. આને લીંબુનો રસ અને મધ મિક્સ કરીને પીવો. તેનાથી તમને એનર્જી મળશે અને શરીરના દુખાવાને દૂર કરવાની સાથે તમને બીજા ઘણા ફાયદા પણ થશે.
- પણ આ વાતોનું ખાસ ધ્યાન રાખો.
ખોરાકને વધુ રાંધવાનો અથવા ઉકાળવાનો પ્રયાસ ન કરો, કારણ કે તેનાથી તેમના પોષક તત્વોમાં ઘટાડો થાય છે. લીલા-પાંદડાવાળા શાકભાજી, બદામ અને સૂકા ફળો, બીજ અને ફળો વધુ ખાઓ.