એક સામાન્ય શિક્ષકએ ઊભી કરી દીધી 22000 કરોડની કંપની, જાણો શાહરુખ ખાન પણ છે જેના ફેન.

આજે અમે તમને એક એવી મહિલા વિષે જણાવી રહે છે જએ એક સમયે બાળકોને ભણાવવાનું કામ કરતી હતી. દેશમાં આમ તો એક શિક્ષકની નોકરી એ બહુ સામાન્ય વાત છે.

સામાન્ય રીતે એવું જ માનવામાં આવે છે કે એક શિક્ષકની પાસે કમાણી કરવાના સારા સાધન નથી હોતા. તેમની કમાણી એક નક્કી કરેલ સંખ્યા જ હોય શકે છે. પણ અમે તમને જે મહિલા વિષે જણાવી રહ્યા છે તેણે પોતાના પ્રોફેસનથી 22000 કરોડની કંપની ઊભી કરી દીધી.

અમે અહીં જે પ્રતિભાશાળી મહિલા વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ છે દિવ્યા ગોકુલનાથ. તે બાયજુના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મની સહ-સ્થાપક છે. તેની ઉંમર માત્ર 35 વર્ષની છે. પરંતુ દેશના સૌથી યુવા અમીર ભારતીયોની યાદીમાં તેમનું નામ બીજા નંબરે છે. તેના 39 વર્ષીય પતિ બાયજુ રવિન્દ્રન આ યાદીમાં ત્રીજા નંબરે આવે છે.

બાયજુ ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ કંપનીની હાલની વેલ્યૂ 22.3 હજાર કરોડની આસપાસ છે. પતિ અને પત્નીએ મળીને આ કંપનીને એક અલગ મુકામ પર પહોંચાડી દીધી છે. આની શરૂઆત ત્યારે થઈ જ્યારે દિવ્યા ટ્યુશન કરાવવા માટે રવીન્દ્રન પાસે જતી હતી. અહિયાં બંનેને પ્રેમ થયો અને તેમણે લગ્ન કરી લડીહા. એમના બે દીકરા છે. રવીન્દ્રન જ્યારે ગણિતનું ટ્યુશન ભણાવતા હતા તેમણે 2011માં ઓનલાઈન શિક્ષા આપવાવાળી આ કંપનીની સ્થાપન કરી હતી.

દિવ્યાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે 2008થી બાળકોને ભણાવી રહી છે. કેટલાક બાળકો તેમના કરતાં થોડાં જ વર્ષ નાના હતા. આવી સ્થિતિમાં તે પોતાને પરિપક્વ દેખાવવા માટે સાડી પહેરીને અભ્યાસ કરવા જતી હતી. જ્યારે દિવ્યાએ GRE પરીક્ષા પાસ કરી ત્યારે તેને અમેરિકાની ટોચની યુનિવર્સિટીઓમાં એડમિશન મળી રહ્યું હતું.

તે ઈચ્છતી તો વિદેશમાં નોકરી કરીને સેટલ થઈ ગઈ હોત. પરંતુ તે પોતાના દેશ ભારતમાં રહીને કંઈક કરવા માંગતી હતી. તેનું એક કારણ એ પણ હતું કે તે તેના માતા-પિતાનો એકમાત્ર સંતાન પણ હતી. તેથી તેણે બેંગ્લોરમાં જ તેના પતિ સાથે કામ કરવાનું શરૂ કર્યું.

દિવ્યા આજે એવા બધા લોકો માટે પ્રેરણારૂપ છે જેઓ પૈસા કમાવવાના મામલે અમુક વ્યવસાયને ઓછો આંકે છે. સત્ય એ છે કે તમે દરેક ક્ષેત્રમાં ખૂબ પૈસા કમાઈ શકો છો. તમારે ફક્ત સખત મહેનત કરવી પડશે અને મોટું વિચારવું પડશે.

error: Content is protected !!
Exit mobile version