મસાલેદાર ભોજનથી દૂર રહેતા મિત્રો માટે ખાસ માહિતી.

આપણા રસોડામાં મસાલા એક અવિભાજ્ય અંગ જેવા છે. પરંતુ હવે હેલ્થ કોન્શિયસ બનેલા લોકો મસાલેદાર ખાવાથી દૂર ભાગે છે. કહે છે કે, તેનાથી શરીરને તકલીફ થાય છે.

પરંતુ આ માસાલા આપણી રસોઈમાં માત્ર ફ્લેવર જ નથી એડ કરતા, ચટપટા અને મસાલેદાર ખાવાથી સ્વાસ્થ્ય પર પણ સારી અસર થાય છે. જો આ બાબત જાણી લેશો તો ક્યારેય તમે ખાવામાં મસાલા નાખવાનું ભૂલશો નહિ.

આવા અનેક કારણ છે જેને કારણે આપણે થાળીમાં થોડી જગ્યા મસાલેદાર ખાવા માટે પણ રાખવી જોઈએ.

તેનાથી વજન ઓછું થાય છે. જ્યારે આપણે મસાલેદાર ખાવાનું ખાઈએ છીએ, તો આપણા શરીરમાં ગરમી નીકળે છે, જેનાથી આપણું મેટાબોલિઝમ તેજ થઈ જાય છે અને વજન ઘટે છે.

મસાલેદાર ખાવાથી બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. બ્લડ ક્લોટની શક્યતા ઘટી જાય છે. એટલું જ નહિ, કોલેસ્ટ્રોલ પણ ઓછું થઈ જાય છે.

રિસર્ચ કહે છે કે, તેનાથી લાંબી ઉંમર મળે છે. કારણ કે, તેનાથી અનેક પ્રકારની બીમારીઓ જેવી કે, કેન્સર, દિલની બીમારીની શક્યતા ઘટી જાય છે.

અનેક મસાલા દર્દથી રાહત આપવામાં ઉપયોગી નિવડે છે. જેમ કે, કાળા મરીમાં રહેલા તત્ત્વ દર્દ નિવારક દવાઓમાં ઉપયોગમાં લેવાય છે.

મસાલામાં ખુશી આપે તેવા ત્તત્વ હોય છે, જે ખુશ રહેવાના હોર્મોન્સને વધારે છે.

સ્પાઈસી ફૂડી સુગંધથી ભૂખ વધી જાય છે અને તે આ બાબત એ લોકો માટે બહુ જ સારી છે, જે ખાવાથી દૂર ભાગે છે અને નાક સંકોડે છે.

ખાવામાં થોડું વધારે મરચું હેલ્થ માટે બહુ જ સારી બાબત છે. કાળી મરીથી દિલની બીમારીઓની શક્યતા ઘટી જાય છે.

માઈગ્રેન કે શરીરમાં કોઈ પ્રકારના દર્દથી તકલીફ થઈ રહી હોય તો ખાવામાં કાળી મરી જરૂર સામેલ કરો. તે દર્દનિવારક પણ છે.

error: Content is protected !!
Exit mobile version