માર્કેટમાં ફ્રેશ વટાણા મળવાની શરૂઆત થઇ ગઈ છે તો બનાવો આ નવીન પેટીસ, ઘરમાં બધા ખુશ થઇ જશે.

શિયાળાની ઠંડકની શરૂઆત થાય એટલે માર્કેટમાં લીલા શાક મળવાની શરૂઆત થઈ જતી હોય છે. લીલા શાક તો ફ્રેશ મળે જ છે આ સાથે જ લીલા શાકના ભાવ પણ ઘણા ઓછા એટલે કે પોસાય એવા હોય છે. આજે હું તમારા માટે લીલા વટાણાની ખૂબ ટેસ્ટી રેસીપી લઈને આવી છું. ચાલો તમને ફટાફટ શીખવી દઉં વટાણાની ટેસ્ટી પેટીસ બનાવવાની સરળ રેસીપી.

સામગ્રી (પરફેક્ટ માપ માટે વિડિઓ ખાસ જુઓ.)

  • બાફેલા વટાણા
  • શેકેલી સીંગ
  • લીલા મરચા
  • આદુ
  • જીરું
  • હિંગ
  • તેલ
  • તલ
  • મીઠું
  • કોપરાનું છીણ
  • લીંબુનો રસ
  • ખાંડ
  • મરી પાવડર
  • આરા નો લોટ

રીત-

1- સૌથી પહેલા આપણે વટાણાને બાફીને તૈયાર કરી લઈશું. હવે તેને મિક્સરમાં પીસી લઈશું. 2 થી 3 મોટી ચમચી શેકેલી સીંગ નાખીશું.

2- હવે આપણે પાચ થી છ લીલા મરચા નાખીશું.અને એક આદુ નો ટુકડો નાખીશું.હવે તેને પીસી લઈશું.

3- હવે એક કઢાઈ લઈશું. બે મોટી ચમચી તેલ લઈશું. અડધી ચમચી જેટલું જીરું નાખી શું. જીરૂ તતડી જાય પછી ચપટી હિંગ નાંખીશું.

4- હવે તેમાં વટાણા નું મિશ્રણ ઉમેરી દઈશું. હવે તેને હલાવતા હલાવતા શેકી લેવાનું છે. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું.

5- હવે તેમાં એક મોટી ચમચી તલ નાખીશું. હવે એક મોટી ચમચી જેટલું કોપરાનું છીણ નાખીશું. હવે એક નાનો બાફેલો બટાકો લઈ તેને મિક્સ કરી લઈશું.

6- હવે તેમાં ૧ નાની વાડકી લીલા ધાણા નાખીશું. હવે આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે તેમાં એક નાની ચમચી ગરમ મસાલો નાખીશું. હવે ગેસ બંધ કરી દઈશું.

7-હવે એક ચમચી લીંબુનો રસ નાખી શું. અને અડધી ચમચી ખાંડ નાખીશું. હવે આ મિશ્રણને ઠંડુ કરી લેવાનું છે. હાથ થી ગોળ વાળી શકીએ તેવું ઠંડુ થવા દેવાનું છે.

8-હવે બારના લેયર ની તૈયારી કરીશું. હવે બટાકાને છીણી લઈશું. હવે તેમાં થોડો મસાલો કરીશું. તેમાં અડધી ચમચી જેટલો મરી પાવડર લઈશું. સ્વાદ મુજબ મીઠું નાખીશું.

9- હવે તેમાં ૩ ચમચી આરા નો લોટ નાખીશું. જો તમારી પાસે આરાનો લોટ ના હોય તો ચોખાનો લોટ નાખી શકો છો. હવે તેને બરાબર મિક્સ કરી લઈશું.

10-હવે આપણું સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે. તો તેના નાના-નાના બોલ્સ બનાવી લઈશું. આપણે હાથ પર થોડું તેલ લગાવી લઈશું. જેથી બટાકાનો માવો આપણા હાથમાં ચોંટે નહીં.

11-આપણે તેને હાથમાં લઇ થોડું નાની પૂરી સાઈઝ કરી વચ્ચે સ્ટફિંગ ની ગોળી મૂકી દઈશું. પછી તેને ગોળ બનાવી લેવાનું. પછી તેને આરાના લોટમાં રગ દોડી લેવાનું. આ રીતે આપણે બધી પેટીસ બનાવી લઈશું.

12- હવે આપણે તેલ ગરમ કરી લઈશું. થોડું ઓછું ગરમ થવા દઈશું. જેથી આપણી પેટીસ એકદમ કડક થઇ જાય. અને બળી ના જાય. આપણે એકદમ તેને હલાવવા ની ઉતાવળ નથી કરવાની.

13- હવે આપણી પેટીસ તૈયાર થઈ ગઈ છે. બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ. તો તમે ચોક્કસથી બનાવજો.

વિડીયો રેસીપી :

YouTube video player

error: Content is protected !!
Exit mobile version