મંસા મૂસા: આજે વાત ઇતિહાસના સૌથી અમીર વ્યક્તિની, પોતાના દેશને જ લૂટી લીધો અને.

જ્યારે વિશ્વમાં સૌથી અમીર વ્યક્તિની વાત થાય છે ટો લોકોના મનમાં સૌથી પહેલા ટેસ્લા કપનીના માલિક એલન મસ્ક અને અમેઝોનના માલિક જૈફ બેજોસનું જ નામ આવે છે. અરબપતિની લિસ્ટમાં આ બંને નામ સિવાય બીજા ઘણા નામ છે. જો તમે ઇતિહાસમાં જઈને જોશો તો તમને થશે કે એલન મસ્ક અને એમેઝોનના માલિક તો કશું જ નથી. કેમ કે પશ્ચિમ આફ્રિકાના બાદશાહ મંસા મૂસા 14મી સદીમાં સૌથી અમીર વ્યક્તિ માનવામાં આવે છે.

તેણે ઘણા વર્ષો સુધી શાસન કર્યું. એવું કહેવાય છે કે મંસા મુસા પાસે એટલી બધી સંપત્તિ હતી કે કોઈ આ સંપત્તિનો અંદાજ પણ લગાવી શક્યું ન હતું. એટલું જ નહીં, પરંતુ એક મેગેઝિને લખ્યું છે કે, તે એટલો અમીર હતો કે કોઈ પણ અનુમાન લગાવી શકે નહીં. તો ચાલો જાણીએ મનસા મુસાની કહાની.

1280માં જન્મેલ મૂસાના મોટા ભાઈએ અબુ બક્રએ 1312 સુધી રાજ કર્યું. આ દરમિયાન તેમણે લાંબી યાત્રા કરવાનો નિર્ણય લીધો પછી નાનો ભાઈ મૂસાએ શાસન સંભળાયું. મૂસા એ પ્રથમ ટીંબકતુંના રાજા હતા. કહેવાય છે કે વિશ્વમાં રહેલ ટોટલ સોનામાંથી અડધું સોનું હતું તેની પાસે. એવામાં જ્યારે વિશ્વમાં સોનાની માંગ વધે છે અને મૂસા વધુને વધુ અમીર બનતો જાય છે. જ્યારે તેણે પોતાની ગાદી સંભાળી ત્યારે તે સોનાના મોટા મોટા ભંડારના માલિક હતા.

તમને જણાવી દઈએ કે, મૂસા જેને સમ્રાટ કહેવામાં આવે છે, તેથી જે વ્યક્તિ સિંહાસન પર બેસે છે તેને મૂસા કહેવામાં આવે છે. બીબીસીના એક રિપોર્ટ અનુસાર, મૂસાની સંપત્તિનો અંદાજ લગાવવો અશક્ય હતો. તે સમયે ગિની, બુર્કિના ફાસો, માલી, નાઇજર, ચાડ, મોરિટાનિયા, સેનેગલ, ગામ્બિયા સહિતના તમામ દેશો મૂસાની સલ્તનત હેઠળ આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે આ રાજાનું સાચું નામ મૂસા કીટા પ્રથમ હતું. જો કે બાદશાહ બન્યા પછી તે મંસા કહેવાય છે. કહેવામાં આવે છે તેઓ ખૂબ દરિયાદિલ વ્યક્તિ હતા, લોકો પ્રત્યે તેઓ ખૂબ દયાળુ હતા જેના લીધે એક સમયે તેમના લીધે આખા દેશની અર્થવ્યવસ્થા ઉથલ પાથલ થઈ ગઈ હતી.

મીડિયા રિપોર્ટ પ્રમાણે મંસા મૂસાની મિલકત લગભગ 4,00,000 મિલિયન અમેરિકી ડોલરથી પણ વધારે હતી. જો કે આ ફક્ત એક અંદાજ લગાવવામાં આવ્યો હતો. ઇતિહાસકરોનું કહેવું છે કે તેમની મિલકત આ રકમ કરતાં પણ વધારે હતી.

જો રિપોર્ટનું માનીએ તો 1324માં જ્યારે મુસા મક્કાની મુલાકાતે નીકળ્યા ત્યારે તેમની સાથે એક વિશાળ કાફલો હતો, જેને જોઈને બધા દંગ રહી ગયા. એવું કહેવાય છે કે તે સમયગાળા દરમિયાન લગભગ 60,000 લોકોએ મૂસાની યાત્રામાં હાજરી આપી હતી, જેમાં માત્ર 12,000 હજાર લોકો મૂસાની રક્ષા કરવામાં નજર રાખીને ચાલતા હતા.

એટલું જ નહીં પણ 500 લોકોએ રેશમી કપડાં પહેર્યા હતા અને તેઓ મૂસાની આગળ ઘોડા લઈને ચાલી રહ્યા હતા અને તેમના હાથમાં સોનાની લાકડીઓ હતી. આ સિવાય 80 ઊંટોનો કાફલો પણ સાથે ચાલી રહ્યો હતો તે ઊંટ પર લગભગ 136 કિલો સોનું ભરેલું હતું.

એવું કહેવાય છે કે આ યાત્રા દરમિયાન ઇજિપ્તની રાજધાની કૈરોમાંથી પસાર થતી વખતે મૂસાએ પોતાની સાથે લાવેલું સોનું અહીં રહેતા ગરીબોને દાનમાં આપ્યું હતું. આ પછી ઇજિપ્તને ગરીબી ભોગવવી પડી હતી. સમગ્ર દેશમાં સોનાના ભાવ ગગડી ગયા હતા અને અર્થવ્યવસ્થા બરબાદ થઈ ગઈ હતી.

એટલું જ નહીં પરંતુ આ પછી સમગ્ર દેશમાં મોંઘવારી વધી ગઈ. અહેવાલ મુજબ, આ પછી મુસાનું 57 વર્ષની વયે અવસાન થયું, ત્યારબાદ તેમના પુત્રએ ગાદી સંભાળી. પરંતુ તે પોતાના સામ્રાજ્યને રાજાની જેમ સંભાળી શક્યો નહીં. આ પછી મૂસાનું આખું સામ્રાજ્ય નાના ટુકડાઓમાં વેરવિખેર થઈ ગયું.

error: Content is protected !!
Exit mobile version