હવેથી કેરી ખાઈને ગોટલા ફેંકી દેતા નહીં, આવીરીતે કરો ઉપયોગ
ગરમીની સિઝનની શરૂઆત થઈ ગઈ છે તેની સાથ કેરીનું પણ આગમન થઈ ગયું છે. ફળોનો રાજા ગણાતી કેરી સ્વાદમાં ખૂબ મીઠી લાગે છે. તેને જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે. તેમજ કેરીની ગોટલી પણ શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે. આયુર્વેદ ઈલાજમાં કેરીની ગોટલીને બહુ ગુણકારી માનવામાં આવે છે. તેનાથી સ્વાસ્થ્યની કોઈ પણ સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે. ઘરેલૂ ઉપાયમાં પણ કેરીની ગોટલીનો ઉપયોગ કરી શકો છો. કેરી જેટલી વધારે ગળી હોય તેની ગોટલીનો ફાયદો તેટલો જ વધુ મળે છે. આજે અમે તમને જણાવીશું કે, તેનો કઈ-કઈ બીમારીમાં કેવી રીતે ઉપયોગ કરવો.
1. વાંરવાર થતી પેટની સમસ્યા
પેટની સમસ્યા થતી હોય ત્યારે કેરીની ગોટલી બહુ કામની વસ્તુ છે. તેનો ઉપયોગ કરવા માટે કેરીની ગોટલીમાં સાકર નાખીને તેને ક્રશ કરી લો. દિવસમાં બે-બે ચમચી ત્રણ વખત તેનું સેવન કરવું. તેનાથી પેટની સમસ્યામાંથી જલ્દી છૂટકારો મળશે.
2. દાંતને રાખે છે સ્વસ્થ
દાંત માટે તેનું દંતમંજન બનાવા માટે કેરીની ગોટલીને પીસીને તેનો પાવડર બનાવી લેવો. પછી કેરીના પાનને સુકાવીને તેને સળગાવીને પીસી લેવાય પછી તેને ગોટલીનાં પાવડરમાં મિક્સ કરીને ગરણીથી ચાળી લેવો દરરોજ તેનાથી મંજન કરવાથી દાંત સફેદ અને મજબૂત થશે. તેનાથી દાંતની સમસ્યા જેવી કે, દાંતનો દુઃખાવો અને લોહી નિકળવા જેવી સમસ્યાથી છૂટકારો મળશે.
3. કોલેસ્ટ્રોલનું લેવલ
કેરીની ગોટલી ખાવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરી શકાય છે. ગોટલી બ્લડ સર્ક્યુલેશનને વ્યવસ્થિત કરીને ખરાબ કોલેસ્ટ્રોલ લેવલને બરાબર કરવામાં મદદ કરે છે. તેમજ બ્લડ સુગરની સમસ્યામાં રાહત મળે છે.
4. વાળની સમસ્યાથી મેળવો છૂટકારો
કેરીની ગોટલીનું તેલ સફેદ વાળની સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે મદદ કરે છે. તેને બનાવવા માટે 10 થી 12 કેરીની ગોટલીને સારી રીતે સુકાવી દેવી. પછી તેને ક્રશ કરીને કપડાની મદદથી ચાળી લેવી અને પછી તેને નારિયેળ તેલમાં સારી રીતે મિક્સ કરી લેવું. આ તેલનો દરરોજ ઉપયોગ કરીને વાળમાં મસાજ કરો.
5. હાઈ બ્લડપ્રેશર
કેરીની ગોટલીને યોગ્ય પ્રમાણમાં ખાવાથી હાઈ બ્લડપ્રેશરની બીમારીમાં રાહત થાય છે. સાથે જ હૃદયરોગની બીમારીઓ પણ મટાડી શકાય છે. તેમજ હૃદયની તમામ બીમારીઓ દૂર રહે છે. તેથી યોગ્ય પ્રમાણમાં દરરોજ ગોટલીનું સેવન કરવું.
પીરિયડ્સમાં વધારે બ્લિડિંગને રોકવા માટે જે છોકરીઓને પીરિયડ્સમાં વધારે બ્લીડિંગ થતું હોય તેમના માટે ગોટલીનો ઉપયોગ એકદમ અક્સીર ઈલાજ છે. તેનો ઉપયોગ કરવા માટે દહીંમાં ગોટલીનું ચૂર્ણ અને મીઠું મિક્સ કરીને તેનું સેવન કરવું. તે સિવાય ગોટલી માથામાં પડેલી જૂ દૂર કરે છે. માથામાં પડેલી જૂ દૂર કરવા માટે ગોટલી ફાયદાકારક છે. કેરીને ગોટલીને વાટીને પાવડર બનાવી લો. આ પાવડરમાં લીંબુનો રસ મિક્સ કરી વાળમાં લગાવી લો. આમ કરવાથી માથામાંથી જૂ દૂર કરી શકાશે. તે સિવાય ગોટલી ખાવાથી ડાયેરિયા મટી જાય છે. જ્યારે ડાયેરિયા થયા હોય ત્યારે કેરીની ગોટલી ખાવાથી મટી જાય છે. કેરીની ગોટલી અને ખાંડને સરખી માત્રામાં વાટી લો અને દિવસમાં બે ચમચી 3 વાર લેવાથી ડાયેરિયા મટી જાય છે.