આખી કેરીનું અથાણું.
આજે આપણે નાની કેરી નું દાબડા અથાણું બનાવીશું. કેરી ની સીઝન આવી ગઈ છે.આ કેરી અત્યારે જ મળશે.થોડા સમય પછી નાની કેરી મળશે નહી.અને આ નાના મોટા દરેક ને ઘર માં ભાવશે.ઉનાળો શરૂ થતાં જ આપણને કેરી યાદ આવે.અને કેરી યાદ આવે એટલે અથાણા યાદ આવે તો આ કેરી નું અથાણું તમે આ સીઝન માં ચોક્કસ થી બનાવજો.તો ચાલો આપણે શીખી લઈએ આખા ભરેલી કેરી નાં દાબડા નું અથાણું.
સામગ્રી
- નાની કેરી
- આચાર મસાલો
- મીઠું
- હળદર
- તેલ
રીત
1- અહીંયા આપણે ૫૦૦ગ્રામ કેરી લઈ લઈશું.અહીંયા આપણે એકદમ ફ્રેશ કેરી લીધી છે.કેરી પસંદ કરતી વખતે ધ્યાન માં રાખવાનું કે કેરી નાની અને કડક હોવી જોઈએ.જેથી આખું વર્ષ અથાણું સારું રહેશે.
2- હવે કેરી નો ઉપર નો ભાગ કાપી લઈશું.કેરી ને થોડી વચ્ચે થી કટ કરી તેની ગોટલી કાઢી લઈશું.અને મસાલો ભરવાની જગ્યા પણ મળી જશે.આને આખી રાત હળદર મીઠા માં રાખીશું.
3- જેથી કેરી ની ખટાશ ઓછી થઈ જશે.અને થોડી નરમ થઈ જશે જેથી આપણ ને મસાલો ભરવા નું ઈજી રહેશે.હવે આ જ રીતે આપણે બધી કેરી ની ગોટલી કાઢી લઈશું.
4- હવે એક ડિશ માં દોઢ ચમચી મીઠું નાખીશું.અને એક ચમચી હળદર લઈ લઈશું.હવે હળદર અને મીઠું મિક્સ કરી લઈશું. હવે કેરી માંથી ગોટલી કાઢી લીધી છે ત્યાં આપણે હળદર અને મીઠું ભરી લઈશું.જે તમે વીડિયોમાં જોઈ શકો છો.
5-હવે તેવી રીતે બધી કેરી ને ભરી લઈશું.હવે તેને આખી રાત રહેવા દઈશું.ત્યારબાદ કેરી ને સુકવી લેવાની છે.હવે કેરી ની અંદર મસાલો ભરી લઈશું. જો આપણે ૨૫૦ગ્રામ કેરી લીધી હોય તો ૨૦૦ગ્રામ તેલ ગરમ કરી ને મૂકી રાખવાનું.આ મસાલો ભર્યા પછી બીજા દિવસે તેલ નાખવાનું તો અહીંયા આપણે તેલ પણ ગરમ કરી લીધું છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો.
6- ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ ગરમ કરી અને એકદમ ઠંડું કરી ને પછી જ તેલ ઉમેરવાનું છે.હવે આપણે કેરી માં મસાલો ભરી લઈશું.આખી કેરી માં આપણે મસાલો ભરી લેવાનો.કેરી માં તમે જેટલો મસાલો વધારે ભારસો એટલી જ કેરી નું અથાણું ખાવા માં તમને મજા આવશે.
7- હવે બધી કેરી ભરાય ગઈ છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો.હવે આ ભરેલી કેરી ને છ થી આઠ કલાક સુધી રહેવા દઈશું.પછી તેમાં તેલ ઉમેરવાનું છે.હવે કેરી માં તેલ એડ કરીશું.કેરી ડૂબે તેટલું તેલ એડ કરવાનું.
8-હવે તેને એવું ને એવું રહેવા દઈશું. હવે આ અથાણું બે દિવસ પછી ખાવા લાયક સરસ થઈ જશે.જો તમને કેરી માં વધારે મસાલો પસંદ હોય તો તેલ નાખ્યા પછી બે મોટી ચમચી મસાલો અંદર એડ કરીશું.
9- હવે તેને હલાવી ને રહેવા દઈશું. અને જો તમારે બોટલ માં ભરવું હોય તો તમે ભરી શકો છો. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે હવે આપણી દાબડા કેરી નું અથાણું સરસ થઈ ગયું છે.એકદમ રસાદાર ટેસ્ટી અથાણું તૈયાર થઈ ગયું છે.
10- હજુ આવી જ કેરી માર્કેટ માં મળે છે. તો તમે પણ આખા વર્ષ સ્ટોર કરવા માટે કેરી નું અથાણું બનાવજો.તો તમે ચોક્ક્સ થી આ સીઝન માં ટ્રાય કરજો.
વિડિઓ રેસિપી :