કેરીના ગોટલા હવે કચરામાં ફેંકશો નહીં, તેમાં તમારા ખરતા વાળનો ઈલાજ છુપાયેલ છે.

કેરી તો હવે પૂરી થવાની તૈયારી માં છે પણ તેના ગોઠલા ને ભૂલ થી પણ ફેંકી ન દેતાં કારણકે તેમાં છુપાયેલો છે તમારા ખરતા વાળ નો ઈલાજ.

ફળો નો રાજા કેરી તેના દરેક ભાગ ના અમૂલ્ય ઉપયોગો છે. એક કહેવત છે ને “કેરી તો કેરી ગોઠલી ના પણ લાભ “ તેના વિષે જ આજ તમારા માટે એક અદભૂત ઉકેલ વીસે જણાવું છુ. શું તમે જાણો છો ગોઠલી થી વાળ ની ઘણી સમસ્યા નો ઉકેલ લાવી શકાય છે ? ગોઠલી ના ઘણા બધા હેર પેક બનાવી શકાય છે. તેથી વાળ માં ઘણા ફાયદા થાય છે. ગોઠલી નો પાવડર બનાવીને તેમાં ડાહી, મધ, એલોવેરા, કે અન્ય વસ્તુ સાથે મિક્સ કરીને વાળ માં લગાવી શકાય છે.8 Health Benefits Of Mango Seeds Will Shock You - lifeberrys.com

ચાલો જાણીએ વાળ ને કઈ રીતે ઉપયોગી બનશે આ ગોઠલી !

ઘરે જ બનાવીએ ગોઠલી નો હેર પેક :

સામગ્રી:

  • 50 ગ્રામ ગોઠલી પાવડર
  • 1 ઈંડું અથવા 25 ગ્રામ મેંદી પાવડર
  • 1 કપ દહી

રીત:

સૌપ્રથમ ગોઠલી પાવડર અને ઈંડું અથવા મેંદી પાવડર ને મિક્સ કરી લો. પછી તેમાં ઠંડુ દહી ઉમેરો.હવે આ મિશ્રણ ને હલાવી લો. ત્યારબાદ તેને હળવા હાથે માથાના તળીયાના ભાગ માં લગાવી લો.40 થી 45 મિનિટ રહેવા દો. પછી સાદા શેમ્પૂ થી વાળ ને ધોઈ લો. હવે વાળ એક નવી જ ચમક દેખાશે.

વાળ ને પોષણ આપે :Why Is My Hair Falling Out? Hormones, Medications, and Other Causes

ગોઠલી ના હેર પેક લગાવાથી વાળ ને પોષણ મળે છે.વાળ ને જાડા અને ભરાવદાર બનાવે છે. ગોઠલી ની અંદર એંટી ઓક્સિડન્ટ તત્વો હોવાથી વાળ ને ખરતા રોકવામાં મદદ કરે છે.

વાળ ને લાંબા બનાવે :

ગોઠલી ની અંદર કેલ્શિયમ, પોટેશિયમ, પ્રોટીન, વિટામિન સી હોવાથી વાળ ના વિકાસ માટે જરૂરી તત્વો તરીકે વાળ ને પોષણ પૂરું પડી લાંબા અને મજબૂત બનાવે છે.

ખોડો દૂર કરે :How to Stop Hair Loss from Stress and Illness

ખોડો એ એક સમસ્યા છે જે બધાને હોય જ છે જેનાથી છૂટકારો મેળવવા દરેક વ્યક્તિ માગતી હોય છે. જો ગોઠલી ના પાવડર ને મેંદી સાથે મિક્સ કરી વાળ ના મૂળ માં લાગવાથી ખોડો એક અઠવાડિયામાં દૂર થાય છે.

વાળ ને સફેદ થતાં અટકાવે:

ગોઠલી ના આવેલા વિટામિન એ અને વિટામિન સી વાળ ને સફેદ થતાં અટકાવે છે.આ બજાર માં મળતા હેર કલર કરતાં વધારે સુરક્ષિત છે.

સૂકા વાળ ને ચમક આપે :How To Reduce Hair Loss: Best Solutions Available

વિટામિન સી થી ભરપૂર એવિ આ ગોઠલી વાળ ની ચમક વધારે છે.વાળ માં તેના પાવડર ને એલોવેરા સાથે મિક્સ કરી લગાવવામાં આવે તો વાળ ની ચમક વધે છે. અને વાળ સિલકી પણ થાય છે.

વાળ ને ખરતા અટકાવે:

ખોડો હોય ત્યારે વાળ ખરવાની સરૂઆત થાય છે. એટલે આપણે ગોઠલી ના હેર પેક લગાવીને ખોડા ને દૂર કરી લઈએ તો વાળ ને ખરતા રોકી શકાય છે. ગોઠલી ખાવાથી પણ વાળ માં ફાયદો થાય છે.

error: Content is protected !!
Exit mobile version