બુદ્ધ પૂર્ણિમાના રોજ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ, જાણો ચંદ્રગ્રહણમાં શું કરવું અને શું નહીં

પંચાંગ અનુસાર વૈશાખ મહિનાની પૂનમની તિથિ એટલે કે બુદ્ધ પૂર્ણિમાના દિવસે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ થશે. જે શુક્રવાર અને 5 મે એ જોવા મળશે. ચંદ્રગ્રહણ ની શરૂઆત 8.46 કલાકે થશે અને ગ્રહણની સમાપ્તિ મોડી રાત્રે 1.02 મીનીટે થશે.

ચંદ્રગ્રહણ હંમેશા પૂર્ણિમાની તિથિ પર લાગે છે. ચંદ્રગ્રહણને લઈને પૌરાણિક કથા એવી છે કે પૂર્ણિમાના દિવસે રાહુ અને કેતુ ચંદ્ર ને ઓગાળી જવાનો પ્રયાસ કરે છે. આ સ્થિતિને ચંદ્ર ગ્રહણ કહેવાય છે. ચંદ્રગ્રહણ થાય તે પહેલાંના 9 કલાક દરમિયાન સુતક કાળ લાગે છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ સમયને અશુભ માનવામાં આવે છે. તેથી જ આ સમય દરમિયાન કેટલાક કામ કરવાની મનાઈ હોય છે. તો ચાલો આજે તમને જણાવીએ કે ચંદ્રગ્રહણ દરમિયાન કયા કામ કરવાનું ટાળવું જોઈએ અને કયા કામ કરવા જરૂરી છે.

ગ્રહણ દરમિયાન આ કામ ન કરવા

ચંદ્રગ્રહણ નો સમય શરૂ થાય ત્યારે કોઈ સારું કામ કરવું જોઈએ નહીં.

કોઈપણ પ્રકારની ખરીદી કરવાથી બચવું.

આ સમય દરમિયાન ભોજન પકાવવું નહીં અને ખાવું પણ નહીં.

સૂતક સમયે પૂજા પાઠ જેવા ધાર્મિક કામ કરવા નહીં.

ગ્રહણ દરમિયાન સુવાનું પણ ટાળવું જોઈએ.

ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ખાસ તકેદારી રાખવી જોઈએ તેમણે ઘરની બહાર નીકળવું જોઈએ નહીં. સાથે જ ધારદાર વસ્તુઓનો ઉપયોગ કરવો નહીં.

ગ્રહણ દરમિયાન કરવા આ કામ

ધાર્મિક મંત્રો નો જાપ શક્ય હોય તેટલો વધારે કરવો અને ભગવાનના નામનું સ્મરણ કરવું.

ગાયત્રી મંત્ર અથવા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો

ગ્રહણ દરમિયાન પૂજા ઘરના દ્વાર બંધ કરી દેવા.

ગ્રહણ પહેલા ખાદ્ય સામગ્રી ઉપર તુલસી અથવા દુર્વા મૂકી દેવું.

ગ્રહણ સમાપ્ત થાય પછી ચોખા, દૂધ, સફેદ વસ્ત્ર જેવી વસ્તુઓનું દાન કરવું.

error: Content is protected !!
Exit mobile version